SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪૮) T વેદના એ સમજની કસોટી છે. વેદના વેદતાં દેહથી ભિન્નતા રહે તો તે સમાધિમરણનું કારણ છેજી. (બી-૩, પૃ.૭૫૧, આંક ૯૩૫) ભરૂચના અનુપચંદજી નામના વણિક ધર્માત્મા જીવને પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ યોગ થયેલો. તેમને ત્યાં સાંસારિક, વ્યાપારિક કારણે પરમકૃપાળુદેવને જવું થયેલું. તે વખતે તેમને આત્મહિતમાં પ્રેરવા તેઓશ્રીને વૃત્તિ ઉદ્દભવેલી, પણ તેમનું પ્રવર્તન મતમતાંતરના આગ્રહવાળું જાણી, હાલ સૂચનાનો તેમને જોઈએ તેવો લાભ નહીં થઈ શકે એમ જાણી, વૃત્તિ સંક્ષેપી લીધેલી. પછી અનુપચંદજીને કોઈ ભારે મંદવાડ આવ્યો અને સમાધિમરણની ભાવના જાગી. કોણ મને સમાધિમરણ કરાવશે એ વિચારે, તેમણે બધે નજર નાખી પણ તેવાં કોઇ સાધુ, સાધ્વી કે શ્રાવક તેમના ગચ્છમાં જણાયા નહીં, પરંતુ પરમકૃપાળુદેવની અદ્ભુત શક્તિનો કંઇક પરિચય તેમને થયેલો. તેથી તેમને સમાધિમરણ માટે વિનંતી કરી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ એક પત્ર લખ્યો છે તે પત્રાંક ૭૦, તેમ જ પત્રાંક ૭૦૬ - એ બંને પત્રો વારંવાર વાંચી, બને તો મુખપાઠ કરવા ભલામણ છેજી; અને મુખપાઠ થયે, રોજ નિત્યનિયમમાં ઉમેરી લેવા યોગ્ય છે, એટલે રોજ સ્વાધ્યાય થશે તો જરૂર જીવને જાગૃતિનું કારણ ચાલુ રહેશેજી. પરમકૃપાળુદેવનાં વચનો અને તેની આજ્ઞાનું આરાધન, જીવને સમ્યકત્વ અને સમાધિમરણનું કારણ છેજી. (બો-૩, પૃ.૫૭૧, આંક ૬૪૩) પૂ. .... લખે છે : “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્ગુરુપ્રસાદ'નાં દર્શનની આજ્ઞા કરેલ છે, તે યથાર્થ રીતે જો પાળવામાં આવે તો સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારા માતુશ્રીનો ક્ષયોપશમ (બહુ વિચાર) નહોતો, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઇ લોચા નહોતા, તેથી અંત સમયે એક જ દ્રષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયો છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના સદ્દગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. વ્યાધિ વખતે પોતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે એમ કહેતાં. છેલ્લે પોતે મંત્રનો ઉચ્ચાર કરી ત્રણ ડચકા ખાધાં અને ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે, તે જોઈ અત્યંત આનંદ થયેલ.' આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ જન્મે તે જરૂર મરે છે એ તો નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની તૈયારી – જે સત્પરુષની આજ્ઞામાં વર્તવાનો ભાવ, જેણે જાગ્રત રાખ્યો હોય છે, તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધર્મભાવ સાથે, તે લઈ જાય છે. આપની પાસે સદ્ગુરુપ્રસાદ પુસ્તક ઘણુંખરું નહીં હોય, પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સંબંધી સંભારશો તો વાત થશે. દરેક આત્માર્થીએ તે સરુની કૃપારૂપ પ્રસાદી પોતાની પાસે, પોતાના બ્દયમાં રાખવા અર્થે સંઘરવા યોગ્ય છે. જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દૃઢ શ્રદ્ધા રાખી, સંસાપ્રેમ ઓછો કરી, ધર્મપ્રેમ પોષવો. (બો-૩, પૃ.૧૪૮, આંક ૧૪૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy