SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૧) D સ્મરણમંત્રની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે; એટલું જ નહીં; પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે, જાણે સદ્ગુરુ સમીપ જ છે એમ ગણી, એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું. (બો-૩, પૃ.૧૦૩, આંક ૯૪). | હાથે-પગે કામ કરવાનું થાય છે, મન પરમકૃપાળુદેવ પ્રત્યે રાખવા યોગ્ય છેજી. મંત્રસ્મરણનો અભ્યાસ પણ વધારવા યોગ્ય છેજી, કારણ કે આખરે તે જ એક આધારરૂપ છે. (બો-૩, પૃ.૬૮૨, આંક ૮૧૮) કર્મને કોઇની શરમ નથી. મહાત્મા હોય પણ જો સંસારી ભાવનામાં ચિત્ત જાય તો તેને પણ કર્મ બંધાય, તો આપણે શા હિસાબમાં? માટે મનને નવરું ન રાખવું; વાંચવા, વિચારવા કે ગોખવામાં તેને જોડી રાખવું. કંઈ ન બને તો મંત્રસ્મરણ તેલની ધાર પેઠે અતૂટ રહ્યા કરે તેવો પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તો કંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિકતા જોઈતી, નથી બળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઇતી કે નથી ધન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ધગશ લાગવી જોઇએ, કે આ કેદખાનામાં - હાડકાં, ચામડાં, મળમૂત્રની કોઠીમાં જીવ પુરાયો છે, તે ફરીથી આવા ભવ લેવા ન પડે તે અર્થે સદ્ગુરુશરણે, તેણે જણાવેલો મંત્ર કંઈ પણ ઇચ્છા રાખ્યા વિના, આત્માર્થે આરાધે તો પોતાનું અને પોતાના સંસર્ગમાં આવતા ઘણા જીવોનું કલ્યાણ કરવા સમર્થ થાય, તેવો ઉત્તમ મંત્ર પૂર્વના પુણ્ય અને પરમકૃપાળુદેવની કૃપાથી મળ્યો છે, તેનું રોજ વધતું જતું માહાભ્ય ર્દયમાં રહ્યા કરે તો જગતનાં દુઃખ તેને કંઈ પણ ન જણાય. માથા ઉપર સગડી કરી અંગારા ભર્યા તોપણ જેને કંઈ ન થયું, ન આવ્યો ક્રોધ કે ન લાગ્યો મરણનો ડર, પણ એક મોક્ષની અભિલાષા વિશેષ પ્રદીપ્ત બની અને અંગારા ભરનારનો ઉપકાર સમજાયો, મોક્ષની પાઘડી માથે બંધાવી એમ માન્યું; એવા શ્રી ગજસુકુમારનું દ્રષ્ટાંત જેમણે સાંભળ્યું હોય, તેમણે હવે શું કરવું? એ વિચારવાનું કામ તમને સોંપું છું. (બો-૩, પૃ.૪૭૬, આંક ૫૦૩) | વેદનાના અવસરમાં માત્ર એક સ્મરણમાં વૃત્તિ રાખી, સર્વ સંસારી વ્યવહારના પ્રસંગો ભૂલી જઈ, માત્ર એક સ્મરણનો અભ્યાસ નિરંતર કરવા યોગ્ય છેજી. સ્મરણ છે, તે માત્ર પરમકૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે, માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે). (બો-૩, પૃ.૭૬૮, આંક ૯૭૭) T સર્વ અવસ્થામાં, શુચિ-અરુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે, એમ પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથીજી. (બો-૩, પૃ.૩૨૬, આંક ૩૧૮) D “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” આ વાક્ય પુષ્પમાળામાં છે. તે વિચારી, હવે અનાદિકાળનું પરિભ્રમણ કેમ ટળે? એ વિચારી, સત્પરુષે આપેલ સાધન સ્મરણમંત્રની વિશેષ ઉપાસના કર્તવ્ય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy