SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ (૬૯) જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોય; રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ખોય. ઉપરનો (પ્રજ્ઞાવબોધ પુષ્પ-૩૭માંથી) અર્થ વિચારવા ભાવ થાય તો પત્રાંક ૧૭૦ તથા ૧૮૭ વાંચવા-વિચારવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૧૭૨, આંક ૧૭૬) પરમકૃપાળુદેવે લખ્યું છે: “જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.” (૩)૧) આ વાક્યની શ્રદ્ધા રાખી, તે જે અવસ્થામાં રાખે તેમાં પ્રસન્નતાથી રહેવામાં તે પુરુષની ભક્તિ સમાય છે. માટે મૂંઝાવું નહીં. સ્મરણ-ભક્તિમાં રહી બને તો છોકરાં વગેરેને પણ પરમકૃપાળુદેવ પર ભક્તિભાવ વધે તેમ વાર્તા આદિ દ્વારા જણાવશો. તે ભક્તિમાં જે જોડાશે તે સર્વનું કલ્યાણ થશે તેમ જણાવશોજી. (બો-૩, પૃ. ૧૧૯, આંક ૧૧૪). D પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે દ્રઢ શ્રદ્ધા કરી, તેની ભક્તિમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું, સદાચરણથી આપણી શક્તિ પ્રમાણે વર્તવું; પણ શ્રદ્ધાનું બળ વિશેષ હશે તો બીજું બધું ચારિત્ર પાળવા યોગ્ય બળ કાળ પાક્ય મળી રહેશે. તેથી પ્રેમ, પ્રતીતિ, ભક્તિ પરમકૃપાળુદેવ પ્રત્યે વધે અને તેનું માહાભ્ય તથા અલૌકિક સ્વરૂપ સમજાય તે અર્થે ત્યાગ, વૈરાગ્ય અને કષાયની મંદતા કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૯૧, આંક ૮૨) I ગાડીને ડબ્બા લગાડયા હોય તે, આગળ એંજિન ચાલે તેમ પાછળ ચાલે; તેવી રીતે પરમકૃપાળુદેવનું શરણ આપણે લીધું છે તો તેમની ગતિ તે આપણી ગતિ હો, એવી ભાવના રોજ કર્તવ્ય છે.જી. તેમણે આત્મગતિ સ્વીકારી છે તો આપણે પણ સંસારભાવના કે સંસારના સુખની વાસના છોડી, એક આત્મા ઉપર લક્ષ રાખી, આત્મગતિ આરાધી લેવી છે'. તે મહાપુરુષને હો તે આપણને હો, આપણે બીજું કાંઈ જાણીએ નહીં અને બીજું કાંઈ આપણે જોઇતું નથી, એવા સાફ દિલથી ભક્તિભાવના, અભેદભાવના ઉપાસવી ઘટે છેજી. તેમણે સંસારને અસાર જાણ્યો, લોકો શું કહેશે તેની દરકાર કરી નહીં, આત્માનું દિવસે-દિવસે, વધારે-વધારે હિત થતું જાય તેવો પુરુષાર્થ વધાર્યો અને પરમ શાંત રસમય ધર્મમાં લીન થયા; તેવી રીતે આપણે પણ તેને શરણે તેની ભક્તિ કરતાં-કરતાં તેવા જ થવું છે; તો બીજા સંસારના, લોકોના અને દેહ વગેરેના વિચારો ભૂલી જઇ, ““શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી ? પોતે શું? ક્યાંથી છે આપ? એનો માગો શીઘ જવાય. જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.' આવા શાંતિના વિચારો બને તેટલા કરવાના છે અને એવા વિચાર ન ઊગતા હોય તોપણ રાગ-દ્વેષ મારે જરૂર દૂર કરવા છે એવો નિશ્ચય કરી, તે પ્રમાણે વર્તતાં-વર્તતાં પરમપુરુષની દશાને, તેની ભક્તિનો કરનાર પામે છેજી. (બી-૩, પૃ.૩૮૦, આંક ૩૮૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy