SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૮) રોગી માણસને અપથ્ય વસ્તુ ખાવાની ઈચ્છા બહુ થાય છે પણ તેમ વર્તે તો રોગ વધીને અસાધ્ય બને તો મરણને શરણ જાય છે; તેમ મોહના પ્રસંગોમાં જીવને વ્રત તોડવાના ભાવ થાય છે; પણ તે વખતે જો યાદ આવે કે આપણને સાથે બેસવાની કે એક પથારીમાં સૂવાની ના કહી છે, તે યાદ લાવી તેવા પ્રસંગ દૂર કરે તો ભાવ પાછા પલટાઈ પણ જાય; પણ શિખામણ યાદ ન રાખે, મોહ વધે તેવા પ્રસંગો વધારે તો મન કાબૂમાં ન રહે અને કૃપાળુદેવની ભક્તિ ભુલાઈ જાય અને ભોગમાં સુખ છે એમ વારંવાર, સાંભર-સાંભર થાય. પુરુષનાં વચનામૃત જો અમૂલ્ય જાણી વારંવાર વાંચવા-વિચારવાનું રખાય તો ભોગ, રોગ જેવા લાગે; જન્મમરણથી બચવાની ભાવના થાય; મરણનાં દુઃખ દૂર નથી એમ લાગે અને ધર્મનું શરણ લેવાની ભાવના થાય. બંનેએ રાજીખુશીથી વ્રત લીધું છે, તો હિંમત રાખી પૂ. ....ની ભૂલ થાય તેવા પ્રસંગે તમારે ચેતાવવા કે આપણે બે વર્ષ સુધી ભાઇબહેન તરીકે વર્તવું છે. જે દોષો મન-વચન-કાયાથી આજ સુધી લાગ્યા હોય તે ભૂલી જઈ, હવે નિર્દોષભાવ આરાધવા દૃઢ ભાવના કરી, બંને ફરી પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ ક્ષમાપનાનો પાઠ બોલી, ભાઇબહેન તરીકે ભાવ રાખવાનો નિયમ પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. શરીરની માંદગી કરતાં મનની માંદગી જબરી છે; માટે રોગ મટાડવા જેમ દવાખાનામાં જવું પડે તેમ સત્સંગની જરૂર છે. થોડો વખત સત્સંગ કરી જવાથી અને જુદા રહેવાનો પ્રસંગ રહેવાથી, પાછા પહેલા હતા તેવા ભાવ જાગ્રત થાય તેવો સંભવ છેજી, બળ કરો તો બની શકે તેમ છેજી. લોકલાજ આવા પ્રસંગે આગળ ન કરતાં, હિંમત કરી, સત્સંગનો બંનેને લાભ મળે તેમ કર્તવ્ય છેજી. (બો-૩, પૃ. ૩૭, આંક ૭૫૩) D “પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી, અને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઇને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં.” (ઉપદેશછાયા પૃ.૭૧૫). વ્રત બે વર્ષ તો શું, પણ તેથી વધારે અને નિર્મળભાવે પાળવું છે એવો દ્રઢ નિશ્ચય કર્તવ્ય છે; અને એકનું મન ઢીલું થાય ત્યારે બીજાએ મક્કમ રહીને વ્રતની યાદી આપી અલગ થઈ જવું અને એવા પ્રસંગો ફરી ન બને, તેની સાવચેતી રાખતા રહેવાની જરૂર છે. કાયાથી મૈથુનક્રિયાનો ત્યાગ કરવા પ્રતિજ્ઞા લીધી છે પણ તે અરસામાં મન મજબૂત કરવા પુરુષાર્થ કરવાનો છે, પણ જો વિષયમાં વૃત્તિ ઢળી જતી હોય તો તેવા એકલા સાથે રહેવાના પ્રસંગો ઓછા કરી નાખવા અને વ્રતભંગથી મહા દોષ થાય છે, તેની સ્મૃતિ રાખવી. તરવાર અણી તરફથી પકડે તો પોતાનો હાથ કપાય, તેવું સપુરુષની સાક્ષીએ લીધેલું વ્રત તોડવું મહા અનર્થનું કારણ છે). (બી-૩, પૃ.૩૮, આંક ૭૫૪) D તમે બ્રહ્મચર્ય હાલ પાળો છો તે સારું છે. તેવા ભાવ ટકી રહે, તે અર્થે પરમકૃપાળુદેવનાં વચનો અને સત્સમાગમની જરૂર છેજ. મનમાં બે વર્ષ સુધી તો બ્રહ્મચર્ય પાળવું જ છે, એવો નિશ્રય રાખી, છા માસનું વ્રત પૂ. ... પાસે પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ લેવા ભલામણ છેજી. છ માસ પૂરા થવા આવ્યું, ફરી તેવો જોગ મળ્યું વ્રત વધારી લેવું કે પત્રથી જણાવવું, પણ વ્રત લીધા પછી તૂટે તો ભારે કર્મબંધ થવા સંભવ છે અને તમારી ઉંમર તથા તે પ્રદેશનો દૂધ-ઘીનો મનમાન્યો ખોરાક,
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy