SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३८७ તેના પ્રત્યે અણગમો ન થાય ત્યાં સુધી કંઇ બની શકે તેમ નથી. માટે જન્મમરણથી છૂટવાની ભાવના વધાર્યા કરવી અને મરણને રોજ સંભારવું, એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. આહાર સાદો, એકાંત શયન-આસન, શરીરની સંભાળ બહુ ન કરવી વગેરે નવ વાડ વિષે મોક્ષમાળામાં ૬૯મો પાઠ છે તે બહુ વિચારી, તે પ્રમાણે કંઇક કરવા માંડે તો અંશે-અંશે બની શકે. (બો-૩, પૃ.૧૬૬, આંક ૧૬૯) 7 દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેમણે બે વર્ષ પરણીને જ પાળ્યું, તે બદલ ધન્યવાદ ઘટે છે. હવે ધર્મમાં ઢીલા થવાની જરૂર નથી. જો આટલું નિશ્ર્ચયબળથી કામ થયું તો તેમને પરમકૃપાળુદેવનાં વચનમાં વિશેષ શ્રદ્ધા થશે કે ‘માણસ ચાહે તે કરી શકે.'' (૧૯-૫૫૧) ‘‘નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.’’ (૧૫) બ્રહ્મચર્યના આંરાધનથી જીવમાં અનેક ગુણો પ્રગટે છે, સવૃત્તિ રહે છે; પરમપુરુષોએ સંમત કરેલું બધું માનવું છે, તે સાચું છે; ન બને તોપણ તે પ્રાપ્ત કર્યાથી મને લાભ થશે, એવી ભાવના રહે છે. સંસારી લોકો અને તેમની માન્યતાના ગાડરિયા પ્રવાહમાં તણાવાને બદલે તે વિચાર કરતો થાય છે. સાચા સુખનો માર્ગ શોધી, ન્યાયપૂર્વક પુરુષાર્થથી, (તે માર્ગ) પ્રાપ્ત ક૨વા કેડ કસીને તૈયાર થાય છે. હવે નિયમ ન હોય તોપણ આઠમ, પાંચમ, બીજ, ચૌદશ, પૂનમ આદિ દિવસો ધર્મને અર્થે નિર્માણ મોટા પુરુષોએ કરેલા છે તે દિવસોએ તો બ્રહ્મચર્ય પાળવું જ અને બને ત્યાં સુધી એ પશુપણાની વૃત્તિને (મૈથુનને) વારંવાર વશ ન થવું. તેમાં જ સુખ માની શરીર-શક્તિને બરબાદ ન કરવી. જેટલું મન સંયમમાં રહેશે તેટલી દયા પળાશે. ભોગમાં મન આસક્ત રહેશે તેટલી હિંસાપ્રિય વૃત્તિ બનશે. માટે અનંતકાળથી રખડતા, જન્મમરણ કરતા આ આત્માની દયા લાવી, તેને આ ભવે મોક્ષમાર્ગે ચડાવી, પરમકૃપાળુદેવની આજ્ઞામાં રાચતો કરી, સંસારનો અંત લાવી, મોક્ષે જવું છે એ ભાવ દિન-દિન પ્રત્યે વધતો રહે એવી વાતચીત, એવું વાંચન, એવા વિચાર, એવી ભાવના પોષતા રહેવા ભલામણ છે અને વખત મળ્યે આશ્રમમાં પણ થોડા-થોડા દિવસ રહી જવાય તેવી અનુકૂળતાઓ શોધતા રહો તો સત્સંગનો જેમ જેમ લાભ થશે તેમ તેમ આપોઆપ શું કરવું ? – તે તમને સમજાતું જશે. (બો-૩, પૃ.૬૯૮, આંક ૮૩૮) = D ‘‘જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર.'' (પુષ્પમાળા-૨૭) – ‘‘જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાર; – દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર.'' (પુષ્પમાળા-૨૯) ‘‘પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.'' પૂ. ના પત્રથી જાણ્યું કે તમે બંનેએ બે વર્ષના બ્રહ્મચર્યની બાધા લીધી છે તેમાં દોષ લાગે છે અને બે વર્ષ સુધી પાળી શકાશે નહીં, એમ તમને લાગે છે. આ બધું અસત્સંગનું ફળ છે. આખી જિંદગી સુધી વ્રત લેવાની જેમની ભાવના હતી, તે બે વર્ષ પણ ટકી શકે નહીં એ નવાઇ જેવું છે. મોહનું બળ રોગથી પણ વિશેષ છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy