SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૦) જેણે રાત્રે નહીં જમવું એવું વ્રત લીધું છે તેણે પ્રસાદ પણ રાત્રે ન લેવાય. ઉપવાસને દિવસે પણ ન લેવાય. એકાસણામાં માત્ર જમતી વખતે લઇ શકાય. છૂટ રાખી હોય તો દિવસે ઠારેલું પાણી લઈ શકાય. (બો-૩, પૃ.૬૧૮, આંક ૭૧૭) 0 રાત્રે પાણી પીવાનું ઓછું કરી નાખે તો લાભ ઘણો થાય. એમ કરતાં-કરતાં પાણી રાત્રે ન પીવે તો વિશેષ લાભ છે. રાત્રે પાણી પીવું, તે લોહી પીએ તેવું છે. ચાલે એવું હોય તો રાત્રે પાણી પીવું નહીં. (બો-૧, પૃ.૨૮, આંક ૩૪) 0 તમોએ લીલોતરીનું પચખાણ લીધું; તેમાં છૂટ લેવાનું જણાવ્યું તો તે યોગ્ય નથી. હાલ તો એક વરસ સુધી બરાબર લીધા પ્રમાણે જ પાળવું. લેતી વખત, પહેલાં બધો વિચાર કરી લેવાનો હોય, પછી આવી વૃત્તિની છેતરામણી ન ચાલે અને તેમ યોગ્ય નથી. માટે હાલ તો લીધા પ્રમાણે જ પાળશો. તેમાં છૂટછાટ હવે ન ચાલે. આગળ ઉપર વરસ પછી વાત; હમણાં તો તે પ્રમાણે જ પાળવું યોગ્ય છેજી. એકાદ લીલોતરી નહીં ખવાય તો મરી જવાય તેમ નથી. માણસની કિંમત તેનાં વચન ઉપર છે, તે લક્ષમાં લેશોજી. (બો-૩, પૃ.૭૯૩, આંક ૧૦૧૮). D તમે પચખાણ લીધેલું છે અને અશક્તિ રહેતી હોવાથી ઉપવાસ મહિનામાં એક કરો છો, તે ન કરવા વૈદ્યની સલાહ જણાવી, શું કરવા યોગ્ય છે એમ પુછાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે પ્રતિજ્ઞા લીધેલી પાળતાં વિઘ્નો આવે ત્યાં જ જીવને આગળ વધવાનો માર્ગ છે. દેહાધ્યાસ છોડવાના પુરુષાર્થરૂપ વ્રતનિયમો છે. છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” અશક્તિ જણાય છે એ કંઈ મોટું વિઘ્ન નથી, તેમ છતાં દવા ચાલુ હોય અને એક દિવસ ન લેવાથી ઘણા દિવસની દવાની અસર થયેલી તૂટક થવાથી, દવા નિષ્ફળ થાય છે એમ વૈદ્યનું કહેવું થતું હોય અને તેથી તમને વિકલ્પ રહ્યા કરતો હોય કે શરીરમાં વૃત્તિ રહી, આર્તધ્યાન થવા તરફ વલણ થતું હોય તો તે દૂર કરવા અપવાદમાર્ગ જણાવું છું. જોકે જે ભાવથી નિયમ ગ્રહણ કર્યો છે તેવા શૂરવીરપણે છ માસનો નિયમ પૂર્ણ થાય તો નિર્ભયતા તરફ પગલાં ભર્યા ગણાય; આત્મવીર્યની વૃદ્ધિનું કારણ છે, પણ વૃત્તિ વ્રતમાં ટકતી ન હોય તો એક ઉપવાસને બદલે બે એકાશન કરી શકાય છે; એટલે અજવાળિયામાં એક અને અંધારિયામાં એક, એમ બે એકાશન કરવાથી એક ઉપવાસ શાસ્ત્રીય નિયમે કર્યો ગણાય. દવા વગેરે જમતી જ વખતે લેવાની હોય, તે લઈ શકાય એટલે તૂટક નહીં પડે અને ધર્મધ્યાન માટે બે દિવસો મળશે. એક વખત ખાઈ લીધા પછી બધો દિવસ લગભગ ધર્મધ્યાન અર્થે ગાળવો છે, એ લક્ષ રહેશે તોપણ લાભનું કારણ છેજી. (બી-૩, પૃ.૪૬૧, આંક ૪૮૩) D બાર માસ માટે એકાસણાના તપની તમારી ભાવના જાણી સંતોષ થયો છેજી. ફરી જાણીજોઈને દોષ ન થાય તેમ વૃઢ રહેવા ભલામણ છે). પ્રાણ જાય પણ વ્રતમાં શિથિલતા ન આવે તેવી જેની અચળ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy