SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪ મારે તમારે-બધાને આટલી અગત્યની વાત લક્ષમાં રાખી પ્રવર્તવાનું બનશે તો જરૂર પરમકૃપાળુદેવની કપાથી આપણું આત્મકલ્યાણ થયા વિના નહીં રહે, એવી Æયની દ્રઢ શ્રદ્ધા આપને, આપના પત્રના ઉત્તરરૂપે લખી છે, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૩૬૮, આંક ૩૬૯) | પરમકૃપાળુદેવ તથા પ.પૂ. પ્રભુશ્રીજીના ઉપકારની સ્મૃતિ વાંચી હર્ષ થયો છેજી. એ જ આ ભવમાં આપણને આધારરૂપ છેજી. પરમકૃપાળુદેવની કૃપા જ ભવ પાર કરાવવા સમર્થ છે. તેમણે પોતે જ અભયદાન આપે એમ જણાવ્યું છે કે આ કાળમાં કોઈ પણ જીવનું કલ્યાણ થવું હોય તો તે અમથકી પણ બીજાથી નહીં. આવા પરમ આધારરૂપ સદ્ગુરુની આજ્ઞાએ વર્તવું, એ જ આપણા આત્માને મોક્ષ પ્રત્યે પ્રવર્તાવવાતુલ્ય છે). (બી-૩, પૃ.૫૫૬, આંક ૬૧૬) T સાત વ્યસનનો ત્યાગ તત્ત્વજ્ઞાનમાં પૂ.૧૦૮ ઉપર જણાવ્યો છે; તેમાંથી જેનો ત્યાગ, તમારાથી અશક્તિને લીધે ન બન્યો હોય અને હવે તેવી શક્તિ પરમકૃપાળુ શ્રી સદ્ગુરુકૃપાએ જણાતી હોય તો તે બાકી રાખેલ ત્યાગ, બીજા બધા ત્યાગ કરતાં પ્રથમ કરવાની ભાવના નિશદિન કર્તવ્ય છેજી. તમારા જીવનમાં થઈ ગયેલો ફેરફાર તમે લખો છો, તે સંભવિત છે. સદ્ગુરુકૃપાનું બળ અપૂર્વ છે. “મૂંગા વાચા પામતા, પંગુ ગિરિ ચઢી જાય; ગુરુકૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર; એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર. અંખડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ; રડવડતો ક્યમ રાખશે? બનું નહીં નારાજ. સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું અજ્ઞાની બાળ; અચૂક આશ્રય આપીને, પળપળ લ્યો સંભાળ.' (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭) પરમકૃપાળુદેવસિસ્કુરુષ પ્રત્યેની શ્રદ્ધા વિષે પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા કૃઢ થાય, તે બધાં સત્સાધનનો પ્રથમ પાયો ગણવા યોગ્ય છેજી. વખત મળતો હોય અને જિજ્ઞાસા હોય તો જીવનકળાના વાંચનથી કે સાંભળવાથી પુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. ગમે તેવો જગતમાં મોટો માણસ ગણાતો હોય પણ સત્ય વસ્તુ, જે આત્મસ્વરૂપ છે તેથી વિમુખ હોય, તેનાં કારણ સત્પરુષ, સપુરુષનાં વચન, તેમના ભક્તોનો સમાગમ - આ બધી બાબતો મળવી જેને મુશ્કેલ છે, તે અત્યારે મોટો ગણાતો હોય તો પણ સમજુ જનો તેને દુર્ભાગી કે અભાગિયો ગણે છે; અને જેને તેવાં આત્મહિતનાં સાધનો સુલભ થયાં છે, તેને માટે બહુમાન, આદર, રુચિ, પ્રેમ જાગ્યાં છે તે ગમે તેવો ગરીબ ગણાતો હલકો નોકર કે પશુ હોય તો પણ તે દેવતુલ્ય છે, એમ મહાપુરુષો કહે છે. આ વાત બહુ વિચારવા યોગ્ય છે. (બી-૩, પૃ.૨૮૮, આંક ૨૭૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy