SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જાણી લેવો અર્થાત્ મંગલ શ્લોકમાં સંબંધ બતાવ્યો નથી છતાં મંગલાદિ ત્રણના કથન દ્વારા ઉપલક્ષણથી સંબંધ પણ જાણી લેવો. અથવા “શ્રુતદેવીનો પ્રસાદ મને પ્રાપ્ત થયો છે' એવી જે વાત કરી એના દ્વારા ગુરુપર્વક્રમ - ગુરુ પરંપરા રૂપ સંબંધ સૂચિત થઈ જાય છે. કેમકે શ્રુતજ્ઞાન ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. માટે આ રીતે મંગલચતુષ્ટય અહીં બતાડી દેવામાં આવેલ છે. ટીકાર્થ – પ્રશ્નઃ આ ઉપદેશમાલા ગ્રંથનું વિવરણ કરવું નિરર્થક = પ્રયોજન વગરનું છે. કેમકે આ ગ્રંથમાં અભિધેય = વિષય વિગેરે તો કહ્યા જ નથી. સીધેસીધુ પ્રથમગાથામાં પરમાત્માનું નામ જ માત્ર વિશેષણપૂર્વક ગ્રહણ કરેલ છે. તો પછી વિષય વિગેરે વિનાના ગ્રંથનું તમે શા માટે વિવરણ કરો છો? (હવે ટીકાકારશ્રી પ્રથમગાથા પ્રસ્તુત કરતાં પહેલાં જ એમાં અર્થપત્તિથી વિષય વિગેરે કહેલા જ છે.” એ વાત સ્પષ્ટતાપૂર્વક કહી દે છે.) ઉત્તર : આ પ્રમાણે તમે જે વાત કરો છો તે ખોટી છે કેમકે અભિધેયવિગેરેની હાજરી છે અર્થાત્ અભિધેય વિગેરે અહીં કહેવામાં આવેલા જ છે. (પ્રશ્ન ઃ ક્યાં કહેલા છે? અમને તો જણાતાં નથી.) ઉત્તર : તે આ પ્રમાણે છે – આ ઉપદેશમાલામાં ઉપદેશો એ જ અભિધેય = વિષય છે. (એથી ગ્રંથના નામ દ્વારા જ ગ્રંથના વિષયનું સૂચન કરી દેવામાં આવેલું છે. હવે તમને પ્રશ્ન થશે કે ગ્રંથકારશ્રીને આ ઉપદેશો આપવાની જરૂર શી પડી? જેને લીધે આ ગ્રંથ રચ્યો? એના જવાબરૂપે અર્થપત્તિથી કર્તા અને શ્રોતાનું અનંતર અને પરંપર પ્રયોજન જણાઈ જ જાય છે. તે આ પ્રમાણે -) (૧) “ઉપદેશોના કથન દ્વારા જીવો પર અનુગ્રહ કરવો' એ ગ્રંથકર્તાનું અનન્તર = તત્કાલનું પ્રયોજન છે અને (૨) શ્રોતાને તે ઉપદેશોનો બોધ કરવો એ શ્રોતાવર્ગનું અનન્તર પ્રયોજન છે અને કર્તા તથા શ્રોતાને અનુક્રમે ગ્રંથકરણ તથા શ્રવણ દ્વારા પરમપદ = મોક્ષની પ્રાપ્તિ થવી એ બંનેયનું પણ પરંપર પ્રયોજન છે. (હવે સંબંધને જાણવા માટે શાસ્ત્રમાં આ શ્લોક પ્રસિદ્ધ જ છે કે “સંવધ: પ્રોવત પદ્ધ થાત્, તિર્થતત્રયોગને પ્રોત્તે.... | અર્થાત્ આ ગ્રંથનું આ પ્રયોજન છે” એ પ્રમાણે કહેવાયે છતે સંબંધ કહેવાઈ જ ગયેલો સમજવો.' એથી અહીં પ્રયોજન તો ઉપર કહી દીધું એના આધારે સંબંધ પણ ગ્રંથમાં છે જ અને તે) સંબંધ વળી અહીં ઉપાયોપેય ભાવ સ્વરૂપ લેવો. તેમાં ઉપેય અહીં પ્રકરણના અર્થનું જ્ઞાન થવું તે છે અને ઉપાય આ પ્રકરણ પોતે જ છે. (કેમકે ગ્રંથકારશ્રીએ આ પ્રકરણ શ્રોતાવર્ગને પદાર્થનું જ્ઞાન થાય એ માટે જ તો રચ્યો છે. અર્થાત્ એમનું પ્રયોજન આ પ્રકરણ દ્વારા “બોધ કરાવવો' એ જ છે. એટલે ઉપાય તરીકે આ પ્રકરણ પોતે જ થાય. અને ઉપાય જો સચોટ હોય તો
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy