SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૧ ભાવના હોય, તેને વ્રતરૂપે સંકલ્પ પરિણમે છે. અનુકૂળતા વખતે તો નિયમ પળે, પણ પ્રતિકૂળતામાં પણ બળ મળે, તે અર્થે વ્રતરૂપ પચખાણ છેજી. માટે હવેથી મન મજબૂત કરી બાર માસમાં એક પણ દિવસ વ્રતભંગનો વિચાર સરખો ન આવે તેમ વર્તશોજી. (બો-૩, પૃ.૭૪૨, આંક ૯૧૪) D નિયમ કર્યો હોય અને અતિચાર વગેરે દોષ લાગે તો તે માટે પોતાના આત્માને નિંદવો; પરંતુ એમ ન થવું જોઇએ કે દોષ થશે તો ફરી તે પ્રમાણે કરી લઇશું. એમ થાય તો ભુલાવામાં ત્યાંનું ત્યાં રહેવાય. નિયમ લીધો હોય તેમાં અતિક્રમ, વ્યતિક્રમ, વગેરે દોષો માટે વિચાર કરવો. સામા જીવને પણ સમજણ પાડવી જરૂરી છે. ગુરુ પાસે દોષનું પ્રાયશ્રિત લેવું, તે ગર્હ કહેવાય. ગુરુ પાસે દોષનું પ્રાયશ્ચિત લેવાથી નિઃશલ્ય થવાય. (બો-૧, પૃ.૩૨, આંક ૪૧) 7 શાસ્ત્રમાં (શ્રી ગુરુતત્ત્વનિર્ણયમાં) એક દૃષ્ટાંત છે. ત્યાં અતિચારોથી થતી હાનિનું મહત્ત્વ સૂચવવા દૃષ્ટાંત દીધું છે. એક માણસે એરંડાના છોડના લાકડાંથી માંડવો બનાવ્યો. તેના ઉપર કપડું પાથરી, તેના ઉપર એક-બે-ત્રણ એમ એક-એક રાઇના દાણા તે નાખ્યે જાય છે. આ રાઇના દાણાથી માંડવો પડે જ નહીં, એમ માની તે નાખ્યું જાય છે; પણ મણ-બે મણ વજન એરંડાના પોલાં લાકડાં સહન ન કરી શક્યાં અને તે એરંડાનો મંડપ ભાંગી ગયો. તેમ જેણે વ્રત લીધાં હોય તે એમ ધારે, ‘આટલામાં શું હરકત થવાની છે ? મારે ક્યાં વ્રત તોડવું છે ?' એમ બેદ૨કા૨ી વ્રતની રાખી, અતિચારો ઉપરા-ઉપરી સેવ્યા જાય, તેનાં સર્વ વ્રતને જોખમ લાગે છે અને આખરે અધોગતિનો રસ્તો પોતાને હાથે અજાણપણે રચે છે. (બો-૩, પૃ.૧૭૫, આંક ૧૭૯) માખણ-ભક્ષણનો દોષ સેવાયો છે, તે ઠીક નથી થયું. નજીવું જણાતું હોય પણ વ્રત લીધા પછી વ્રતભંગ થાય, તે મોટો દોષ ગણાય છે. વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ધર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે. તેનું પાલન ચુસ્તપણે ક૨વા ચૂકવું નહીં. દોષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી, અત્રે આપનું આવવું થાય ત્યારે તે થયેલો દોષ દૂર કરવા, પ્રાયશ્ચિતની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી. (બો-૩, પૃ.૬૦, આંક ૪૮) ” પૂ. ....નું કાર્ડ મળ્યું. તેમાં એક ઘૂંટડો પાણી અજાણતાં પિવાઇ ગયું લખે છે, તે ઉકાળેલા પાણીને બદલે ઠંડું પાણી હશે એમ લાગે છે. હવેથી જે નિયમ લીધો હોય તેનો વિશેષ ઉપયોગ રાખવા કાળજી રાખશોજી, તથા પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ભાવપૂર્વક નમસ્કાર કરી, ધીમે-ધીમેથી પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાપનાનો પાઠ બોલી જવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૬૦૩, આંક ૬૯૩) D સાત વ્યસનનો ત્યાગ કર્યો છે તેમાં સટ્ટા પણ આવી જાય છે, તે લક્ષ રાખી ભૂલ થઇહોય તો ફરી તેવી ભૂલ જીવનપર્યંત ન થાય, તેવી કાળજી રાખી વર્તશો તો શાંતિ મળશે; નહીં તો ધર બળતું હોય અને ઘાસતેલ છાંટે તો તે ઓલવાય નહીં, તેમ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ દઇ વર્તીએ અને શાંતિને ઇચ્છીએ, તે ન બનવા જેવું છેજી. (બો-૩, પૃ.૭૯૦, આંક ૧૦૦૮)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy