SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦૪) એ સત્સંગનો યોગ ન હોય ત્યારે કોઇ પણ પ્રકારે, પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતો રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ-કંઈ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. સત્સંગમાં તો સહેજે સારી વૃત્તિ રહે, ભક્તિભાવ થાય; પરંતુ સત્સંગના વિયોગે પણ પરમકૃપાળુદેવનાં વચનો, પ્રભુશ્રીજીનો બોધ કે તેવા પત્રોમાં વૃત્તિ રાખી ભક્તિભાવ પોષવામાં ભક્તજનની કસોટી છેજી. ધીરજથી એ કસોટીમાં પાર થાય તેને લાભ ઘણો થાય છેજી. ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખીને જ, પરમકૃપાળુદેવે પરમ કૃપા કરી છેજી. જેને આ સંસારનાં સુખો પણ અગ્નિ જેવાં દાહ ઉત્પન્ન કરનારાં લાગે, પોતાને અધમાધમ જે માને, એક પરમકૃપાળુદેવને આધારે જ સત્સંગની ભાવના પોષતા રહી દહાડા કાઢે છે, તેને ધન્ય છે ! અત્યારે જે દુઃખના દહાડા જણાય છે, તે ભવિષ્યમાં ઘણા કીમતી અને સુખનાં કારણરૂપ સમજાશે. ઉનાળાના દહાડામાં ગરમી સહન નથી થતી પણ તે જ ગરમી ચોમાસાના વરસાદનું કારણ છે. તેથી જ બારે માસના ખોરાકને યોગ્ય અનાજ પાકે છે. તેમ સત્સંગના વિયોગે જે વૈરાગ્યભાવના વધે, તે પરમકૃપાળુદેવની કૃપા થવાની નિશાની છેજી. માટે વિપરીત સંયોગોમાં વસવું થાય ત્યાં સુધી ધીરજ, સમતા, સહનશીલતા, શાંતિ આદિ ગુણો તમારામાં છે, તે વર્ધમાન પામે તો તે જ સમાધિમરણ વખતે ખરા મિત્રો સમાન છેજી. (બો-૩, પૃ.૪૮૨, આંક ૫૧૩) T સર્વ કાળમાં સત્સંગ જેવી આત્માને ઉપકારક કોઇ ચીજ નથી. તેમાં પણ આ હુંડાવસર્પિણી દુષમકાળમાં અનાર્ય યુદ્ધના પ્રસંગમાં તો સત્સંગનું પરમ હિતકારીપણું પ્રત્યક્ષ, સહજ વિચારે સમજાય તેમ છેજી. તેવા સત્સંગનો વિયોગ રહે તેવા કર્મનો ઉદય હોય, તેવા પ્રસંગે ચિત્તમાં વૈરાગ્યભાવનાની વૃદ્ધિ કરી, સર્વ કાર્યમાં ઉદાસીનપણે પ્રવર્તવા સત્સંગયોગની ભાવના, સ્મૃતિ જાગ્રત રાખવાની જરૂર છેજી. સાસ્ત્રનું વાંચન, નિત્યનિયમમાં ઉલ્લાસભાવ, સવિચાર તથા સદાચરણ એ ઉપકારક જાણી, ત્યાં સત્સંગના વિયોગે પણ સેવતા રહી, સત્સંગભાવના વર્ધમાન થાય, તેમ પ્રવર્તવામાં આત્મહિત છે. (બો-૩, પૃ.૩૪૨, આંક ૩૬૩) T સત્સંગના વિયોગમાં જીવનાં પરિણામ શિથિલ થવા સંભવ છેછે. તેથી કામકાજ આઘાપાછાં કરીને પણ, સત્સંગનો જોગ ત્યાં જે હોય, તેનો લાભ લેવા ચૂકવું નહીં. જ્યાં પરમકૃપાળુદેવનાં વચનામૃતો સાંભળવા મળે, તેની ચર્ચા થાય, મહાપુરુષના ઉપકારની સ્મૃતિ થાય, ધર્મધ્યાનમાં પ્રવર્તવાનું પ્રોત્સાહન (પ્રેરણા) મળે તેવાં સ્થાનોમાં ચાહીને, મુશ્કેલી વેઠીને પણ જવું, તેમાં બનતો ભાગ લેવો, કંઇ ન બને તો બેઠાં-બેઠાં સાંભળ્યા કરવું. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, ભજનમાં વર્તતાં મુમુક્ષુ ભાઈબહેનોને અનુમોદન દેવાથી પણ ધર્મધ્યાન થાય છે. મનુષ્યભવ છે ત્યાં સુધી આ લહાવો લઈ શકાશે. (બી-૩, પૃ.૪૭૧, આંક ૪૯૯) T સત્સંગના અભાવે ખેદ થવો સ્વાભાવિક છે; પરંતુ તે ખેદને વૈરાગ્યમાં પલટાવી, આ જુવે ઘણો સપુરુષાર્થ આદરવાની જરૂર છે, પૂર્વપુણ્યની ઊણપ હોય અને તેની જરૂર સ્પષ્ટ સમજાય ત્યારે તો વિશેષ આરાધનાનો ક્રમ સેવવો યોગ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy