SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૩૦) જે જે મહાપુરુષો મોક્ષે ગયા છે, તેમણે જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે આરાધી છે. આપણે પણ એ જ કર્તવ્ય છેજી. (બો-૭, .૫૯૫, આંક ૬૭૬) D ઘર બળતું હોય તેમાંથી જેટલું કાઢી લઇએ તેટલું બચે, તેમ ક્ષણે-ક્ષણે આયુષ્ય વહ્યું જાય છે તેમાંથી જેટલું ભક્તિ, ભજન, સ્મરણ, વાંચન, વિચારમાં સદ્ગઆજ્ઞાએ જશે તેટલું જ જીવન બચ્યું ગણવુંજી, બીજું બધું બળી રહ્યું છે. (બો-૩, પૃ. ૧૭૮, આંક ૧૮૧) 0 જેણે બળતામાંથી બચાવી લેવાય તેટલું બચાવી લેવું, એવા વિચારથી બ્રહ્મચર્ય આદિનો નિયમ ગ્રહણ કર્યો હોય, તેણે તો જાણે થોડી મુદત માટે સાધુપણું સ્વીકાર્યું છે એવો ભાવ રાખી, પરમાર્થની જિજ્ઞાસા વધારી, જ્ઞાની પુરુષની આજ્ઞાને પ્રાણ કરતાં પણ વિશેષ હિતકારી ગણી વર્તવું ઘટે છેજી. જેવું સંસારનું વિકરાળ સ્વરૂપ નજરે પ્રગટ જણાય છે, તેથી વિશેષ મોહનું સ્વરૂપ છે એમ વિચારી, મોહસિંહના પંજામાં ફસાઈ ન જવાય, એટલી જાગૃતિ રાખવાની જરૂર છે. (બો-૩, પૃ.૫૧૧, આંક ૫૫૨) D અનંતકાળ જીવે અજ્ઞાનમાં ગાળ્યો છે. તેનું કારણ પરમકૃપાળુદેવ લખે છે : ““જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી.'' (૫૦૫) તે ઉપરથી એમ સમજાય છે કે બે હાથ વિના તાલી ન પડે. કોઈ વખત જીવે યોગ્ય થવા પુરુષાર્થ પણ કર્યો હશે, માર્ગાનુસારી જેવી કરણી કરી આખો ભવ ધર્મ-આરાધનામાં પણ ગાળ્યો હશે; પણ તેવા યોગ વિના તેવા ભવમાં કંઈ બની ન શક્યું. કોઈ વખતે સપુરુષનો યોગ થયા છતાં જીવે પુરુષાર્થ ન કર્યો, ગળિયા બળદની જેમ મોક્ષમાર્ગમાં ન પ્રવર્યો અને યોગ મળેલો નિષ્ફળ ગયો. આમ ખાંડું-બાંડું કરવાથી કંઈ દી ન વળ્યો. હવે જોગ જેને સાચો મળ્યો છે, તેણે તો તે સફળ કરવા સત્પષની આજ્ઞા આરાધવામાં પ્રાણ પાથરવા ઘટે છે. આજ્ઞાથી અધિક કોઈ કાર્ય પ્રત્યે પ્રીતિ કરવી ઘટતી નથી. (બી-૩, પૃ. ૨૪, આંક ૭૨૮) || આપણું ધાર્યું કાંઈ બનતું નથી, તો નકામા સંકલ્પ-વિકલ્પોમાં ખોટી થઈ, કરવા યોગ્ય એવો આત્મવિચારરૂપ ધર્મ આરાધવામાં ઢીલ શા માટે કરવી ? જેને સદ્ગુરુની આજ્ઞા મળી છે, તે મહાભાગ્યશાળી જીવે તો હવે પ્રમાદ તજી, પ્રાણની પેઠે તે આજ્ઞા પ્રત્યે અત્યંત આદર રાખી, પ્રાણાતે પણ તે ચુકાય નહીં તેવો અભ્યાસ કરી દેવા યોગ્ય છે.જી. ઘણા ભવમાં સજ્જનોનો સમાગમ જીવને થયો હશે, પણ પોતાની બેદરકારી અને મોહમાં જીવે સાચી વસ્તુને ર્દયમાં સ્થાન આપ્યું નથી. તે ભૂલ આ ભવમાં કાઢી નાખવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૪૩૧, આંક ૪૪૪) D “આજ્ઞા' એ કલ્યાણકારી, ભવભ્રમણહારી શબ્દ છે. તેનું ઉલ્લંઘન તે જીવને મહાદુઃખકારી છે; પણ મેં જે કંઈ પત્રમાં લખ્યું હતું, તે ઉપદેશરૂપે કે સૂચનારૂપે હતું, તેને તેવા રૂપે સમજવાથી જીવને ક્લેશનું કારણ ન થાય. હું કોઈને “આજ્ઞા' કરતો નથી. જ્ઞાનીની “આજ્ઞા' કહી બતાવું ખરો; અને જે તેની આજ્ઞા' ઉઠાવે, તેનું કલ્યાણ થાય.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy