SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૯૦ T દરેકે પોતે પોતાને માટે પરિણામ તપાસી, કર્મચોર લૂંટતા અટકે તેવી જાગૃતિ રાખવાની જરૂર છેજી. જગતના ભાવોમાં મન ફરતું રહેશે, તો આર્તધ્યાનથી નહીં બચાય એ સાવ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. માટે બહારની મદદ મળે તો ઠીક, નહીં તો દરેક વિચારવાન જીવે પોતાના આત્માને માટે કંઇ નહીં તો મંત્રનું સ્મરણ તો જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શોક ભૂલીને ધર્મને સંભારે. (બી-૩, પૃ.૧૪૬, આંક ૧૪૬) D અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર, આ કળિકાળમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે, તે આપણાં મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઇ સાંકળ કે દોરડું આવી જાય તો તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુધી અવલંબનરૂપ છે. સપુરુષનું એક પણ વચન જો દયમાં પરમ પ્રેમથી ધારણ થાય તો આ મનુષ્યજન્મ સફળ થઈ જાય અને જીવની ગતિ સુધરી જાય, એવું તેનું માહાત્મ છે. લૌકિક બોલની પેઠે સામાન્ય કરી નાખવા જેવું નથી. અલૌકિકષ્ટિથી તેના ઉપર પ્રેમ કર્તવ્ય છે. એવાં આપણાં ક્યાંથી ભાગ્ય હોય કે મરણ વખતે તે મહામંત્રનો બોલ આપણાં કાનમાં પડે ! જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ને સ્મરણમાં જ ચિત્ત રાખવું. જગતનાં સગાંવહાલાં, ધન, વસ્ત્ર, ધર, ખેતર બધાં અહીં પડી રહેવાના છે. તેમાં ચિત્ત રાખવા યોગ્ય નથી. (બી-૩, પૃ.૭૦, આંક ૫૯) D મંત્રનું બને તેટલું રટણ કર્યા કરવા યોગ્ય છેજી. જાતે ન બોલાય તો કોઈ પાસે હોય અને મંત્ર બોલતું હોય તેમાં ચિત્ત રાખવું ઘટે છેજી, કોઇ કૂવામાં પડેલાને દોરડું હાથમાં આવી જાય તો તે ડૂબે નહીં, તેમ જેટલો કાળ મરણમાં ચિત્ત દેવાશે, તેટલો કાળ સત્પષની આજ્ઞામાં જવાથી તરવાનું કારણ બને છે. જ્યાં સુધી જાગતાં હોઇએ, ત્યાં સુધી સ્મરણ કરવાનું ચૂકવું નહીં આપણને મરણ વખતે કોઈ ભગવાનનું નામ, તેની ભક્તિ, તેની આજ્ઞારૂપ મંત્ર સંભળાવે તો કેવું સારું એમ રહ્યા કરે છે, તો તેવો જોગ બીજાને પણ બનાવવામાં આપણું હિત છેજી. (બી-૩, પૃ.૧૮૩, આંક ૧૮૭) D એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે, તેનો બને તેટલો લાભ, આ ભવમાં લૂંટૅલૂંટ લઈ લેવાનો છેજી, (બી-૩, પૃ.૭૪૭, આંક ૯૨૪) ID આપણને મંત્ર મળ્યો છે, તે જેવો-તેવો નથી; માટે મંત્રનું રટણ વિશેષ રહ્યા કરે તેમ કર્તવ્ય છેજી. મંત્રમાં મન રહે તો બીજે ન ભટકે, તે અજમાવી જોવા યોગ્ય છે. હરતાં-ફરતાં સ્મરણ કરવાની ટેવ પાડી મૂકી હોય તો મરણ વખતે તે યાદ આવે અને સમાધિમરણ થાય. (બો-૩, પૃ.૭૪૯, આંક ૯૨૯) D સપુરુષાર્થ કર્તવ્ય છેજી. મરણની ટેવ મિનિટ-બે મિનિટના અવકાશમાં પણ રાખવા ભલામણ છેજી. (બી-૩, પૃ.૭૩૮, આંક ૯૦૫)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy