SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫) | મંદવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કોણ જાણે હવે કેટલું જીવવાનું હશે? વખતે મરણ આવી પહોંચે તો એકાએક ચાલી નીકળવું પડશે. કંઈ ધર્મસાધન તો મેં કર્યું નથી, સતશીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે? જો મંદવાડ મટી જાય તો હવે જરૂર કંઇક ધર્મ-આરાધન કરી લેવું એવો નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રોગ મટી જાય, પછી તદ્દન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય તેમ મોહમાં ને મોહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિર્ણયો અનિર્ણયરૂપ હોય છે. તેથી કોઇ કામ મક્કમતાથી તે કરી શકતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્રય છે.'' (૮૨૬) ત્યારે હવે કેમ કરવું ? પ્રથમ તો દુર્લભમાં દુર્લભ એવી શ્રદ્ધા, સપુરુષનો પરમ નિશ્રય કે મોક્ષે જવું હશે તો જરૂર આ કાળમાં પરમકૃપાળુ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્રના શરણ સિવાય કંઈ બની શકે તેમ નથી, માટે તે પરમપુરુષનું શરણ અને આશ્રયરૂપ ભક્તિમાર્ગ, મને આ ભવમાં અખંડપણે પ્રાપ્ત થાઓ, એવી ભાવના કર્તવ્ય છે. તે શ્રદ્ધામાં જેટલી દ્રઢતા થઈ તેટલી સૌ સાધનોમાં વૃઢતા વધશે; અને મૂળમાં જ જેની શ્રદ્ધા ડગમગ બની ગઇ, તેનો પુરુષાર્થ પણ શંકાશીલ અને નજીવો થશે. માટે શ્રદ્ધારૂપ મકાનનો પાયો મજબૂત કરવા પુરુષના પરમોપકારી સત્સંગતુલ્ય વચનોમાં તલ્લીનતા પ્રાપ્ત કર્તવ્ય છે. તેનો વિશેષ-વિશેષ અભ્યાસ, પરિચય અને સવિચાર કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૧૩૬, આંક ૧૩૭). ID પરમકૃપાળુદેવની શ્રદ્ધા સંતના યોગે જેને થઈ છે તેને તે પ્રભુ દૂર નથી, તે સૌ સાંભળે છે; માટે વિશ્વાસ રાખી પ્રાર્થના, સ્તવન, સ્મરણ, ભક્તિ નિયમિત કર્તવ્ય છે. દેહના કામની જેટલી કાળજી રાખીએ છીએ, તેના કરતાં અનંતગણી કાળજી આત્માની રાખવાનું પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર વિચારી ચેતવા જેવું છેજી. (બી-૩, પૃ.૨૩૧, આંક ૨૨૬) I એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી, તે દુઃખી હોતો નથી. દુઃખ આવી પડે તો દુઃખ માનતો નથી. તેને એક પ્રકારનો આધાર મળ્યો છે. ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ; મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ જિન.'' લોયણ છે તે જ દ્રષ્ટિ, શ્રદ્ધારૂપ લોચન છે. જેને અંતરમાંથી વિષય-વાસના છૂટી હોય, તેને આ જગતનાં સુખ, તે દુ:ખરૂપ સમજાય છે. તે જવા બેઠાં હોય તો મૂંઝાતા નથી, પણ સવળું કરી લે છે. જો આ આંખે કરી પુરુષનાં દર્શન થયાં છે, પરમપુરુષ પ્રત્યે શ્રદ્ધા થઈ છે, તો તે નયન સાર્થક થયાં સમજવા યોગ્ય છે. જગતનાં સુખને હવે રહેવું હોય તો રહો, જવું હોય તો જાઓ; મારે તો હવે એક પતિવ્રતા સ્ત્રીની માફક પરમકૃપાળુદેવની ભક્તિ કરવી છે, તે કોઈ લૂંટી શકે તેમ નથી. કોઇની તાકાત નથી કે તે આ શ્રદ્ધા પલટાવી બીજી શ્રદ્ધા દાખલ કરી શકે. શ્રદ્ધા એ જ મારું જીવન છે. ભલે સંયોગ હો, વિયોગ હો, તે તો પલટાતી બાબતો છે; પણ આત્માની સાથે અખંડ રહે તે તો એક શ્રદ્ધા છે. તેમાં નથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દની જરૂર. તે તો દયનો વિષય છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy