SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૫) T કોશનું કારણ, કોઇને, આ જીવે ન થાય અને કોઇને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે, તેવી ૫ મપાળદેવ પ્રત્યે સાચા અંત:કરણે યાચના-ભાવના-ઇચ્છા છે. (બો-૩, પૃ.૭૦૩, આંક ૮૪૭) “આપ ભલા તો જગ ભલા” એવી કહેવત છે, તો પોતે ભલા થવા પ્રયત્ન આજથી આદરવો યોગ્ય છેજી. તેમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના રોજ ભાવવી અને સાંજે તેનું જ પ્રતિક્રમણ કરવું કે એ ચારમાં ભંગ કોઈ પ્રકારે થયો છે કે નહીં? થયો હોય તો તેનો પશ્રાત્તાપ કરી, ફરી ન થવા દેવાની કાળજી વિશેષ રાખવાનો નિશ્રય કરવો ઘટે છેજી. (બી-૩, પૃ.૬૦૦, આંક ૬૮૮) પાપની પ્રવૃત્તિથી ક્યારે છુટાશે? મોક્ષમાર્ગમાં રાજમાર્ગ જેવાં મહાવ્રતો ધારણ કરીને, અચૂકપણે ક્યારે પળાશે ? તથા જ્ઞાની પુરુષ સમીપ સર્વે પાપોની આલોચના કરી, પરમ પુરુષના શરણે તેની આજ્ઞામાં ચિત્ત રાખી, સમાધિમરણ ક્યારે થશે? એવી ત્રણે ભાવનાઓ દરરોજ કર્તવ્ય છે. (બી-૩, પૃ. ૬૩૩, આંક ૭૪૫) D જ્યાં પ્રારબ્ધની ફરસના હોય ત્યાં જવું, આવવું રહેવું બને છે એમ જાણી, કોઇ પણ પ્રકારે સ્થળ તથા સંજોગો પ્રત્યે રાગ-દ્વેષ ન થવા દેવાની ભાવનાએ વર્તવા યોગ્ય છે). બે ઘડી વખત, કામકાજમાંથી બચે ત્યારે પૂ. .... પાસે કંઈ વંચાવી, પરમકૃપાળુદેવનાં વચનોનો વિશેષ-વિશેષ વિચાર જાગે, તથા જન્મમરણનાં દુઃખ, તેનાં કારણો, તથા જ્ઞાની પુરુષે કહેલા ઉપાય આદિમાં વારંવાર વૃત્તિ જાય તથા તે જ લક્ષ વર્યા કરે, તેવી ગરજ દિન-દિન પ્રતિ વધતી રહે, તેવા ભાવની ઉપાસના કરતા રહેવા ભલામણ છે. (બી-૩, પૃ.૬૮૧, આંક ૮૧૮) | હે ભગવાન! કોઈ કાળે ફરી આવા પ્રસંગો પ્રાપ્ત ન થાઓ; આ દેવું વહેલું પતી જા પો; મારે કોઈ પ્રત્યે વૈષ કરવો નથી, થયો હોય તે છૂટી જાઓ, સર્વ જીવો મારા મિત્રો છે; અત્યારે મારા પાપના ઉદયથી મને તે અનુકૂળ જણાતા નથી તોપણ તે સર્વે જીવોનું કલ્યાણ થાઓ, તે સત્પષના માર્ગને પામો અને મારા પહેલાં ભલે મોક્ષે જાય, મને વિઘ્નકર્તા કોઇ નથી; મારા ભાવ બગડે તો મને નુકસાન છે, ગમે તેવા કઠણ પ્રસંગોમાં હે ભગવાન ! મારા ભાવ તમારા પ્રત્યેથી ખસીને બીજા જીવોને શત્રુમિત્ર માનવામાં ન વળો, એવી ભાવના રોજ ભાવવા યોગ્ય છે. આપણને સારું લાગતું હોય, તે પણ પૂર્વના આપણા પુણ્યનો ઉદય છે અને આપણને અણગમો થાય તેવું કોઇનું વર્તન હોય તો તે આપણા પાપનો ઉદય છે, પણ કોઈ જીવનો વાંક નથી. આટલો લક્ષ દ્રઢ રાખી, જેના જેના ઉપકાર નીચે આ ભવમાં આવ્યા હોઇએ તેમની સેવા, ભક્તિ થાય તેવી કરવી. ખાસ કરીને માબાપ પ્રત્યે તો કદી ક્રૂરદ્રષ્ટિ ન રાખવી. વિનયથી તેમને રાજી રાખવા; અને આપણા સંબંધી તેમનો હલકો અભિપ્રાય હોય, ગાંડિયો ગણતાં હોય તો પણ તેમનું હિત આપણે ન ચૂકવું. લૌકિક બાબતોમાં તેમને નમ્યું આપવું, તેમનો અભિપ્રાય આપણને દુઃખદ લાગતો હોય તોપણ સહન કરી લેવું; પણ ભક્તિભાવ ન છોડવો. ઉછાંછળાં ન બની જવું, એ જ ભલામણ છેજી. (બો-૩, પૃ.૧૨૪, આંક ૧૨૩). ૫.પૂ. પ્રભુશ્રીજી પાસેથી ઘણી વાર સાંભળ્યું છે કે ““તારું ભૂંડું કરે, તેનું પણ ભલું ઇચ્છજે.'' હે ભગવાન, જગતના બધા જીવોનું કલ્યાણ થાઓ, બધાનાં જન્મમરણ ટળો અને સાચું શુદ્ધસ્વરૂપ પામી બધા આત્મમગ્ન થાઓ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy