SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭) દેખાવોથી ભૂલતો આવ્યો છે, તે ભૂલ - દેખતભૂલી ટાળવાનો અવસર આવ્યો છે, તેને પ્રસંગે હવે પાછા ન હઠવું. તેમાં પાછા તન્મય ન બની જવું. ભાવનાબોધ, સમાધિસોપાન, મોક્ષમાળા, પ્રવેશિકા વગેરે વૈરાગ્યપોષક ગ્રંથો વારંવાર વાંચી, તેમાંથી અભ્યાસ કરવા યોગ્ય, ભાવના ભાવવા યોગ્ય વચનો જીભને ટેરવે રહ્યા કરે, એમ પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. (બો-૩, પૃ.૭૨૫, આંક ૮૮૪) T સત્પષના યોગે જીવને સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેનું આરાધન અહોરાત્ર જીવ કરે તો દુસ્તર સંસાર, ગાયની ખરીથી થયેલા ખાડામાં - પગલામાં રહેલા પાણી જેવો સુગમ થઇ જાય છે. હવે જીવે પોતે, લોકલાજ મૂકીને પુરુષાર્થ કરવો ઘટે છેજી. “અબ તો મેરે રાજ રાજ, દૂસરા ન કોઇ; સાધુ-સંગ બૈઠ બેઠ, લોકલાજ ખોઈ.'' એવા ભાવ, અનન્ય આશ્રયભક્તિના, કરતા રહેવા ભલામણ છેજી. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, પૂર્વ કર્મનાં જડિયાં.” પરમકૃપાળુદેવની કૃપા કંઈક સત્યમાર્ગમાં આગળ વધારવાની હશે એવો વિશ્વાસ રાખી, હાલ તો આર્તધ્યાન તજી, ધર્મધ્યાન માટે બને તેટલો પુરુષાર્થ કરતા રહેવાની જરૂર છે. સદાય સૂર્ય ઉપર વાદળ આવેલું રહેતું નથી તેમ અંતરાયકર્મ પણ કાળે કરીને દૂર કે મંદ થતાં, વિશેષ પ્રકાશની પ્રાપ્તિ થવી ઘટે છે). (બો-૩, પૃ.૫૦૭, આંક ૫૪૮) D પૂ. .... પ્રથમ ભાવોની વાત જણાવે છે તે વિષે જણાવવાનું કે દૂધ ઉકાળે ચઢે ત્યારે થોડા દૂધથી તપેલી ભરાઈ ગઈ લાગે, પછી હલાવતાં ઊભરણ ઊતરી જાય તેથી કંઈ દૂધ ઓછું થઈ ગયું ગણવા યોગ્ય નથી, પણ સંઘટ્ટ દૂધ થયું ગણવા યોગ્ય છે; તેમ અવ્યવસ્થિત, મૂંઝવણદશામાં થતો પુરુષાર્થ વિશેષ લાગે, પણ વ્યવસ્થિતદશામાં થતા પુરુષાર્થથી તે ચઢી જાય તેવો ગણવા યોગ્ય નથી. સારું-ખોટું કાર્ય કે ભાવોની પરીક્ષા પોતાની વિચારદશા પ્રમાણે થઈ શકે છે. માટે તે દશા માટે યોગ્યતા પ્રાપ્ત કરવા પુરુષાર્થ કર્તવ્ય છેજ. તેને અર્થે સત્સંગ, સલ્ફાસ્ત્રરૂપ સાધન છે. (બી-૩, પૃ.૩૧૦, આંક ૨૯૬) U જ્યાં સુધી એકલા છો ત્યાં સુધી વાંચન, વિચાર, ભક્તિ ભાવપૂર્વક સારી રીતે થઇ શકશે. પછી તો જેવું પ્રારબ્ધ માર્ગ આપે તે પ્રમાણે બચતા વખતમાં કંઈ થાય તેટલું કરતા રહેવાનો નિશ્ચય કરી રાખશો તો બનશે. જેવાં નિમિત્ત બને છે તેવા ભાવ થાય છે, માટે સારાં નિમિત્ત બનાવવાનો પુરુષાર્થ કરવો. ક્લેશનાં કારણો કુશળતાથી દૂર કરવા ઘટે છે. (બો-૩, પૃ.૭૮૫, આંક ૧૦૦૨) D આવા પ્રસંગો અનાદિકાળના પરિભ્રમણમાં જીવને ઘણી વાર બન્યા છે અને તેથી છૂટવાની તેણે ઇચ્છા પણ કરી છે, પણ તેવા પ્રસંગોથી ભરેલા, એવા આ સંસારમાં ફરી જન્મવું જ ન પડે તેવો પુરુષાર્થ, તેણે એક લયે આદર્યો નથી. આ ભવમાં હવે સંસારનાં કારણો વિચારી, તેની નિવૃત્તિના ઉપાયમાં શક્તિ છુપાવ્યા વિના, વિકટ પુરુષાર્થ આદરવા યોગ્ય છેજી. પોતાની સમજણની ભૂલ છે તે પરમકૃપાળુદેવની કૃપાથી દૂર થવા યોગ્ય અવસર આવ્યો છે, તેનો બને તેટલો લાભ લઇ, સ્વરૂપ સમજી, તેમાં શમાવા જેટલો પુરુષાર્થ કર્તવ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy