SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૭૫) T કોઈ જીવો કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કોઈ જીવો મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. ‘પણ મુનિ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રને આરાધે છે' એવા ભાવથી ભક્તિ કરે, તે સાચી ભક્તિ છે. ગુરુમાં શીલ, તપ, દયા આદિ ભાવ દેખી ભક્તિ કરે છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્રને જીવ જાણતો નથી, તેથી તેને મિથ્યાવૃષ્ટિ કહ્યો છે. (બો-૧, પૃ.૧૬૧, આંક ૩૧) D જગતમાં બીજી વાતો સાંભળવા મળે પણ ભક્તિની વાત, શાસ્ત્રની વાત સાંભળવા મળતી નથી. ભક્તિનું માહાત્ય સમજાય તો ભક્તિ આવે. ભક્તિ કરે તો પુણ્ય બાંધે અને પુણ્ય બાંધે તો મનવાંછિત ફળ મળે. જે જે ઇછે, તે તે મળે. ભક્તિને કલ્પવૃક્ષ જેવી સમજો. ભક્તિ હોય તો મુક્તિ થાય, મુક્તિને તાણી લાવે. મુક્તિ પરાણે મળે. “ભજીને ભગવંત ભવંત લહો.' સ્વરૂપ પ્રગટયા વિના તો મોક્ષ થાય નહીં. ભક્તિથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. સંસારથી બળ્યો-જળ્યો ભક્તિમાં બેસે તો ઠરે. ભગવાનની ભક્તિમાં રસ હોય તો અશુભકર્મ રસ આપ્યા વિના ચાલ્યાં જાય; સંસારનો રાગ છૂટી સમભાવ થાય. ભક્તિથી ભગવાનના નિઃસ્પૃહભાવ સમજાય છે. ભક્તિ કરી કશું ઇચ્છવા જેવું નથી. વગર ઇચ્છાએ મળે છે. ભક્તિમાં રહે તો અધોગતિમાં ન જાય. ભગવાનની ભક્તિ એ ભગવાન થવાનું કારણ છે. અશુભ છોડી શુભભાવમાં આવે તો પછી શુદ્ધભાવમાં અવાય. (બો-૧, પૃ.૨૫૨, આંક ૧૪૭) D પ્રશ્ન : અહીં “એ ગુણ વીર તણો ન વિસારું' ને બદલે “એ ગુણ રાજ તણો ન વિસારું'' એમ કેમ બોલાય છે? પૂજ્યશ્રી : જેની ભક્તિ કરતા ઉલ્લાસ આવે, તેનું નામ લેવું. લોકોને દેખાડવા ભક્તિ નથી કરવી, આત્મહિત માટે કરવી છે. સમજ સમજમાં પણ કેટલાય ફેર છે. મહાવીર, મહાવીર એમ બધા કહે, પણ મહાવીરને ઓળખનારા વિરલા છે. ગુરુભક્તિ એ જ સર્વોત્કૃષ્ટ છે. પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન.' (બો-૧, પૃ.૯૩) T સપુરુષની ઓળખાણ દુર્લભ છે. પુરુષ દેહથી ભિન્ન આત્મા છે. આત્માની ઓળખાણ વિના સપુરુષની યથાર્થ ઓળખાણ થતી નથી. તેને માટે જ ભક્તિ, સદ્ગુરુની ભક્તિ કહી છે. ભક્તિ કોઈ અપૂર્વ ચીજ છે, તે દ્વારા “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ વૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !'' (૪૯૩). (બો-૩, પૃ.૧૬૮, આંક ૧૭૧) T સપુરુષનું હૃદય ભક્તિથી ઓળખાય છે અને તેવી ભક્તિનું સદ્ભાગ્ય પ્રાપ્ત થવું, તે મનુષ્યભવની સફળતાનું કારણ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy