SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સહન કરવા રૂપ પ્રકાર વડે (નહિ કે કમને) સહન કરાઈ જે રીતે (તે સહન કરાયેલ ભૂખ અને તરસ) સુંદર ફળવાળી થઈ. આ પ્રમાણે વિપોઢા' પદનો “યથી... નાતા’ એ આગળના પદ સાથે સંબંધ કરવો. એ ભૂખ-તરસ કેવી હતી? તે બતાવે છે - ભાવપૂર્વકની અથવા કપટ રહિત = શુદ્ધ હતી. (વિશેષાર્થ ઃ (૧) “વિશar' શબ્દના આ બંને ભાવાર્થરૂપ અર્થ છે. બાકી શબ્દાર્થ આ પ્રમાણે થશે : વિ = વિગત = જતો રહ્યો છે શઠ = લુચ્ચો ભાવ, મલિનભાવ જેમાંથી એવી વિશ = પટેલ અર્થ કરો ત્યારે વિના અર્થમાં તૃતીયા લગાડી અર્થ કરવો. (૨) પ્રશ્ન : પુષ્મિત અને ફલિત એવા બે વિશેષણો કેમ કહ્યાં? કાં પુષ્મિત કહો કાં ફલિત કહો. અર્થાત્ એક વિશેષણથી તમારા કહેવાનું તાત્પર્ય સમજાઈ જાય તેવું છે? ઉત્તર : પુષ્પિત એવું પણ કંજૂસનું ઘર ફલિત નથી હોતું (કેમકે એના ઘરે સાધન-સામગ્રી પૂરતી હોવા છતાં કોઈ પણ વ્યક્તિ એના ઘરમાં જલસા-પાણી કરી શકે નહિં. કંજૂસની કંજૂસાઈ નડે માટે અને ફલિત એવું પણ ઉપામવન = વિલાસીનું ઘર આવેલું વપરાઈ જવાથી પુષ્પિત નથી હોતું (અર્થાત્ ત્યાં ભોગસામગ્રી આવે ખરી, પણ બધા વિલાસી હોવાને લીધે કશું ટકે નહીં. બધું ઉડાવી દે. માટે એનું ઘર ભોગસામગ્રી નિચયવાળુ ન કહેવાય.) માટે પુષ્મિત અને ફલિત એમ બંનેનું ગ્રહણ કરેલું છે... એ બંને પદનો વિશેષણ કર્મધારય સમાસ કર્યો છે.) આ ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે. તે કથાનક આ છે. પૂર્વભવમાં રાજાના અધિકારી હોવાથી ભૂખ્યા (એવા પણ) ખેડૂતો વડે પોતાના ખેતરમાં = હળનો ફેરો અપાવવા દ્વારા કરાયેલ અન્તરાયકર્મવાળા (ત્યારબાદ પછીના ભવમાં) નેમિનાથપ્રભુ પાસે દીક્ષિત છતાં સંયમ યોગમાં વિચરતા ઢંઢ નામના વાસુદેવના પુત્રનું તે કર્મ ઉદયમાં આવ્યું. (અર્થાત્ પૂર્વભવમાં બંધાયેલ અત્તરાયકર્મ દીક્ષા લીધા બાદ સંયમયોગમાં વિચરણ દરમ્યાન ઢંઢમુનિને ઉદયમાં આવ્યું.) અને તેના = ઉદીર્ણ કર્મના પ્રભાવથી વાસુદેવના પુત્ર તરીકે પ્રસિદ્ધ છે, ભગવાનના શિષ્યપણા વડે ખ્યાત = જણાયેલ છે) તો પણ દ્વારિકામાં પણ કંઈ પ્રાપ્ત કરતાં નથી = શુદ્ધ ગોચરી પ્રાપ્ત કરી શકતા નથી અને અન્ય સાધુની લબ્ધિને હણે છે (એટલે કે એની સાથે ગોચરી જનારની લબ્ધિ પણ તેમના અંતરાય કર્મના કારણે નષ્ટ થાય છે.) તેથી “મારા વડે બીજાની લબ્ધિ ભોગવવા યોગ્ય નથી (એટલે કે બીજાની લબ્ધિથી મળેલું મારે વાપરવું નહીં)” એવો અભિગ્રહ ભગવાન વડે રજા અપાયેલ ઢંઢમુનિ વડે ગ્રહણ કરાયો. તેને પાળતા સ્થિરમનવાળા તેમનો ઘણો કાળ પસાર થયો. એક વખત કૃષ્ણવડે ભગવાન પૂછાયા કે “સાધુઓની વચ્ચે કોણ દુષ્કરકારક છે?” (એટલે કે દુઃશક્ય અનુષ્ઠાન કરનાર કોણ છે?) ભગવાને કહ્યું, “બધાય મુનિઓ દુષ્કરકારક છે. ઢંઢમુનિ વિશેષથી દુષ્કરકારક છે.”
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy