SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬૮) કરી, મોક્ષ અર્થે આ મનુષ્યભવ છે, તો તેને માટે જેટલો કાળ ગળાશે તે લેખાનો છે. (બો-૩, પૃ.૬૦૮, આંક ૭૮૧) પ્રારબ્ધ અનુસાર ધન આદિની પ્રાપ્તિ થાય છે, તેમાં હર્ષ-શોક જે કરતા નથી તે વિચારવાન ગણાય છેજી. પુણ્યના ઉદયમાં રાજી થવું અને તેમાં ને તેમાં વૃત્તિ જોડી રાખવી તથા પાપના ઉદય વખતે ખેદ કરવો, ક્લેશિત થવું; એને જ્ઞાની પુરુષોએ જુગારમાં હાર-જીતથી હર્ષ-શોક થાય છે, તેની સાથે સરખાવેલ છે; માટે બને ત્યાં સુધી અવિષમ ઉપયોગે વર્તવું છે, એવો દ્રઢ નિશ્ચય મુમુક્ષજીવે કરી, તે પ્રમાણે યથાશક્તિ વર્તાય, તેવા પુરુષાર્થમાં પ્રવર્તવાની જરૂર છે. (બી-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) T જે સંસારથી, જન્મમરણથી, આધિ-વ્યાધિ-ઉપાધિથી, કષાય-ક્લેશથી કંટાળી, સંસારને બળતા ઘરની જેમ તજવા તત્પર છે, છૂટવાનો માર્ગ જ ખોળે છે અને તેને ઉપાસવા મથે છે તે તરવાનો કામી, મુમુક્ષુ કે વિચારવાન જીવ કહેવા યોગ્ય છે. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.'' – એમ પરમકૃપાળુદેવ ચેતાવે છે, છતાં જીવને મરણ સાંભરતું નથી; તો મરણ પછીના કાળની ફિકર ક્યાંથી રહે? તેથી વિચારવાન જીવે તો ક્ષણે-ક્ષણે મરણ સંભારવા યોગ્ય છેજ. તેથી વૈરાગ્યની ઉત્પત્તિ અને વૃદ્ધિ થવા યોગ્ય છેજી. (બી-૩, પૃ.૫૧૦, આંક પ૫૧) | મરણની તૈયારી જે સમજુ પુરુષો યથાશક્તિ કરી રહ્યા છે, તે જ વિચારવાન ગણવા યોગ્ય છેજી. અનંતકાળ જીવ કાગડા-કૂતરાના મોતે મર્યો છે. હવે પુરુષના યોગે, તેની આજ્ઞા પ્રાપ્ત થયા પછી, તેવા મોતે તો નથી જ મરવું, એવું દ્રઢત્વ જીવમાં જરૂર જાગવું જોઇએ અને અનાદિનો અધ્યાસ પલટાવી, જ્ઞાનીની આજ્ઞાનું પ્રધાનપણું ક્ષણે-ક્ષણે Æયમાં જાગ્રત રહે, તેમ વર્તવા બનતો પુરુષાર્થ, આપણે તો જરૂર કર્તવ્ય છેજી. જેને જેટલી પરમકૃપાળુદેવ પ્રત્યે શરણભાવના છે, તેનું મરણ તે પ્રમાણમાં સુધરે છે. આપણે પણ ચેતતા રહેવાની જરૂર છેજી. સાથે આવે તેવી બાબતોનો વિશેષ લક્ષ રાખવો ઘટે છે. આ નાશવંત વસ્તુઓનો મોહ ઓછો કરી, આત્મહિતમાં વિશેષ-વિશેષ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૨૨, આંક ૭૨૨) D આપને આ ઉંમરે આ પ્રસંગ આવી પડ્યો, તે સહન કરવો જોકે કઠણ છે, પરંતુ સમજુ જનો જે થાય તે સારાને માટે થાય છે, એમ ગણે છે. પૂર્વકર્મ પ્રમાણે બનવા યોગ્ય બને છે. તે વિષે ખેદ કરી મનુષ્યભવમાં કરવા યોગ્ય જે ધર્મકાર્ય, તેમાં પ્રમાદ કર્તવ્ય નથીજી. મોહને આધીન બની, જીવ આવા પ્રસંગોમાં જે ક્લેશ કરે છે, ખેદ કરે છે કે નિરુત્સાહી બને છે, તેને યથાર્થ સમજ નથી, એમ. ગણવા યોગ્ય છે. તેવા પ્રસંગોને પહોંચી વળવા જેટલું વીર્ય જેને ફરે છે, ભક્તિ અખંડિતપણે કરે છે અને વારંવાર, પોતાને માથે ભમતા મરણનો વિચાર કરે છે અને પરમાત્માની કૃપાથી સર્વ સારું થઈ રહેશે એવો વિશ્વાસ રાખે છે, તે વિચારવાન ગણવા યોગ્ય છે. આટલી દશા ન આવી હોય, ત્યાં સુધી જીવે સત્સંગ, સલ્ફાસ્ત્રના વિશેષ-વિશેષ અવલંબને ધીરજ વધે અને વૈરાગ્યભાવના વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy