SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે.’ એ તો ખોટી વાત છે; પણ તેમ જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે. સમકિતનો ચાંલ્લો થશે. વધારે શું કહ્યું? .... આ અવસર જેવો તેવો જાણશો નહીં. વાત સાંભળતાં પરિણમી જવાય છે, ત્યાં કોટિ કલ્યાણ થાય છે. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે? તેનું માહાભ્ય કહ્યું જાય તેમ નથી. “જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.' એની વાત, એનો વિચાર, એના ઉપર પ્રેમ-પ્રીતિભાવ થાય છે, ત્યાં કોટિ કર્મ ખપે છે. પર્યાયદ્રષ્ટિ ન દીજિયે, એક જ કનક અભંગ રે; નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.” (ઉપદેશામૃત પૃ.૩૮૮) (બી-૩, પૃ.૪૮૧, આંક ૫૧૨) વા ધર્મો પૂર હૈ, પાપ-મૂછ માન | तुलसी दया न छोडिये, जब लग घटमें प्राण ।।" પત્ર વાંચી પૂ... ની ધર્મવૃત્તિ તથા જીવહિંસાથી થતો ખેદ અને “વિચારોમાં ઘણો ફેર થઇ ગયો.” એ વાક્યથી સંતોષ થયો છે. ધાર્મિક અભ્યાસ નહીં છતાં પૂર્વના સંસ્કારે, જે પરમકૃપાળુદેવે પુષ્પમાળા-૨૪માં જણાવ્યું છે, તે તેને ફરી આવ્યું. ““ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.” એ ફુરણાનું મૂળ તો પુરુષ જ છે. નાના-મોટા, જેને જેને જ્ઞાનીપુરુષનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિનો લાભ મળ્યો છે, તે સર્વ મહાભાગ્યશાળી ગણવા યોગ્ય છે. તે મહાપુરુષના પ્રતાપે કલ્યાણ કરવાની ભાવના હુરે છે, તે સંબંધી પૂછે છે, તેવા પ્રસંગો યાદ કરે છે, તેમાં તન્મય થાય છે. પરમકૃપાળુદેવને જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વના ભવોની સ્મૃતિ જાગી-પ્રગટી હતી. તેથી તે દુકાને બેઠા-બેઠા પણ તે વન, તે ગુફાઓ, તે મહાપુરુષો, તેમનાં વચનામૃતરૂપ બોધ, તેમની દશાની સ્મૃતિ કરી, પોતાના આત્માને તેવો ઉચ્ચ કોટિનો બનાવવાનો પુરુષાર્થ સેવતા હતા. આપણે તેવા જાતિસ્મરણજ્ઞાનને યોગ્ય તો નથી બન્યા, પણ આ ભવમાં જે મહાપુરુષનાં દર્શન થયાં છે, તેમની પરમકૃપાળુદેવ પ્રત્યેની અલૌકિક ભક્તિ, તેમની આપણા જેવા મંદભાગ્યવાન જીવો પ્રત્યે અસીમ નિષ્કામ કરુણા, તેમની શાંત મુખમુદ્રા, તેમણે આપણે સમજીએ કે ન સમજીએ પણ કોઈ ચમત્કારી રીતે સત્યનું બીજ વાવવા આપણા હૃયને આકર્ષણ કરી, અલૌકિક આત્મસ્વરૂપની અભિલાષા અવ્યક્ત રીતે પ્રગટાવી તથા તેને પોષણ આપવા અનેક પ્રકારે - નાના નાના પ્રમાણે, મોટાને મોટા પ્રમાણે, વિદ્વાનને વિદ્વાન પ્રમાણે, અબળાને અબળા પ્રમાણે, જેમ જેવો ઘટે તેવો બોધ આપી જે ભાવના ઉછેરી છે, તે જ આપણા કલ્યાણનું, મોક્ષનું કારણ બનાર છે. માટે તે મહાપુરુષનાં પ્રથમ આપણને ક્યારે દર્શન થયાં? પહેલું આપણને શું કહ્યું? વારંવાર શું કહેતા ? તથા તેમના ઉપકાર જે જે યાદ આવે છે તે સ્મૃતિમાં લાવવાથી, તેઓ હાલ હાજર હોય એમ આપણને લાગશે, તે ભાવો ફરી અનુભવાતા સમજાશે, ભૂલવાના ક્રમમાંથી સતેજ થઈ વિશેષ ઉપકારનું કારણ બનશે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy