SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪૯) T “સદગુરુપ્રસાદ' ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે, તો તેમાંના ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશોજી અને મરણપ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૬૦, આંક ૧૬૦) D બને તો ત્યાં વાંચનમાં પરમકૃપાળુદેવનાં વચનામૃત ઉપરાંત દિગંબરી ભગવતી આરાધના' થોડી-થોડી વંચાય તો લાભનું કારણ છે. પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે એ એક જ પુસ્તક જીવ કાળજી રાખી, આત્માર્થે વાંચે તો બીજું કંઈ વાંચવાની જરૂર નથી. ૫.પૂ. પ્રભુશ્રીજી પણ બહુ વખાણ કરતા હતા. સમાધિમરણ અર્થે તે છે. (બો-૩, પૃ.૫૪૮, આંક ૬૦૩). આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ઝૂરણા કરી છે અને જેનું માહાત્મ દર્શાવવા અનેક પત્રો લખ્યા છે, એવો એક સત્સંગ નામનો પદાર્થ સર્વથી પહેલો, નિરંતર ઉપાસવા યોગ્ય છે, ભાવના કરવા યોગ્ય છે'. તે સિવાય નિઃશંક થવાય તેમ નથીજી. માટે બનતા પ્રયત્ન, ગમે તેટલા ભોગે, શરીરની દરકાર જતી કરીને પણ, સત્સંગ અર્થે આટલો ભવ ગાળવો છે, એમ નિર્ણય થશે તો જરૂર, તમે જે ધારણા રાખો છો સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છે). (બી-૩, પૃ.૪૯૭, આંક પ૩૩) | સમાધિમરણની ભાવના દરેકે રોજ કર્તવ્ય છે, તે અર્થે પોતાનાથી શું શું બની શકે એમ છે, એનો પણ વિચાર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૩), આંક ૭૩૯) રાગ-દ્વૈપને શત્રુરૂપે જાણું તો જ તે છૂટે. જો તેમાં આનંદ, રંગ કે સુખ લાગે તો કદી ન છુટાય. માટે હે પ્રભુ ! તેમાં જે રંગાઇ જવાય છે, તે ભાવથી મને બચાવો. તેવા વૈરાગ્ય માટે, મરણ વારંવાર વિચારી, સમાધિમરણ માટે આજે શું કર્યું ? એવું રોજ સૂતી વખતે વિચાર કરવાની ટેક રાખવા યોગ્ય છે.જી. પાણી પહેલાં પાળ બાંધી નહીં મૂકીએ, તો આખરે પસ્તાવું પડશે. (બો-૩, પૃ. ૨૩૧, આંક ૨૨૬) ] જેમ કોઇ ભણીને બાર મહિને પરીક્ષા આપે છે, તેમાં પાસ થાય તો તેનું ભણેલું સફળ છે, તેમ આખી જિંદગી સુધી સત્સંગાદિ સાધનો કરી, સમાધિમરણ કરવાની જરૂર છે; અને તેને માટે જ બધાં સાધનો છે. જેમ બધાં કામો છે, તેમ સમાધિમરણ પણ એક જરૂરનું કામ છે. બીજાં કામ તો ન કરે તો પણ ચાલે, પણ મરણ તો અવશ્ય આવવાનું છે. આપણે કોઈ ગામ જવું હોય તો એક-બે દિવસ રોકાઈને પણ જઈએ, પણ મરણ કંઈ રોકી શકાતું નથી. માટે સમાધિમરણની તૈયારી કરી રાખવી. (બો-૧, પૃ.૫૧, આંક ૨૬) D આ (મનુષ્યભવનો) જોગ લૂંટાઈ જતા પહેલાં ‘ઝબકે મોતી પરોવી લે.' વીજળીના ઝબકારે મોતીમાં દોરો પરોવી લે તેમ અત્યારની મળેલી સામગ્રી નકામી વહી જવા ન દેવી ઘટે. પોતાના આત્માનો વિચાર કરવાનું જરૂરનું કામ ચૂકીને, જીવ પારકી પંચાતમાં ખોટી થાય છે, તેમાંથી તેને પોતાના ભણી વાળી, આત્માનું હિત થાય તેમ વર્તવા લક્ષ રાખવો ઘટે છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy