SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ વૈરાગ્ય અને ભક્તિમાં ઝાઝો ફેર નથી. સત્પુરુષની કે આત્માની ભક્તિ, તેમાં ને તેમાં વૃત્તિની રમણતા રહેતી હોય તો સ્વાભાવિક રીતે સંસારની વિસ્મૃતિ થાય છે. તે વિસ્મૃતિ, અલ્પ મહત્તા તે વૈરાગ્ય; અને પરમપુરુષમાં તન્મયતા તે ભક્તિ. (બો-૩, પૃ.૨૧૪, આંક ૨૧૧) — મહાપુરુષોનાં વચનોમાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષોમાં જોડાવું, લીન થવું તે ભક્તિ. જેમ જેમ જ્ઞાનીપુરુષની ઓળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. (બો-૧, પૃ.૩૪૦, આંક ૧૧) થવા, કાંતન, ચિંતવન, વન, વંદન. ધ્યાન | ઘુતા, સમતા, તા. નવા મન પ્રમા ... [] ૧. શ્રવણ : સદ્ગુરુનાં વચનો સાંભળવાં, વાંચવા - કોમળ પરિણામ સહિત. માહાત્મ્ય જેનું ૫૨મ છે, એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં તલ્લીનતા, તે આસ્થા. ૨. કીર્તન : સત્પુરુષના ગુણગ્રામ કરવા. સ્તુતિ, મંત્રનો ઉચ્ચાર, ગોખવું, ઉતાવળે ફેરવી જવું, કોઇને કહી બતાવવું. ૩. ચિંતવન : જે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, મુખપાઠે કર્યું હોય, ઉતાવળે સાદે ફેરવી જતા હોઇએ, સ્તુતિ કરતા હોઇએ - તેના અર્થનો વિચાર કરવો; ન સમજાય તે પૂછયું હોય - તેની સ્મૃતિ કરી, હવે સમજાયું કે હજી શંકા રહે છે એનો વિચાર કરવો. ૪. સેવન : ભાવના, બાર ભાવના વગેરે વારંવાર વિચારી આપણા ભાવ, જે ચિંતવનથી આત્મહિતનો નિર્ણય થયો હોય તે રૂપ રહ્યા કરે એવો અભ્યાસ પાડવો. જેમ માળામાં ચકલી ઇંડા ઉપર બેસી રહે છે અને બચ્ચું થતાં સુધી ઇંડું સેવે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છેજી. ૫. વંદન : સંસારભાવમાંથી વૃત્તિ વાળીને સદ્ગુરુચરણે રાખવાનો પુરુષાર્થ; ‘‘એક વાર પ્રભુવંદના (પ્રભુને ઓળખીને) આગમ રીતે થાય.' "इवि नमुवारी जिनवरवसहस बदमास, संसारसागराओं तारं नरं व नारी वा ।" ૬. ધ્યાન : આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન, શુક્લધ્યાનનો પુરુષાર્થ, એક સદ્ગુરુચરણે ચિત્તને બાંધવું, સંસારને ભૂલી જવો. ૭. લધુતા : ‘‘અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય.'' મારું કંઇ નથી. સર્વ દોષ મારામાં છે. માટે મને ગમે તે હલકાં, અયોગ્ય વચન કહે, નિંદે તો તેવાં કર્મ કરેલાં, માટે તેને લાયક જ હું છું. મારે કોઇને શત્રુ માનવો નથી. બધા ભલા છે એમ જોવું. બધા આત્મા છે, તેમનું ભલું થાઓ એમ ગણવું. ૮. સમતા : આમ કરવાથી રાગ-દ્વેષ ન થાય એટલે સમતા આવે. એ જ તરવાનું સત્સાધન છે, પ્રભુતા પામવાનો માર્ગ છે. ૯. એકતા : સમતા, ક્ષમા, શાંતિ સેવતાં ભગવાન જેવું જ પોતાનું સ્વરૂપ પ્રગટે. અસંગપણું એ જ એકતા છે. એ પરાભક્તિ છેજી. (બો-૩, પૃ.૪૩૪, આંક ૪૫૩)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy