SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૫. તપમાં જે દુઃખ આવે છે, તે જાય છે. પાપનું ફળ દુઃખ છે; તે તપથી ઉદયમાં જલદી આવે છે. પહેલાંથી દુઃખ સહન કરવું, જેથી સમાધિમરણ થાય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવને હિતકારી હોય, તે ન ગમે; આખરે જીવને તપ સુખકારી છે. તપમાં આનંદ આવે છે. આત્માના દસ ધર્મ છે. એને લૂંટી લેનાર વિષય-કષાય છે. તપ આગળ એનું બળ ન ચાલે. શક્તિને ગોપવ્યા વગર સ્વચ્છેદરહિત તપ કરવું. આજ્ઞા વગર કરે તો લાંઘણ કહેવાય. તપથી ઇન્દ્રિયો વશ થાય. જે તપ કરવાથી રોગ થાય, ઇન્દ્રિયોને હાનિ પહોંચે, એવું તપ ન કરવું. સર્વસંગપરિત્યાગ, એ તપ છે. બાહ્ય-અત્યંતર, એ બંને પ્રકારના પરિગ્રહમાં મમતા નહીં, એ તપ છે. પરિષહ જીતવા, એ તપ છે. સમભાવ રાખવો, એ તપ છે. તપથી મોક્ષે જવાય છે. તપથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મોક્ષ નજીક આવે છે. (બો-૧, પૃ.૧૦૯, આંક ૨૪) પાંચે ઇન્દ્રિયો જીભથી પોષાય છે. નીરસ ભોજન કરે તો તપ થાય. રસને જીતે તે તપ છે. એ જીતે તો બધી ઇન્દ્રિયો વશ થાય. (બો-૧, પૃ. ૨૧૯, આંક ૧૦૭) D પ્રશ્ન : ખૂબ તપ કરે તો દેહાધ્યાસ છૂટેને? પૂજ્યશ્રી : એવું કશું જ નથી. દેહાધ્યાસ છોડવા માટે કરે, તો દેહાધ્યાસ છૂટે, આત્માર્થે તપ કરું છું, એમ લક્ષ હોય ત્યાં તે તપ આત્માર્થનું કારણ થાય અને આત્માર્થ ભૂલી જાય તો માનમાં તણાઈ જાય. આ હું છોડું છું તેના કરતાં, મને વિશેષ સુખ મળશે એમ જાણીને અજ્ઞાની તપ કરે છે. ઘણા સાધુઓ થઈને સમાજની સેવા કરવા લાગી જાય છે. લોકોને સારું દેખાડવા કરે છે. જે કરવાનું છે, તે પડયું રહે છે. સાધુ થયા એટલે બધું થઈ ગયું, એમ થઈ જાય છે. પરિણામ કેવાં વર્તે છે, તે લક્ષ રાખવો. સૂક્ષ્મદ્રષ્ટિ રાખવી. મારી વૃત્તિ શુદ્ધમાં છે કે અશુદ્ધભાવમાં? એનો જીવને લક્ષ પણ આવતો નથી. (બો-૧, પૃ.૨૮૪, આંક ૨૮). I આત્માને અર્થે તપ, સંયમ કર્તવ્ય છે. આપ ત્યાં રહો ત્યાં સુધી ચૌવિહાર પાળવાની ભાવના પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ કરશોજી; તથા બેઆસણાની ભાવના રહે છે, તે પણ અનુમોદન યોગ્ય છેજી. આઠમ-ચૌદસના દિવસે શરીરશક્તિ જોઇને ઉપવાસ થાય તેમ હોય તો ઉપવાસ, નહીં તો એકાસણું કર્તવ્ય છેજી. તમારી દુકાનમાં રજા હોય તે દિવસે આઠમ-ચૌદસને બદલે તપ વગેરે કરવામાં વિશેષ લાભ છે. માટે અઠવાડિયામાં એકાદ દિવસની રજા ગુમાસ્તા કાયદાની રૂએ હોય તો બાહ્ય નિવૃત્તિ અને કષાયની અભ્યતર નિવૃત્તિનો યોગ મળે. તેવી રજા ન પાળતા હોય તો અને બીજાનાં મન દુભાય તેવું ન હોય તો ઉપવાસના દિવસે બીજાં કામ પડી મૂકી, માત્ર આત્માર્થે તે દિવસ ગાળવાનો લક્ષ રાખવા યોગ્ય છે. તે દિવસે ભક્તિભાવ, વાંચન, વિચાર, સ્મરણ આદિ વિશેષ થાય તેમ કર્તવ્ય છેજી. (બી-3, પૃ. ૬૪૨, આંક 950
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy