________________
સૌથી પહેલાં ટીકાકારશ્રી પોતાનું મંગલ કહે છે : ટીકા મંગલ શ્લોક (૧)
ટીકાર્ય : હેય = છોડવા યોગ્ય અને ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય એવા જે અર્થો = પદાર્થો, તેઓનો ઉપદેશ = નિરૂપણ કરવું, એ રૂપી ભા = કિરણો દ્વારા જગાડાયેલ છે (ભવ્ય) લોકરૂપી કમળ જેમના વડે એવા, વળી નાશ કરાયેલ છે કુમત = વિપરીત માન્યતા રૂપી અંધકાર જેના વડે એવા જિનવર= (જિન - કેવલી ભગવંત, તેઓમાં વર-શ્રેષ્ઠ) તીર્થંકર પરમાત્મા રૂપી સૂર્યને નમસ્કાર કરીને, / ૧ /
ટીકા મંગલ શ્લોક (૨)
ટીકાર્થ વાઝેવતા = સરસ્વતી દેવી અથવા પ્રભુની વાણી રૂપી દેવતાની પ્રસાદરૂપે મળેલી = કૃપાને કારણે આવેલી એવી ધિઠાઈના વશથી જડબુદ્ધિવાળો એવો પણ હું મારા કરતાં પણ વધારે મન્દ = અજ્ઞાની એવા જીવોને બોધ થાય એ માટે ઉપદેશમાલા ગ્રંથના વિવરણને કરીશ.
વિશેષાર્થ : (૧) પૂ. સિદ્ધર્ષિ ગણીજીએ પોતાની ટીકાનું નામ “હેયોપાદેયા” રાખ્યું છે. એથી એમને મંગલ શ્લોકની શરૂઆત પણ “હેયોપાદેય' શબ્દથી જ કરી.
(૨) મંગલશ્લોકમાં માત્ર “જન' શબ્દ જ લખેલ છે. છતાં ટીકાર્યમાં કોંસમાં “ભવ્ય' શબ્દ ઉમેર્યો છે. એનું કારણ એ છે કે પ્રભુની વાણીથી ભવ્યજનોનું જ હિત થાય, અભવ્યો - દૂરભવ્યોનું નહિં. માટે ખુલાસો કરેલ છે.
(૩) આ શ્લોકમાં ઉપમા-ઉપમેય ભાવ આ રીતે સમજવો :- પરમાત્મા = સૂર્ય, લોક = કમળ, કુમત = અંધકાર, ઉપદેશ = કિરણો.
(૪) બીજા ટીકામંગલ શ્લોક દ્વારા ટીકાકારશ્રીએ પોતાની નમ્રતા બતાડી છે. તે આ રીતેઆમ તો હું જડબુદ્ધિવાળો છું છતાં મારા પર વાગેવતા=શ્રુતદેવીની કૃપા થઈ એને લીધે સહજતાથી મારી મતિ આ ગ્રંથના વિવરણ તરફ પ્રયત્નશીલ બની ગઈ છે. એથી આ વિવરણ મારા મતિને લીધે નહીં, પણ કૃપાને લીધે જ થશે. હા! એટલું ખરું આ જે વિવરણ કરાશે તે મારા કરતાં પણ વધુ અજ્ઞાની જીવોના બોધ માટે થશે. બાકી વિદ્વજ્જનો તો સ્વયંભૂ રીતે ગ્રંથસ્થ પદાર્થોના જાણકાર બની જ જાય છે.'
(૫) આ બે શ્લોક દ્વારા ટીકાકારશ્રીએ પોતાના ટીકા ગ્રંથનું મંગલચતુષ્ટય બતાડી દીધેલ છે. તેમાં (૧) મંગલ ? પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા,
(૨) પ્રયોજન : “મન્વતનમ્નવોવાય’ એ પદથી, (૩) વિષય : “ઉપદેશમાલાના વિવરણને કરીશ' એ દ્વારા અને (૪) સંબંધ ઃ એ સામર્થ્યથી વાચ્ય-વાચક ભાવ, અભિધાન - અભિધેયભાવ વિગેરે સ્વરૂપ