SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જમાનાઓ સુધી, તે મોક્ષની જિજ્ઞાસાવાળા જીવોને માર્ગદર્શકરૂપ નીવડશે. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૨) ૩૧ D સત્પુરુષના પરમ ઉપકારનો વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય-ઉપશમ વગર તેનો ઉપકાર સમજાતો નથી. પાણીમાં બેભાન તણાતો માણસ હોય, તેને પાણીના વેગનું જોખમ ખેડી, કોઇ જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગ્રત થવાના, ભાનમાં લાવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે, પણ જ્યાં સુધી તે તા૨ના૨ને ઓળખે નહીં ત્યાં સુધી શું ઉપકાર માને ? ‘‘સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ'' તેથી ભાનમાં આવે અને બીજા કહે કે તું નદીમાં તણાતો હતો અને તારનાર પણ તણાઇ જાય તેવા નદીના વેગમાંથી તને પરાણે આ પુરુષે બચાવ્યો છે, ત્યારે તેને સમજાય છે કે અહો ! એ પુરુષની દયાથી હું તો બચ્યો, નહીં તો મારી શી વલે થાત ? દરિયામાં તણાઇ જાત ત્યાં મારી ખબર લેનાર કોણ હતું ? એમ સત્પુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે છે, તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા, પોતાના સ્વરૂપનું માહાત્મ્ય પણ તે જાણતો થાય છે. ‘તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !’' (૪૯૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી હોય તોપણ, ફરી વાંચવા ભલામણ છેજી. તે મહાપુરુષે આ કળિકાળના મુખમાં પેઠેલા આપણા જેવા જીવોને બચાવવા જે અથાગ પુરુષાર્થ અલ્પવયમાં કરેલો છે, તેનું દિગ્દર્શન તેમાં યથાશક્તિ થયેલું છેજી. (બો-૩, પૃ.૨૬૫, આંક ૨૬૦) પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર, જેમ જેમ તેમનાં વચનો વારંવાર વંચાય છે, તેમ તેમ વિશેષ-વિશેષ સ્ફુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે ‘‘મોક્ષમાર્ગ બહુ લોપ'' થયેલો તે ‘‘ભાષ્યો અત્ર અગોપ્ય’’ પ્રગટ કર્યો. એના યોગબળે અનેક જીવો સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણાં પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચનો ઉપર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે, આપણો આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ધરાઇને જેણે અમૃતપાન કર્યું છે, એવા શ્રી લઘુરાજસ્વામીનો પણ પરમ ઉપકાર છે કે જેમણે પોતાને અલભ્ય લાભ થયો, તે સર્વ, આ કાળના જિજ્ઞાસુ જીવો પામે એવી નિષ્કારણ કરુણાથી, આખર વખતે પોતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે, સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બોધવચનોમાં પોતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં, આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેનો લાભ મળ્યા કરે, તે અર્થે જ જણાવું છુંજી: ‘‘સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું ‘વીસ દોહરા' ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તોપણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, છ પદનો પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાધન અપૂર્વ છે. ચમત્કારિક છે ! રોજ ભણવાં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy