SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ (પ૨૯) જતા દિવસોમાંથી અમુક કાળ જરૂર બચાવી, આ આત્માને પરમપુરુષનાં પરમ ઉપકારી આત્મહિતપ્રેરક વચનોમાં તલ્લીનતા થાય, થોડી વાર જગતનું વિસ્મરણ થાય અને તે નિઃસ્પૃહી પુરુષે કરેલી આજ્ઞામાં લીન થવાય, તેવો અભ્યાસ પાડવાની આવશ્યકતા (જરૂર) એજી. પરમાર્થનું પલ્લું નમે અને જગતના ભાવો જીવે બહુ ભવ સુધી સેવ્યા છે, તે પ્રત્યે વૈરાગ્યવૃત્તિ ઉદ્ભવે, ટકી રહે તેવો સત્સંગ, સવિચાર, સલ્લાસ્ત્રનો પરિચય કરતા રહી, અનંતકાળથી રઝળતા આત્માની દયા આત્માર્થી જીવે જરૂર ખાવા યોગ્ય છેજી. પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્રય તે તો આત્મા છે. તેમાં ભેદ નથી. તે ન થયું હોય ત્યાં સુધી ભાવના રાખવી. સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથી વિરમવું થાય છે. ભાવના કામ કાઢી નાખે છે. સૂર્ય છે અને વાદળાં છે. વાદળાં વીખરાઈ જશે. વાદળ તે સૂર્ય નથી, અને સૂર્ય તે વાદળ નથી. વાદળને લીધે સૂર્ય બરાબર ન દેખાય પણ વાદળ વીખરાઈ ગયે, સૂર્ય છે તેવો જ દેખાય છે. આત્મા અને આવરણનું, આ દ્રષ્ટાંત વિચારી શુદ્ધ આત્માની ભક્તિ, સદ્ગુરુની ભક્તિ દ્વારા પરમાત્મપદ પ્રગટવાનું બને છે, તે લક્ષમાં લેવા વિનંતી છેજી. (બો-૩, પૃ.૬૯૪, આંક ૮૩૫) અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.' જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કોઇ ભવમાં ઉઠાવી હોત તો આ જન્મ ન હોત; મોક્ષે ગયો હોત. આ વાત બહુ ઊંડા ઊતરીને, વારંવાર વિચારવા જેવી છે અને બીજાં બધાં સાધનો કરતાં જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ જ મોક્ષનો ઉપાય છે, એમ Æયમાં વૃઢ કરી લેવા યોગ્ય છેજી. પરમ કૃપા કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું છે : “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.' (૭૬) કેવી સુંદર રહસ્યપૂર્ણ વાત છે ! (બી-૩, પૃ.૫૬૨, આંક ૬૨૮). સદ્ગત ....ના દેહત્યાગના સમાચાર જાણ્યા. અંતે સારી લેશ્યા આવી, તે શુભગતિનું ચિત છેજી. પહેલાં કરી મૂકેલું આખરે કામ આવે છે. તેમણે અવકાશ લઈ જ્ઞાનીની આજ્ઞા આરાધવા જે પુરુષાર્થ કરી મૂકેલો, તે છેવટના ભાગમાં કઠિન કર્મોની વચમાં પણ આખરે ઉપર આવ્યો. તેમ આપણે પણ જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા પુરુષાર્થ કરતા રહીશું તો આખરે તે હાજર થઈ જીવને સમાધિનું કારણ બનશે. આખી જિંદગી સુધી વિષય ભોગવ્યા હશે કે ધન એકઠું કર્યું હશે, ક્લેશ કર્યા હશે કે વાહ-વાહ બોલાવી હશે, તેમાંનું કશું કામ આવવાનું નથી, માટે જ્ઞાનીએ સંમત કર્યું છે તે દયમાં કોતરી રાખી, તે જ કરવું છે એવો દ્રઢ નિશ્ચય, દરેક મુમુક્ષુએ કર્તવ્ય છેજી અને તે નિશ્રયને જેટલી શક્તિ હોય તે પ્રમાણે આરાધવા પુરુષાર્થ કર્તવ્ય છેજી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy