SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૦) ભોગવવાં પડશે; કદાચ મનુષ્ય થઇશ તો આંધળો, લૂલો, કૂબડો, ગરીબ, અપંગ, બહેરો, બોબડો થઇશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળોમાં જન્મવું પડશે; ત્યાં વળી ઝાડ, પહાડ, આદિ સ્થાવર-જંગમ જંતુ થઇને અનંતકાળ સુધી જન્મમરણનાં દુઃખ ભોગવવાં પડશે.” આવો સત્ય વિચાર કામીને ઊપજતો નથી.' જો શીલ સાચવવું હોય, ઉજ્વળ યશ ઇચ્છતા હો, ધર્મનો ખપ હોય અને પોતાની આબરૂ રાખવા ઇચ્છતા હો તો આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણ, સમજ્યા ત્યાંથી સવાર' ગણી આજથી ચેતી જાઓ; તો જેમ તમે ઉપર-ઉપરથી કહો છો કે વિષય માટે અમે પ્રેમ નથી જોયો, તે ખરું પડે. સારી સસંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ધારણા રાખી હશે તોપણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે, તેવો જીવનો સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે. (બી-૩, પૃ.૩૭), આંક ૩૭૫) વૃદ્ધ, માંદા વગેરેની સેવાથી વૈરાગ્ય અને બ્રહ્મચર્યની વૃદ્ધિ થાય છે. આપણે પણ ચેતી લેવા જેવું છે. લીધો કે લેશે થઈ રહ્યું છે તો પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદમાં તો અનંતકાળ ગયો પણ કાંઈ વળ્યું નહીં એમ ગણી, ભાવ વધતા રાખવા ભલામણ છેજી, ભક્તિમાં ભાવ રહે તેમ પ્રવર્તવા યોગ્ય છેજી. (બો-૩, પૃ.૧૧૯, આંક ૧૧૫) પ્રશ્ન : શીલ અને બ્રહ્મચર્ય જુદાં છે? પૂજ્યશ્રી : એક જ છે. શીલનો અર્થ સ્વભાવ પણ છે. પૂ. શ્રી કુંદકુંદાચાર્યે ‘શીલપાહુડ'માં એમ કહ્યું છે કે પાંચ ઇન્દ્રિયો અને મનને રોકી આત્મામાં રહે, તે શીલ છે. (બો-૧, પૃ.૩૦૭) પરિગ્રહ 0 પ્રશ્ન : આરંભ-પરિગ્રહ એટલે શું? પૂજ્યશ્રી મકાનો બનાવવા ઇત્યાદિ હિંસાની પ્રવૃત્તિ, તે આરંભ છે; અને મકાનાદિમાં મમતા-મૂછ, તે પરિગ્રહ છે. આલોચનામાં આવે છે: સમારંભ સમારંભ આરંભ, મન વચ તન કીને પ્રારંભ.” સમરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા કરવી, સમારંભ એટલે એવી સામગ્રી એકઠી કરવી અને આરંભ એટલે હિંસાની પ્રવૃત્તિ કરવી છે. હિંસાના એકસો આઠ પ્રકાર આલોચનામાં કહ્યા છે. (બો-૧, પૃ. ૧૦૦, આંક ૧૮) D પ્રશ્ન : પરિગ્રહનો ત્યાગ એટલે શું? ઉત્તર : (૧) ખેતર, (૨) ઘર, (૩) દાસ, (૪) દાસી, (૫) સોનું, (૬) રૂપું, (૭) ધન, (૮) ધાન્ય, (૯) કપડાં, (૧૦) વાસણ વગેરેનો સંગ્રહ, મમતાપૂર્વક કરવો; તે પરિગ્રહનું ગ્રહણ કરવું કહેલું છે. એ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ કહ્યો છે. અંતરંગ ચૌદ પ્રકારે પરિગ્રહ છે : (૧) મિથ્યાત્વ એટલે ઊંધી સમજણ, (૨) ક્રોધ, (૩) માન, (૪) માયા, (૫) લોભ, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) શોક, (૧૧) દુગંછા,
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy