SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬૮). D પ્રશ્ન અઘરણીનું ઘણા માણસો નથી ખાતા. તેનું કારણ, ધર્મની દૃષ્ટિએ શું? ઉત્તર : એવા પ્રસંગોમાં ભાગ લેવો, તે સાંસારિક ભાવોને પોષવા જેવું છે. ત્યાં વાતો, ખોરાક, ગીતો કે પ્રવૃત્તિ થાય, તે પાંચ ઈન્દ્રિયોને પોષણ સંબંધી હોય, વૈરાગ્યનું કારણ કંઈ ન હોય; અને વૈરાગ્ય હોય તે પણ લૂંટાઈ જવાનો ત્યાં સંભવ છે. જેમ ધનની ઇચ્છા સંસારી જીવોને હોય છે, તેમ પુત્રાદિની ઇચ્છા પણ ઘણાંને હોય છે. ધર્મ કરવાની ઇચ્છાવાળા જીવોને તેવી ઇચ્છાઓ, મોક્ષમાર્ગને ભુલાવી દે તેવી હોય છે. માટે તેવા પ્રસંગોથી દૂર રહેવું અને વૈરાગ્ય વધે તેવો સત્સંગ, સદૂગ્રંથનું વાંચન કે વાંચેલાનો વિચાર કરી, આત્મા મોક્ષ પ્રત્યે રુચિવાળો થાય, તેમ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૬૪૭, આંક ૭૬૭) પ્રશ્નઃ સંસારકાર્યની નિવૃત્તિ ક્યારે ? ઉત્તર : કરશો ત્યારે. ત્રાસ લાગ્યો નથી. સંસારનું સ્વરૂપ ભયંકર છે. દુશ્મનની આગળ માથું આપે તો કાપી નાખે. કોઈએ પાંચ-પચીસ રૂપિયા આડાઅવળા કરાવ્યા હોય તો તેના પ્રત્યે દુશ્મન તરીકે વર્તે અને તેને ત્યાં લગ્નપ્રસંગે આમંત્રણ આપે તોપણ જાય નહીં; તો પછી આ જીવનું મોહશત્રુએ ભૂંડું કરવામાં મણા રાખી નથી, તો તેના આમંત્રણરૂપી પ્રવાહમાં કેમ તણાઇએ? માટે સંસારથી છૂટવા મહાપુરુષો ફરી-ફરી ભલામણ કરે છે, પણ હજી આપણને સંસારથી ત્રાસ જ ક્યાં લાગ્યો છે? જ્યારે ખરા અંતઃકરણથી ત્રાસ લાગશે અને આપણે જાતે આવા પ્રસંગોથી નિવર્તીિશું ત્યારે જ સંસારકાર્યની નિવૃત્તિ થશે. “તારી વારે વાર.' એમ પ્રભુશ્રીજી કહેતા. (બી-૩, પૃ.૩૪૦, આંક ૩૪૩) | સંસાર અસાર છે, પણ જ્યાં સુધી મનુષ્યભવનો યોગ છે, ત્યાં સુધી મોક્ષમાર્ગ આરાધી લેવો, એ જ સાર છે. (બી-૩, પૃ.૬૪૩, આંક ૭૬૧) D ઉપશમ જેવું કોઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગો માટે સફળ અને અમોઘ શસ્ત્ર છે. (બી-૩, પૃ.૧૧૦, આંક ૧૦૩) કુટુંબીજનો [ પૂ. ભાઈ .... તથા તમારા કુટુંબના સર્વે દિવસમાં એકાદ વખત સમૂહ-ભક્તિમાં બેસતાં હશો. બધાંને અનુકૂળ હોય તેવો એક કે અર્ધો કલાક સાથે ભક્તિ રાખવાથી નાનાં-મોટાં સર્વને ધર્મના સંસ્કાર દ્રઢ થાય, ઉત્તમ વાતાવરણનો શોખ લાગે, પોતાને અવકાશે ભક્તિ-વાંચન વગેરે માટે વૃત્તિ જાગે. માટે તેવો ક્રમ રાખ્યો ન હોય તો થોડો વખત બીજી લોકલાજ તજી સાથે ભક્તિ કરવાની ટેવ પાડવા ભલામણ જી. (બો-૩, પૃ.૪૬૨, આંક ૪૮૩) વડીલોને વિનય, સેવા અને સર્વચન તથા સદ્વર્તનથી પોતાને અનુકૂળ કરવા બનતો પ્રયત્ન કર્તવ્ય છે. આપના તરફ તેમની સાચી લાગણી હોય તો તમારું દિલ દૂભવવા તે ઇચ્છે નહીં. તમારા હિત માટે તમે પ્રવર્તવા ઇચ્છો તેમાં સમજુ હોય તો, કે અંતરના પ્રેમવાળા હોય તો વિઘ્ન ન કરે. માત્ર મોહને લઈને ધર્મમાર્ગે જતાં તે વારે; પણ તમારે અને તેમને, બંનેને એ જ અંતે કામનું છે એમ પ્રસંગે-પ્રસંગે તેમની સાથે વાત કરતા હો તો જેમ પૈસા કમાવા બહાર આફ્રિકા સુધી પુત્રોને મોકલે છે તેમ માબાપ પોતાનું અને બાળકનું હિત સત્ય ધર્મથી થાય છે એમ સમજે તો તે ધર્મ આરાધવામાં વિઘ્ન કરે નહીં. (બો-૩, પૃ.૨૩૫, આંક ૨૩૦).
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy