SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬૬ ) પૂર્ણ પરમપદ સાધવા, કરું અનેક ઉપાય; ગુરુ શરણે સૌ સફળ હો, બોધિ-સમાધિ સહાય. સત્સંગના વિયોગે જીવે વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છે; નહીં તો સત્સંગયોગે જે દશા જીવની સુધરી હોય, તે મંદ બની, પાછી દેહાદિની કાળજી કરતો જીવ થઈ જાય, એ સ્વાભાવિક છે. માટે પરમકૃપાળુદેવનાં વચનો વિચારી, જે કંઈ જાગૃતિ તે વચનો દ્વારા પ્રાપ્ત થાય, તેનું વારંવાર સ્મરણ રાખી, ઉદાસીનદશા વર્ધમાન થાય અને માથે મરણ ઝઝૂમી રહ્યું છે તેની તૈયારી કરવા, સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસિત પરિણામ રહ્યા કરે, તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૬૮૦, આંક ૮૧૭) D પત્રમાં જે ભાવના લખો છો તે તાત્કાલિક ન રહે અને તેવા ભાવો રહ્યા કરે તો જીવનું કલ્યાણ ઘણી ત્વરાથી થવા યોગ્ય છેજી. ગુજરાતીઓને આરંભશૂરા કહે છે, તેમ શરૂઆતમાં ભાવનો ભડકો થઈ પછી ઓલવાઈ જાય અને પાછળ અસર ન રહે, તેમ કર્તવ્ય નથીજી. વારંવાર પરમકૃપાળુદેવને શરણે પ.પૂ. પ્રભુશ્રીજીનો સાંભળેલો બોધ પરિણામ પામે અને કષાય મંદ પડે તેવો પુરુષાર્થ કર્તવ્ય છેજી. સત્સંગના વિયોગે તે પુરુષાર્થ પ્રગટવો દુર્લભ છે; છતાં સત્સંગની ભાવના રાખી, પરમકૃપાળુદેવનાં વચનો પ્રત્યક્ષ સત્પરુષતુલ્ય સમજી, તેનું આરાધન બળપૂર્વક કરવું ઘટે છેજી. સમકિતના કારણરૂપ છ પદના વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે. આત્મા છે, તે નિત્ય છે, પોતાનાં કર્મોનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે – એ Æયમાં વૃઢ થઈ જાય, તે રૂપ પોતાનું સ્વરૂપ ભાસે તો જીવને સમ્યકત્વ દૂર નથી; પણ સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સમજાય છે, પરમ નિશ્રયરૂપ જણાય છે. એ દિશામાં પુરુષાર્થ કરેલો અલેખે નહીં જાય. તેમાં મુખ્ય તો વૈરાગ્ય-ઉપશમની જરૂર છે. તે વધે તેવું વાંચન, વાતચીત, બાર ભાવનાઓ, સમાધિસોપાન, મોક્ષમાળા વગેરેમાંથી વાંચી-વિચારી જીવને અધિકારી, યોગ્યતાવાળો બનાવવાના સપુરુષાર્થમાં રહેવા સર્વ ભાઈબહેનોને ભલામણ છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બની શકશે, પછી કંઈ ધર્મની અનુકૂળતા આવી મળવાની નથી માટે પ્રમાદ ઓછો કરી, સ્વચ્છંદ મંદ કરી જ્ઞાનીની આજ્ઞાએ કલ્યાણ છે એવી દૃઢતા કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૮, આંક ૬૮૩) D આપનું ભવભયની લાગણીવાળું કાર્ડ વાંચ્યું. તે ભાવો પત્ર લખતી વખતે જ નહીં પણ હરઘડીએ જો ટકાવી રાખશો, “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો ?' એમ પરમકૃપાળુદેવે દર્શાવેલો ભાવ હૃયમાં નિરંતર રાખશો તો ભાર નથી કે વિષય-કપાય તમને સતાવે; પરંતુ જીવ પત્ર આદિ લખતાં સારા ભાવમાં ક્ષણવાર આવે છે પણ તેનો અભ્યાસ કરી, કસોટીના પ્રસંગમાં, મરણને સમક્ષ જોતા રહેવાની ટેવ પાડતો નથી. તેથી નિમિત્તને વશ થઈ અમુમુક્ષુપણે વર્તે છે, પછી પસ્તાય છે. માટે અગમચેતી રાખવાનો પુરુષાર્થ, સારા ભાવોનો અભ્યાસ પાડી મૂકવો, એ જ છે. તેમાં પાછા ન પડો. નાશવંત વસ્તુઓને નાશવંત જોવાની ટેવ પાડો. બંધનકારક પ્રસંગોને પ્રાણાંતે પણ સુંદર ન દેખો. જગતની મોહક વસ્તુઓ મૂંઝાવનારી છે - તે વાતની વિસ્મૃતિ ન થવા દો. આ જીવ અનાદિકાળથી બાહ્ય
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy