SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૧) (૧૨) પુરુષને સ્ત્રીભોગની ઇચ્છા, (૧૩) સ્ત્રીને પુરુષભોગની ઇચ્છા, (૧૪) સ્ત્રી-પુરુષ બંને પ્રત્યે વિકાર રહ્યા કરે તે નપુંસક ભાવ છે. ઉપર જણાવેલા દસ બાહ્યભેદો અને ચૌદ અંતરભેદોમાંથી, જેટલાનો ત્યાગ થાય તેને પરિગ્રહ-ત્યાગ કહે છે. ટૂંકામાં, મારાપણું કે મમતા ઓછી કરી, સમતાભાવમાં રહેવું, તે પરિગ્રહ-ત્યાગનો મર્મ છે. (બી-૩, પૃ.૬૪૯, આંક ૭૬૭) D પ્રશ્ન : કોઈ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી, નવરો બેઠો હોય, તેને ત્યાગ કર્યો કહેવાય કે નહીં? પૂજ્યશ્રી : અંતરથી ત્યાગ કરવાનો છે. એ છોડી પાછા આખા ગામનું માથે લેવું હોય તોય લેવાય. અવકાશ મેળવીને વૃત્તિઓને શમાવવી, એવો નિયમ કરવો. આરંભ-પરિગ્રહ જેમ બને તેમ ઓછા કરવા. નકામાં માથાં મારવાં નહીં. તેમાંથી વૃત્તિ ઊઠે – આરંભ-પરિગ્રહ ઝેર જેવા લાગે ત્યારે વૃત્તિ સન્શાસ્ત્રમાં રહે. બધેથી રુચિ પલટાવવાની છે. આરંભ-પરિગ્રહથી વૃત્તિ પાછી વાળવી, એ બહુ અઘરી વાત છે. એક મુનિએ પોતાની પાસે એક મહોર રાખી હતી. તેથી તેઓ પરિગ્રહ-ત્યાગ સંબંધી ઉપદેશ કરી શકતા નહીં. ઘણી વસ્તુ હોય તો જ જીવને ખેંચે એમ પણ નથી, થોડી પણ ખેંચે છે; કારણ કે થોડી તો થોડી, પણ નમૂનો તો એ છે, સંસારમાં વૃત્તિ રખાવે એવી જાત છે. (બો-૧, પૃ.૧૪૨, આંક ૧) | મુમુક્ષુ : ગઈ કાલે મારી સો રૂપિયાની નોટ ક્યાંક ચોરાઇ ગઇ. તેના સંકલ્પ-વિકલ્પમાં ઘણો વખત ગયો. તેના વિચાર નથી કરવા - તેમ કરવા છતાં, વારંવાર તેના વિચારો આવ્યા કર્યા. પૂજ્યશ્રી : ઘણો વિચાર કરવાની જરૂર છે કે જે વસ્તુ શરીરથી પણ જુદી છે તેનો વિયોગ થતાં આ જીવને તેના વિચાર છૂટતા નથી, તો જ્યારે વેદનીનો ઉદય થશે ત્યારે સમભાવ કેવી રીતે રહેશે ? આ જીવ માને છે કે મને બીજા કરતાં મમત્વભાવ ઓછો છે; પણ અંદર મૂછભાવનાં મૂળિયાં કેટલાં મજબૂત છે ! પરવસ્તુ ઉપર કેટલી મૂછ છે, તે આવા પ્રસંગોથી જીવને ખબર પડે છે. આવા પ્રસંગોમાં જીવને યથાર્થ વિચાર કરવાનો અવસર મળે છે. ઘણો દીર્ઘ વિચાર કરે તો આવા પ્રસંગોમાં સમકિત પણ થઈ જાય. અનાથીમુનિને વેદનીના વખતમાં સંસારનું સ્વરૂપ વિચારવાનો અવસર મળ્યો, અને સમકિત પ્રાપ્ત થયું. કપિલને તૃષ્ણાના વિચારો કરતાં-કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આપણને પણ વિચાર કરવાનો અવસર મળ્યો છે કે આવી નજીવી વસ્તુ, પ્રત્યક્ષ પોતાથી ભિન્ન અને ત્યાગ કરવા યોગ્ય, પાપનો બાપ, આર્તધ્યાન કરાવે એવી, ભવોભવ અધોગતિમાં લઈ જાય એવી વસ્તુનો સહજે ત્યાગ થયો તો હર્ષનું કારણ છે. હલાહલ ખાવાથી એક જ ભવ હારી જવાય, પણ પરિગ્રહની મૂછથી તો જીવને અનંત ભવ સુધી નરક-તિર્યંચગતિઓમાં રખડવાનું થાય. આવી વિષથી પણ અધિક ખરાબ વસ્તુ તો ત્યાગવા યોગ્ય છે; તેનો સહજે ત્યાગ થયો તો હર્ષ માનવો, શોક કરવો નહીં. રામકૃષણના એક શિષ્યને જ્ઞાનીના ઉપદેશથી વિચાર આવ્યો કે “પરિગ્રહ એ તો પાપનું મૂળ છે, તો એનો ત્યાગ અવશ્ય કરવો; પણ મને એના ઉપર ઘણો મોહ છે, તો પછી એનો ઇલાજ શો ?' તેણે એક હાથમાં રૂપિયો લીધો અને બીજા હાથમાં વિષ્ટા લીધી; અને વિચાર કરવા લાગ્યો કે “આ રૂપિયાથી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy