SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦૨) (૧૪) પૈશુન્ય કોઇની નિંદા, તેની ગેરહાજરીમાં થઇ છે? (૧૫) રતિ-અરતિ ભાવો દિવસમાં કેવા, ક્યાં ક્યાં થાય છે? (૧૬) પરપરિવાદ : બીજાનું હલકું બોલવું કે નિંદા થઇ છે? (૧૭) માયામૃષાવાદ : માયાથી જૂઠું બોલવું થયું છે? (૧૮) મિથ્યાત્વશલ્ય : આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ધર્મશ્રદ્ધા ઘટે, તેવું આજે કંઈ બન્યું છે? અન્યધર્મીના યોગે થયેલી વાત, વિચારી જવી. આ પ્રમાણે પ્રવૃત્તિઓ ઉપર દૃષ્ટિ ફેરવી જવાથી, પાપ થયું હોય તો પ્રશ્નાત્તાપ કરવાથી, આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. (બો-૩, પૃ.૬૫૦, આંક ૭૬૮). જીવહિંસા D ભાજીના મૂળમાં જીવ હોય છે; પાંદડામાં પણ દરેક પાંદડે જીવ હોય છે; બીજમાં પણ જુદા-જુદા જીવ હોય છે. પાંદડાને આશરે કેટલીક જીવાત રહે છે. ધોવાથી પણ દૂર થવી મુશ્કેલ એવી જીવાત કેટલીક ભાજીમાં હોય છે. બટાટા, મૂળા, સૂરણ વગેરે જે, જમીનમાં કંદરૂપે થાય છે, તેમાં અનંત જીવો હોય છે. ફૂલમાં પણ જુદા-જુદા જીવ હોય છે. ફૂલના રસમાં મધના જેવો દોષ ગણાય. સીંગ વગેરે ફોલીને શાક કરે તો એમ ને એમ લાક્યા કરતાં શુદ્ધ ગણાય. કાકડી અને રીંગણાં ઘણા દોષનાં કારણ છે. તમે જણાવેલી ચીજો દોષવાળી છે. માત્ર તાજી છાશ કે દહીં તેવાં નથી, એટલે એમાં જીવહિંસા નથી પણ વિશેષ પ્રમાણમાં હોય તો ઊંઘ, પ્રમાદ વધારનાર મનાય છે. આ વાત જાણી પોતાની અનુકૂળતા, શક્તિ વિચારી દોષોથી બને તેટલું દૂર રહેવું અને ન બને તે પ્રત્યે આસક્તિ નહીં રાખતાં, તેવી શક્તિ પ્રાપ્ત થયે તે દોષોથી દૂર થવું છે, એવી ભાવના કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૫૯૦, આંક ૬૬૮) પાણી જેની કાયા છે એવા, ટીપાથી ઘણા નાના શરીરવાળા જીવોના સમૂહરૂપ, પાણી છે. મુનિઓ ઠંડા પાણીનો સ્પર્શ પણ જાણી જોઈને કરતા નથી, કારણ કે શરીરની ગરમીથી પણ તેમના પ્રાણ છૂટી જાય છે. પાણીની અંદર પોરા વગેરે જીવો હાલતાં-ચાલતાં પણ હોય છે અને વનસ્પતિકાયના પણ અસંખ્ય જીવો એક ટીપામાં હોય છે. તેથી મુનિઓ ગરમ કરેલું પાણી મળે તો પીવા વગેરે માટે વાપરે છે. જેનાથી તેમ ન મળી શકે અને હિંસાથી બચવું હોય તે ગૃહસ્થો પાણી ગાળીને વાપરે છે; બે ઘડીથી વધારે વાર ગાળેલું પાણી પડી રહ્યું હોય તો ફરી ગાળીને પીએ છે. જળાશયમાં નાહવા જનાર પણ વિચારવાન તો વાસણમાં ગાળીને કાંઠે બેસીને નહાય પણ અંદર નદી વગેરેમાં પડે નહીં. (બો-૩, પૃ.૫૮૯, આંક ૬૬૮).
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy