SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૪ (૫) કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસી વાંચન, સ્મરણ આદિ ધર્મધ્યાનમાં ચિત્ત રોકવું; ઠંડી, તાપ આદિ સહન કરતાં શીખવું, તે કાયક્લેશ તપ છે. (૬) એકાંતમાં બેસવું, સૂવું, વિકાર થાય તેવાં સ્થાનથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો, તે છઠ્ઠું સંલીનતા તપ છે. બીજાં છ અત્યંતર તપ છે; એટલે બીજાને, તપ કરે છે એવું જણાય પણ નહીં. (૧) પ્રાયશ્ચિત - ગુરુ સમીપે થયેલા દોષ જણાવી, તે બતાવે તે શિક્ષા ગ્રહણ કરી દોષમુક્ત થવું તે. એમાં માન-કષાય આદિનો ત્યાગ થાય છે અને દોષ કરવાની વૃત્તિ રોકાય છે. (૨) વિનય કરવાયોગ્ય મહાપુરુષોનો વિનય કરવો. તેમાં પણ માનની વૃત્તિ રોકાય છે. (૩) વૈયાવૃત્ય એટલે સેવા કરવાયોગ્ય સંતજનોની સેવા કરવી, તે પણ તપ છે. ઉપવાસ આદિ વડે કાયા કૃશ કરવા કરતાં ખાઇને સેવા કરનારને વધારે લાભ શાસ્ત્રો વર્ણવે છે, કારણ કે કાયાની સફળતા તેમાં છે. (૪) સ્વાધ્યાય આત્મામાં સત્પુરુષનો બોધ પરિણામ પામે તેવા વૈરાગ્ય અને આત્માર્થસહિત સત્પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પુરુષતુલ્ય માની બહુમાન-ભક્તિપૂર્વક વાંચન, વિચાર, ચર્ચા, મુખપાઠ કરેલું વિચારપૂર્વક બોલી જવું, સ્મરણ વગેરે સ્વાધ્યાય-તપ છે. આ કાળમાં સ્વાધ્યાય-તપ સહેલું, વિશેષ ફળદાયી સંતોએ ગણ્યું છે, શરીર કૃશ કરવા કરતાં; તેથી આત્માના દોષો કૃશ થવાનું કારણ બને છે. (૫) ધ્યાન - આર્તધ્યાન, રૌદ્રધ્યાન તજીને, મોક્ષમાળામાં ધર્મધ્યાનના ત્રણ પાઠ લખ્યા છે તે પ્રમાણે, ધ્યાનમાં વૃત્તિ રાખવી તે પણ પાંચમું અંતર્તપ છે. (૬) કાયોત્સર્ગ - દેહથી હું ભિન્ન છું, જાણનાર છું, દેહને થાય છે તે મને થતું નથી એમ વિચારી દેહચિંતા તજી, આત્માર્થે મહાપુરુષે કહેલાં છ પદ, મંત્ર આદિ કે લોગ્ડસ વગેરેમાં મનને લીન કરવું, તે કાયોત્સર્ગ નામનું છેલ્લું અને અત્યંત ઉપયોગી, સમાધિમરણની તૈયારીરૂપ છઠ્ઠું તપ છે. તેમાં સંસારની સર્વ વૃત્તિઓ રોકાઇ, પરમપુરુષમાં કે તેનાં વચનમાં વૃત્તિ રોકાય છે. (બો-૩, પૃ.૬૬૭, આંક ૭૯૯) સમ્યક્દર્શનસહિત તપ સફળ છે. શરીર ઉપરથી મોહ ઓછો થાય, તે માટે તપ કરવાનું છે. ભગવાને કહ્યું છે, તેવું તપ કરવા જેવું છે. કોઇ વસ્તુ ન ઇચ્છવી, એ તપ છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. જેમ મન માને, જ્યાં જાય ત્યાં જવા ન દેવું; કેમકે તેથી સંસાર ઊભો થાય છે. વૃત્તિ ઉપર સંયમ કરવાની જરૂર છે. મનથી ત્યાગ કરવો અધરો છે. જે અઘરું હોય, તે જ કરવું છે. કામનો નાશ કરવો હોય, તો તપની જરૂર છે. ખૂબ ખાવાથી નિદ્રા બહુ આવે. તપ કરે તો નિદ્રા ઓછી થાય. શરી૨ને વશ રાખ્યું હોય તો ઠંડીમાં, ગરમીમાં બધે કામ આપે. તપમાં જીવ સ્વાધીન છે. ધર્મધ્યાન જેટલું કરવું હોય, તેટલું થાય.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy