SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૯) વખત મળે અહીં આવી જવાનું કરશો તો તે સંબંધી રૂબરૂમાં જણાવવા જેવું લાગશે તે જણાવાશે તથા શોકની મંદતા થવા સંભવ છેછે. તેવો યોગ હાલ ન જણાતો હોય તો પૂ. .... સાથે એકાદ કલાક વાંચન-વિચારનો રાખશો. મૂંઝવણના પ્રસંગમાં કોઇની સાથે દિલ ખોલીને વાત થાય, તેવા મુમુક્ષુનો સંગ ઉપકારી છે, કારણ કે માત્ર પોતાની મૂંઝવણ જણાવવાથી પણ, તે ચિંતા અડધી થઇ જાય છે અને દિલાસાનો જોગ મળે તો તેમાં ઘણી મંદતા આવી, પરમાર્થ પ્રત્યે જીવની વૃત્તિ વિશેષ બળથી વળે છેજી. (બી-૩, પૃ.૬૪૨, આંક ૭૫૯). D ફ્લેશકારી પત્નીના વિયોગથી શાંતિ લેવાનું ભૂલી, બીજી ઉપાધિ વધારે, તે વિચારવાન ન કહેવાય. સમાધિમરણ સિવાય બીજા વિચારો આત્મઘાતક છે એમ વિચારી, વૃદ્ધાવસ્થામાં, મહાવ્યાધિના ઉદયમાં મુમુક્ષુજીવે જાગ્રત-જાગ્રત રહી, આત્મભાવ પોષવો ઘટે છે. (બો-૩, પૃ.૭૫૭, આંક ૯૫૦) | હુંડાવસર્પિણી નામનો આ દુષમકાળ કહેવાય છે, તેમાં કોઈ ભાગ્યશાળીને જ આત્મહિત કરવાની ગરજ જાગે છે. અનેક પ્રકારનાં પ્રલોભનોમાં અવકાશ લઇ, આત્મહિતનો વિચાર કરી, યથાર્થ માર્ગનું આરાધન કરવું એ વિચારવાનનું કર્તવ્ય છે. પરંતુ સત્સંગની જોગવાઈ વિના તેવા ભાવો જાગવા અને વર્ધમાન થવા દુષ્કર છે. (બી-૩, પૃ.૬૨૯, આંક ૭૩૬) T અનાથીમુનિ, નમિરાજર્ષિ વગેરેને વેદનાના વખતમાં એવી સુવિચારણા જાગી કે સંસારનું સ્વરૂપ તેમને યથાર્થ ભાસ્યું અને તેવા સંસારમાં ફરી જન્મવું ન પડે, તે અર્થે સંસાર ત્યાગી, એક આત્માર્થમાં જ જીવન ગાળવા તત્પર બની ગયા. આમ દુઃખના પ્રસંગોમાં પણ મોક્ષનાં કારણો છુપાયેલા છે તે સમજી, આત્માર્થ પોષવાનું કામ વિચારવાન જીવનું છેજી. બીજાનાં દુઃખ દેખીને પણ બુદ્ધ મહાત્મા જેવા ચેતી ગયા તો પોતાની ઉપર આવી પડેલાં દુઃખનો વિચાર કરી, તેથી સર્વથા મુક્ત થવાની ભાવના, મુમુક્ષુ જીવને કેમ ન થાય ? થાય જ. (બો-૩, પૃ.૪૯૪, આંક પ૨૯). પ્રારબ્ધ અનુસાર કર્મના ઉદયની પરંપરા ચાલ્યા કરે છે, તેમાં વારંવાર ચિત્ત દેવું અને આત્મસાધન, કોઈ જ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થયું હોય, તેને ગૌણ કરવું કે વિસ્મરણ સ્થિતિમાં વહ્યા જવા દેવું; એ વિચારવાનનું કર્તવ્ય નથી. આવે પ્રસંગે વિશેષ વીર્ય ફોરવી, આર્તધ્યાન ન થાય અને થઈ જાય તો તેનો પશ્ચાત્તાપ, ખેદ રહ્યા કરે કે ફરી તેમ ન બને તેવી ચીવટની જરૂર છેજી. (બો-૩, પૃ.૪૫૦, આંક ૪૭૦) | પૂર્વકર્મના ઉદયે શાતા-અશાતા, સંકલ્પ-વિકલ્પ, વિષય-કષાય, સુખદુઃખ આદિ સાંસારિક ઘટનાઓ જીવને પ્રત્યક્ષ જણાય છે, તે હંમેશ રહેનાર નથી. કર્મનો ઉદય બદલાય, તેની સાથે બધી બાજી બદલાઈ જાય છે, એમ જાણી વિચારવાન જીવો આ દેખાતી વસ્તુમાં મૂંઝાઈ જતા નથી. પરંતુ એ બધી વખતે આત્મા હાજર છે; તેનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ જાણ્યું છે, અનુભવ્યું છે અને યથાર્થ ઉપદેશ્ય છે. ત્રણે કાળ રહેનાર, અછેદ્ય, અભેદ્ય, જરામરણાદિ ધર્મથી રહિત, પરમાનંદસ્વરૂપ એવા આત્માનો નાશ કરે એવું કોઈ કર્મ નથી, એવો કોઈ પદાર્થ નથી કે એવું કોઈ પ્રાણી નથી. પરમકૃપાળુદેવને શરણે જે થાય, તે જોયા કરવા યોગ્ય છે.જી. (બો-૩, પૃ.૬૪૦, આંક ૭૫૭)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy