SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૧૪) આપણામાં જે દોષો છે તે દૂર થવા, નિર્દોષ નરના કથનમાં વૃત્તિ વારંવાર જાય, ત્યાં ટકે, તેમ અભ્યાસ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૬૭૫, આંક ૮૦૯) D પરમકૃપાળુદેવની સાક્ષીએ મનમાં દોષ ડંખતો હોય તેની માફી સાચા દિલે માગી નિઃશલ્ય થવા યોગ્ય છે; એટલે ફરી તેવા દોષમાં પ્રવેશ થતો અટકે. તેવો પ્રસંગ બન્યા પહેલાં કંઈ સલાહ પૂછવા યોગ્ય લાગે તો પૂછવામાં હરકત નથી, થઈ ગયું તેનું પશ્વાત્તાપપૂર્વક વિસ્મરણ ઘટે છેજી. (બી-૩, પૃ.૬૭૦, આંક ૮૦૪) આપની આત્મનિરીક્ષક સ્વદોષદર્શકદ્રષ્ટિ જાણી સંતોષ થયો છે. કોઇક વખતે તે દ્રષ્ટિ સ્વવર્તન પર દેવા કરતાં જેમ જેમ વારંવાર દેવાશે, તેમ તેમ થતી ભૂલો ઝટ પકડાશે અને તેના ઉપાય શોધી, યોજવાથી દોષો દૂર થવાનો પ્રસંગ આવશે. દોષ થયા પછી પણ પશ્ચાત્તાપ જીવને થાય તો ફરી તેવો પ્રસંગ આવતાં પહેલેથી ચેતવાનું બને. માટે જીવને દોષ કરતો અટકાવવા ઠપકો પણ આપતા રહેવું કે આમ ને આમ વર્તીને તારે કઈ ગતિમાં જવું છે ? જો હલકી પ્રવૃત્તિમાં પડી રહીશ તો પછી ઢોર-પશુના ભવમાં પરોણાના માર ખાવા પડશે, આરો ઘોંચાશે કે આડાં બરડે પડશે ત્યારે શું કરીશ? માટે સમજીને અત્યારે ધર્મનું આરાધન કરી લે કે જેથી પછી અધોગતિમાં જવું જ ન પડે અને મોક્ષમાર્ગ આરાધી શકાય તેવા ભવ ફરી મળે. આમ વારંવાર જીવને જાગૃતિ આપતા રહેવું ઘટે છેજી. (બી-૩, પૃ. ૨૯૨, આંક ૨૮૧) “વીર વદ મન ના વી. સમ નદી માં ૨ | भजन करनको आलसु, खानेको हुशियार ।।" આપનો પત્ર મળ્યો. “દીઠા નહીં, નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય?” જિજ્ઞાસુ વિચારવાન જીવ પોતાના દોષો દેખાતાં, તેને છેદવાનો ઉપાય વિના વિલંબે કરે છેજી. જેટલી મુમુક્ષતામાં ખામી છે તેટલી તેના ઉપાયમાં મંદતા રહે છેજી. આત્મહિતનાં સર્વ સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે એવો નિશ્ચય મુમુક્ષુજીવે અવશ્ય કર્તવ્ય છે, એમ પરમકૃપાળુદેવ જણાવે છે. પૂર્વકર્મના ઉદયે તથા જીવના શિથિલપણાને લીધે તેનો લાભ લેવાતો નથી, તેમાં પણ શિથિલપણાનો દોષ તો જરૂર, જરૂર ટાળવો ઘટે છેજી. (બી-૩, પૃ.૫૬૦, આંક ૬૨૪) 1 ક્રોધ અને સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે. તેમાં વારંવાર વૃત્તિ રહે, એકતાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કર્તવ્ય છે). તેમાં વિક્ષેપ કરનાર ક્રોધ, માન, માયા, લોભ અને મોહ છેજી. ' તેમને શત્રુ જાણી, સંસાર-પરિભ્રમણનાં કારણ જાણી, તેથી દૂર રહેવાની ભાવના તથા મોક્ષની પરમ જિજ્ઞાસા જાગવાથી ક્રોધ આદિ મંદ પડવા સંભવ છે. ટૂંકામાં, પરમગુરુ પ્રત્યે પ્રેમ જેમ જેમ વધશે તેમ તેમ તેમનું યથાર્થ ઓળખાણ થતાં ક્રોધાદિ મંદ પડી, નિર્મૂળ-નાશ પામી શકે છેજી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુરિ બસેં; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.''
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy