SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) કર્મ પૂર્વે બાંધ્યાં છે, તે અત્યારે દેખાય છે; તે ન ગમતાં હોય તો તેવાં ફરી ન બંધાય, તેવી કાળજી રાખી ધીરજ, સહનશીલતા અને સમભાવ રાખી ખમી લેવાં, તે છૂટવાનો રસ્તો - મોક્ષમાર્ગ છે.જી. હાયવોય, આકુળ-વ્યાકુળ ચિત્ત કરીએ તોપણ ઉદયમાં આવેલાં કર્મો ફળ આપ્યા વિના જવાનાં નથી, તો શૂરવીર થઇ સામે મોઢે શત્રુ સાથે લડી, તેનો નાશ કરે તેમ, ગભરાયા વિના સહન કરવાનું બળ રાખવામાં લાભ છે. (બી-૩, પૃ. ૨૫૧, આંક ૨૪૫) સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ; સભ્યશ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. માંદગીના વખતમાં આર્તધ્યાન એટલે “હું દુઃખી છું, હું દુઃખી છું' એવા ભાવનો પ્રવાહ થયા ન કરે તેવી કાળજી રાખવાની જરૂર છેજી; કારણ કે અશાતાવેદનીયનો પ્રસંગ એવા જ પ્રકારનો છે અને શરીરમાં જ વૃત્તિ રહ્યા કરે, વારંવાર વેદનામાં ધ્યાન ખેંચાયા કરે, તે વખતે જે કાળજી રાખીને લક્ષપૂર્વક સત્સાધનમાં વૃત્તિ ન રાખી, તો હમણાં જે પીડા ગમતી નથી તેવી કે તેથી આકરી વેદના ભોગવવી પડે તેવાં કર્મ બંધાવાનું નિમિત્ત વર્તમાન વેદના છેજી. પણ જો સાવધાની રાખી, સત્સાધનમાં વારંવાર ચિત્ત જોડવાનો પ્રયત્ન કરી, તેવી ટેવ પાડવાના પુરુષાર્થ જીવ આદરે તો અત્યારે અશુભકર્મ ન બંધાય અને વેદના ગયે પણ તે ટેવ કાયમ ટકી રહે તો આખી જિંદગી સુધી લાભ થાય તેવું કામ આ વેદનાના પ્રસંગે બની આવે તેમ છે). સપુરુષનાં વચનો, સપુરુષની દશા, તેમણે આપેલું સ્મરણ, ભક્તિ, વૈરાગ્ય, સવિચાર તથા સદ્ધાંચનનું શ્રવણ આદિ શુભ નિમિત્તોમાં ચિત્ત પરોવાય અને આર્તધ્યાન ન થાય, તેવી ભાવનામાં રહેવા ભલામણ છે). (બી-૩, પૃ.૩૧૧, આંક ૨૯૭) ઝુકાવ્યું ભક્તિમાં જેણે, દુ:ખો કાપ્યાં બધાં તેણે, કૃપાળુની કૃપા સાચી, ગણે તે ધન્ય, અયાચી. ભલે આવે દુઃખો ભારે, પ્રસાદી તેની વિચારે, જવાનું તે જશે, હું તો - અમર આત્મા સદા છું જો. “શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા યોગ્ય છે.'' (૪૬) એ પત્ર વારંવાર વિચારવા વિનંતી છેજી. આર્તધ્યાન કોઈ પ્રકારે ન થાય તે મુમુક્ષુજીવો સંભાળે છે. જેટલી સહનશીલતા વિશેષ અને જેટલો ઉપયોગ પરમકૃપાળુદેવના સ્વરૂપમાં - મંત્રમાં રહેશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જાણી, આ કર્મ સમાધિમરણનો પાઠ આપવા પૂર્વતૈયારી કરાવવા આવ્યું છે એમ જાણી, ગભરાયા વિના ધર્મધ્યાનમાં વૃત્તિ રહે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૬૦૯, આંક ૭૦૩) T ઓપરેશન કરાવ્યું તે જાણ્યું. મુમુક્ષજીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા યોગ્ય નથી. હું દુઃખી છું, હું દુઃખી છું – એવું આર્તધ્યાન કરવું ઘટે નહીં. ““શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યફપ્રકારે અહિયાસવા (સહન કરવા) યોગ્ય છે.'' (૪૬૦) એમ પરમકૃપાળુદેવની શિખામણ છે તે વારંવાર લક્ષમાં લેવી; અને નરકનાં દુઃખ આગળ કે મરણ વખતના દુઃખ આગળ અત્યારની વેદના કંઈ હિસાબમાં નથી, એમ વિચારી ખમી ખૂંદવું. મંત્રમાં ચિત્ત રાખવું.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy