SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૬) આવી ઉત્તમ ભાવના રાખવાથી, આપણું અને સર્વ જીવોનું કલ્યાણ, કોઈ અંશે થવા સંભવ છે. એનું નામ મૈત્રીભાવના છે. (બી-૩, પૃ.૬૬૩, આંક ૭૯૨) શરૂઆતમાં તેમ ન બને પણ ભાવના તો એ જ રાખવી કે સર્વનું કલ્યાણ થાઓ. ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે “ભૂંડું કરે તેનું પણ ભલું ઇચ્છે, તે પ્રભુભક્ત છે.” તેવા સાચા નરસિંહ ભક્ત બનો એવી ભલામણ છે. સહન કરનારનું અકલ્યાણ કદી પણ થનાર નથી, તો શા માટે ગભરાવું? બધા આપણને અનુકૂળ જ વર્તે એવો આગ્રહ રાખવો નથી. જેમ જેને સુખ ઊપજે તેમ પ્રવર્તી અને આ આત્માને સર્વ સંબંધથી છોડાવવો છે; તેમાં જે પ્રસંગ બને તે ઉપકારી છે એમ માનવું. (બી-૩, પૃ.૭૨૬, આંક ૮૮૫) I ભક્તિ-સ્મરણ રાતદિવસ કરવાની ભાવના રાખવી. ‘તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' આપણાથી બને તેટલું કરી છૂટવું. ભાવના તો સારી જ રાખવી. સર્વનું ભલું થાઓ એવી ભાવના કરનારનું તો ભલું જ થાય છે. (બી-૩, પૃ.૭૧૭, આંક ૮૬૯) T કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આત્મવિચારમાં રહેવા ભલામણ છેજી. આપણું કંઈ નથી. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર થઇએ એ જ ભાવના, મંત્રસ્મરણ અંતપર્યત કર્તવ્ય છેજી. (બો-, .૭૫૯, આંક ૯૫૮) આપણાં બાંધેલાં કર્મ કોઇ ન ભોગવે, આપણે જ ભોગવવાનાં છે; તો ધર્મસાધન જેને મળ્યું છે તેની મદદથી, ધર્મધ્યાનમાં વૃત્તિ રાખી, જેટલાં કર્મ હોય તે બધાં ખપાવી, ઋણમુક્ત થવું છે એ જ ભાવના કર્તવ્ય છજી. સારી ભાવનામાં ચિત્તને રોકવું. હાથ-પગથી જે પૂર્વે બાંધ્યાં છે તે કામ કરવાં પડે, પણ મનથી અને બને તો જીભથી પણ સ્મરણ કરવાનું ચાલુ રાખવાની ટેવ પાડી મૂકવી ધટે છેજી. (બો-૩, પૃ.૫૩૧, આંક ૫૮૦). T મને કંઈ ખબર નથી, જ્ઞાની પુરુષે આત્મા પ્રગટ કર્યો છે અને ઉપદેશ્યો છે તેવો જ મારો આત્મા છે; આ દેહ, દેખાય છે તે, દુઃખનું પોટલું છે. દેહને લઈને સંસારમાં સુખ ભોગવાય છે એમ માન્યું હતું, તે તો ખોટું નીકળ્યું. ઊલટું દુઃખ દેનાર અને આખરે છેતરનાર દેહ જણાય છે; માટે જ્ઞાની પુરુષોએ દેહથી જુદો, દેહમાં હોય ત્યાં સુધી સુખદુ:ખ દેખનારો, પરંતુ પરમાનંદરૂપ આત્મા દીઠો છે, અનુભવ્યો છે તેવો શુદ્ધ, પરમ સુખનું ધામ એવો આત્મા મારે માનવો છે. તે માન્યતાથી જ મારા આત્માનું કલ્યાણ થાય તેવું છે. દેહને માનવાથી, દેહમાં જ બુદ્ધિ રાખવાથી, અનંત ભવથી હું જન્મમરણ કરતો આવ્યો છું; પણ આ ભવમાં વિશ્વાસ કરવા યોગ્ય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનો મને સાંભળવાનાં મળ્યાં, તે મહાપુરુષે મોક્ષનો માર્ગ બતાવ્યો છે તે મને ગમ્યો, તેની આજ્ઞા મને મળી, તે છેલ્લી ઘડી સુધી મારે આરાધવી છે; તે મહાપુરુષને શરણે, તેના મંત્રનું સ્મરણ કરતાં મારે દેહ છોડવો છે આવી ભાવના વારંવાર દયમાં લાવી, મંત્રમાં જ મનને રોકી રાખવું.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy