SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પિતામહ થયા.. // પર // તે કાળે વસુદેવ વિદ્યાધરીઓ અને રાજપુત્રીઓ વડે અહમદમિકા વડે = હું પહેલી હું પહેલી એવી સ્પર્ધા વડે જે સહર્ષ પ્રાર્થના કરાય છે તે તપનું ફળ છે. // પ૩ || ટીકાર્ય : પ્રશ્ન : ભાઈ આ = કુલાભિમાન ત્યાગનું પ્રકરણ પહેલા (ગાથા ૪૩માં) માતગંબલર્ષિના કથાનકમાં કહેવાઈ જ ગયું છે. તો ફરીથી શા માટે કહેવાય છે? આ રીતે તો આ ગ્રંથ પુનરુક્તિ દોષથી દુષ્ટ થશે. ઉત્તર : (કુલાભિમાનના ત્યાગનો ઉપદેશ આ ગાથાનો વિષય છે.) ઉપદેશમાં પુનરુક્તતા દોષરૂપ બનતી નથી. આવશ્યક નિર્યુક્તિમાં આ અંગે કહેવાયું જ છે : “વાધ્યાય, ધ્યાન, તપ અને ઔષધમાં (તથા) ઉપદેશ અને સ્તુતિના દાનમાં કહેવામાં), વિદ્યમાન (= વાસ્તવિક) ગુણોના કીર્તનમાં (કહેવામાં) પુનરુક્તિ દોષો થતાં નથી.” (શ્લોકમાં પુJIોસો એ બહુવચન છે. તેથી પુનરુક્ત દોષો ઘણાં છે એવો અર્થ ન સમજવો. કારણકે પુનરુક્તિ દોષનું સ્વરૂપ એક જ છે કે એક જ વાતનું “એકથી વધુ વાર કથન કરવું.” તેથી કોઈપણ વાતોનું એકથી વધુ વાર કથન કરવામાં એક જ લક્ષણયુક્ત પુનરુક્તિ દોષ લાગે. જ્યારે અહિંયા જે બહુવચન કરેલ છે તે પુનરુક્ત દોષ લાગવાના સ્થળો અનેક હોવાથી એની અપેક્ષાએ પુનરુક્ત દોષ ઘણાં કહેવાય. આ અપેક્ષાએ જાણવું.) (હવે અથવા' કહીને આ સ્થાને પુનરુક્તતા જ નથી” એ વાતને ટીકાકારશ્રી બતાવે છે ) અથવા તત્ર = ગાથા ૪૩માં ગુણોની પૂજ્યતા દેખાડવાપૂર્વક આલોકને આશ્રયી કુળનું અપ્રાધાન્ય કહ્યું હતું... અહીંયા પરલોકને આશ્રયી કુળનું અપ્રાધાન્ય ગુણોની પૂજ્યતા દેખાડવાપૂર્વક કહેવાય છે. આમ, ત્યાં અને અહીંનો વિષય ભિન્ન હોવાથી પુનરુક્તતાનો સંભવ નથી. આ પ્રમાણે ઉત્તરત્ર = આગળ પણ અપુનરુક્તતા પોતાની બુદ્ધિથી જોડવી. તત્ર = કુલના અપ્રાધાન્યના કથનમાં તાવત્ = સૌપ્રથમ સુખેથી બોધ થાય એ માટે કથાનક કહેવાય છે. ગાથાર્થ પાછળથી કહેવાશે. નન્દિગામમાં (ચક્ર = તાંબાના ભાજનને લઈને ભિક્ષા માટે જે (ચર) ચરે તે ચકચર એટલે કે)ભિક્ષુક બ્રાહ્મણનો દીકરો નામે નંદિષેણ હતો. તે નાનો હતો ત્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા. તેથી તે મામાની પાસે રહ્યો.. “અરે! તું અહીં ફોગટ કામ કેમ કરે છે? ધનોપાર્જન દ્વારા પત્નીનો સંગ્રહ કેમ કરતો નથી?' આ પ્રમાણે લોકો વડે આ = નંદિષેણ વિપ્રતારિત = ખોટી વાતો કહેવા દ્વારા ચઢાવાયો. મામાના ઘરેથી નીકળવાની ઈચ્છાવાળો તે મામા વડે “મારી દીકરી તને આપીશ” એમ કહીને રોકાવાયો. યુવાનવયને પામેલી તેણી (મામાની દીકરી) મામા વડે તેની (નંદિષણની) પાસે લવાઈ. તેને જોઈને તેના દુર્ભાગ્ય અને વિરૂપતાને લીધે તેનાથી વિમુખ થયેલી તેણી વડે પિતાને ઉત્તર અપાયો કે “જો તમે મને આને આપશો તો હું મરી જઈશ.” તેથી “બીજી દીકરી આપીશ, આ વળી ઈચ્છતી નથી” એમ સમાવ્ય= સમજાવીને જતો એવો નન્દિષેણ મામા વડે રોકાવાયો. આ પ્રમાણે તેની સામે દીકરીઓ વડે
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy