SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪ એવો ક્યારે વખત આવશે કે પરમકૃપાળુદેવ, તેનાં વચન અને ઉપકાર, ક્ષણ પણ વીસરાય નહીં ? અને આ જોગ જે બન્યો છે તે, તે મહાપુરુષની અનંત કૃપાથી બન્યો છે, તેના આધારે આ વેદનીનો કાળ પણ અસહ્ય લાગતો નથી. જે થાય તે ભલું માનવામાં આવે એવી વૃત્તિ રાખવી, તેમ છતાં સત્સંગ, સન્શાસ્ત્ર, સદ્વર્તન પ્રત્યે દિવસે-દિવસે ભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. આ રોગ ન હોત તો આ ભવનાં છેલ્લાં વર્ષો વિશેષ આત્મહિત થાય તેમ હું ગાળી શકત પણ પૂર્વે બાંધેલાં કર્મો આડે આવ્યાં તો સમભાવે તે ભોગવી લેવાથી પૂર્વનું દેવું પડે છે; એ પણ એક પ્રકારની સમાધિ છે એમ માની, સંતોષને પોષવા યોગ્ય છેજી. ક્યાંય વૃત્તિ પ્રતિબંધ ન પામે (અમુક વગર ન જ ચાલે એવું ન થાય), નિત્યનિયમના પાઠ મુખપાઠ થયા છે તેમાંની કડીઓના વિચારમાં મન રોકાય, ક્યારેક છ પદના વિચારમાં, ક્યારેક ‘તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો.'' (૧૪૩) આદિ વાક્યોની ભાવનામાં વૃત્તિ રહે; એમ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ધર્મધ્યાનમાં રાતદિવસ જાય તેમ કર્તવ્ય છેજી. લખી આપેલા પત્રોમાં ચિત્ત ન ચોંટે તો જે મુખપાઠ કરેલ હોય તેમાં મન રાખવું કે મંત્રના સ્મરણમાં મન જોડેલું રાખવું, પણ શરીર અને શરીરના ફેરફારોમાં જતું મન રોકવું. ભવિષ્યની ફિકર નહીં કરતાં વર્તમાનમાં મળેલી નરભવની બાજી હારી ન જવાય તે લક્ષ રાખી, જે થાય તે જોયા કરવું, પણ હર્ષ-શોકમાં ન તણાવું; આમ વર્તવાનો પુરુષાર્થ સમાધિમરણનું કારણ છે જી. (બો-૩, પૃ.૬૪૦, આંક ૭૫૬) | આપનો પત્ર મળ્યો. પરમકૃપાળુદેવનાં વચનો જે વાંચ્યા હોય, તેનો વારંવાર વિચાર કરવાથી વેદનાના વખતમાં ઘણી ધીરજ રહેવા સંભવ છેછે. પરભવમાં જીવે જેવું વાવ્યું છે, આંટા માર્યા છે તેવા આંટા આ ભવમાં ઊકલતા જણાય છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા સહિત, તેના ચરણોમાં ચિત્ત રાખી વેદના ખમી ખૂંદવાનું જેટલું બનશે તેટલી સમાધિમરણની તૈયારી કરીએ છીએ, એ ભાવના વૃઢ કરવા યોગ્ય છેજી. ચિત્તને જ્ઞાની પુરુષનાં વચનમાં રોકવું; તે જ પ્રિય લાગે, સંસાર, શરીર અને ભોગ પ્રત્યે ઉદાસીનતા રહે, શાતાનું માહાભ્ય મનમાં રહ્યા ન કરે, જે થાય તે ભલું માનવામાં આવે એવા અભ્યાસમાં મનને રાખવાથી ક્લેશ નહીં જન્મે; આનંદ રહેશે. (બી-૩, પૃ.૬૫૩, આંક ૭૭૨) I વેદનામાં ચિત્ત રહે અને હું દુઃખી છું, હું દુઃખી છું, મને દુઃખ થાય છે, બળ્યું ક્યારે મટશે?' આવા વિચારે આર્તધ્યાન થાય છે. તે વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચગતિ એટલે ઢોર-પશુ, કાગડા-કૂતરાના ભવમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવવા પડે, માટે જ્ઞાની પુરુષોએ જણાવેલી બાર ભાવના કે સોળ ભાવનામાં (તીર્થકરપદ પ્રાપ્ત કરાવે તેવી) ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે એમ કહ્યું છે, તે આત્મહિતને પોષનાર છેજી. આપણને દુઃખમાંથી બચાવી, ધર્મનાં ફળ, જે આત્મકલ્યાણરૂપ છે, તે માટે મહાપુરુષોએ જે ઉપદેશ કર્યો છે, તે આવા વખતે અત્યંત ઉપયોગી છે. માટે પ્રમાદ છોડી સ્મરણ, ભક્તિ, સન્શાસ્ત્રનું વાંચન, સવિચાર, ભણવા-ગોખવામાં ચિત્તને રોક્યાથી દેહદુઃખ બહુ જણાશે નહીં, તેમ જ આત્મશાંતિ ભણી વૃત્તિ વળશે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy