SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧૫ માટે મહાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ઉપકારબુદ્ધિ, પ્રેમ, બહુમાન વધશે તેમ તેમ દોષો જરૂર ઘટશેજી. (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭). | ધનવાનને ધનનો લોભ હોય છે તેમ શક્તિશાળી વિદ્યાર્થીઓને પણ બીજાના કરતાં વિશેષતા મેળવી આગળ આવવાનો લોભ સહેજે હોય છે. ખરી સ્પર્ધા તો પોતાના વિકાસને વધારવાની છે. “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન' એ કહેવત મુજબ કેટલીક વખત બીજા તરફ નજર રાખનારા ઠગાય છે; માટે પોતાના દોષ દેખી દોષો દૂર કરવા કમર કસવાની છે. અત્યારની કેળવણી એકતરફી છે; વધારે ગોખે, સ્મૃતિમાં રાખે, કહી કે લખી બતાવે તે આગળ આવે છે. એ ગુણો પણ જરૂરી છે, છતાં તમારા પત્રમાં જે દોષો (પ્રમાદ આદિ) તમે વર્ણવ્યા છે તે યથાર્થ રીતે ખૂંચતા હોય તો તે દૂર કરવા કેડ બાંધવી ઘટે છે. મૂંઝાવા યોગ્ય નથી. હિંમત હારવી નહીં. ભાવના વર્ધમાન કરવાથી સૌ સારાં વાનાં થઈ રહેશેજી. “યાદૃશ માવના સિદ્ધિર્મવતી તાદૃશી' જેવી જેની ભાવના તેને તેવું ફળ મળ્યા વિના રહેતું નથીજી. (બો-૩, પૃ. ૨૭૯, આંક ૨૭૨) I આજે સભામંડપમાં સ્વયંબુદ્ર મહાત્માઓનાં જીવન વંચાયાં હતાં; તેમાં શ્રી કરકંડ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વ દ્વારથી પેઠા અને ધર્મધ્યાનમાં ઊભા રહ્યા. પછી બીજા શ્રી દ્વિમુખમુનિ પધાર્યા, ત્રીજા શ્રી નમિરાજર્ષિ પધાર્યા અને ચોથા શ્રી નગ્નતિમુનિ પધાર્યા. સર્વ ધર્મધ્યાન કરતા હતા. તેમાં શ્રી કરકંડુને ખરજ આવતાં વલૂરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી, પાછું કપડામાં રાખવા જતાં શ્રી દ્વિમુખમુનિ બોલ્યા કે હે કરકંડમુનિ ! આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં કેમ બંધાઈ રહ્યા છો? ત્યાં શ્રી નમિરાજર્ષિ બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જોવાનું કેમ છોડતા નથી ? ત્યાં ત્રીજા શ્રી નમ્નતિ બોલી ઊઠયા કે તમારે એમની પંચાતમાં પડવાની શી જરૂર છે? પછી શ્રી કરકંડુ બોલ્યા કે દ્વેષ કે રોષમાં આવીને દોષ કહે તો નિંદા ગણાય પરંતુ હિતકારક શિક્ષા આપતાં બીજાને ખોટું લાગતું હોય તોપણ બોલવું ઘટે છે. મારામાં દોષ હતો તે તેમની દૃષ્ટિએ ચઢયો અને દયાભાવે મને સુધારવા કહી બતાવ્યો, તે નિંદા નથી. એમ કહી તેમણે પોતાનું વલૂરવાનું સાધન તજી દીધું અને ખરજ આવે તોપણ સહન કરવાનો નિશ્ચય કર્યો. શ્રી દ્વિમુખમુનિ પણ વિચારમાં પડી ગયા કે મારે જરૂર વિના બોલવું પડ્યું તે ઠીક થયું નથી, માટે હવે સમતા જ ગ્રહણ કરવા યોગ્ય છે. એમ સર્વ અંતર્વિચારમાં વળી ગયા અને કેવળ અંતર્મુખ થઇ, બધા એક જ કાળે કેવળજ્ઞાન પામ્યા. આમ સ્વદોષ દેખી તેને દૂર કરનારા મહાત્માઓની કથા આપણે સાંભળી ક્યારે ગણાય કે જ્યારે આપણે આપણા દોષ દેખી તેને દૂર કરવા તત્પર થઈએ ત્યારે. (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨ ૧) n “જેવું અન્ન તેવું મન એવી કહેવત છે. શાસ્ત્રમાં પણ પુણિયા શ્રાવકની કથા છે કે તેની પત્નીએ પાડોશીને ત્યાંથી દેવતા લાવતાં, સાથે દેવતા ઉપર છાણાંનો ભૂકો વગર પૂછયે નાખેલો. તે રસોઈ જે દિવસે તે જમ્યા, ત્યાર પછી સામાયિક કરવા બેઠા તો ચિત્ત સ્થિર થાય નહીં.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy