SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૭) D આપની મૂંઝવણનું કારણ જાણ્યું છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. ચાર રસ્તા વચ્ચે જેનું મકાન હોય, તે કહે કે મારા મકાનની આજુબાજુ લોકોની ગરબડ બહુ થયા કરે છે – એમ ફરિયાદ કરે તો તેને કહેવાય કે ભાઇ, તે જગ્યા જ ગરબડનું ધામ છે; ત્યાં તારો વાસ છે, તો સહન કર્યું જ છૂટકો છે, કે તે જગ્યા બદલી નાખવી, એ ઉપાય છે. તેમ દુઃખના દરિયા જેવા સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ જ જણાશે નહીં. તેથી છૂટવું અને મોક્ષે જવું; અને ન છૂટાય ત્યાં સુધી સમભાવે સહન કરવું યોગ્ય છેજી. પરમકૃપાળુદેવની અનંત કૃપાથી સત્સાધનરૂપ મંત્ર, ભક્તિ આદિની આજ્ઞા મળી છે; તેનો વિશેષ-વિશેષ ઉપયોગ કરવાથી, છૂટવામાં મદદરૂપ થાય તેમ છેજી. (બી-૩, પૃ.૭૫૦, આંક ૯૩૧) I પરમકૃપાળુદેવે જે લખ્યું છે : “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૦૧) તે વારંવાર વિચારતા રહેવા ભલામણ છેજી. તેવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મૂંઝાતો નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ યોગ્ય જ બને છે, એવું લાગ્યા કરે તો હર્ષ-શોકનું કારણ રહેતું નથી. (બી-૩, પૃ.૪૪૦, આંક ૪૨૦) | તમારે માથે આપત્તિ આવી છે, તે પૂર્વકર્મનું ફળ છે એમ જાણી, વર્તમાન પરિણતિ ક્લેશિત કરવા યોગ્ય નથી. જીવમાં કેટલી સમજણ, યથાર્થ આવી છે, તેની કસોટીનો આ પ્રસંગ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી એક વખત આહાર કરી, રાજમંદિરમાં થઈ જતા હતા. તે વખતે હું ઘડિયાળને ચાવી આપતો હતો. અચાનક કંઈ જોરથી ચાવી દેવામાં કમાન તૂટી ગઈ. મેં જઈને તેઓશ્રીને જાહેર કર્યું કે ઘડિયાળની ચાવી તૂટી ગઈ. તેઓશ્રીએ જણાવ્યું કે “અહીં જીવની પરીક્ષા થાય છે. નાશવંત વસ્તુ વહેલીમડી નાશ પામે છે, તેમાં ખેદ ન થાય તેનું કારણ સમજણ છે.'' તેનો અર્થ એવો નથી કે આપણે પુરુષાર્થ ન કરવો. બનેલા પ્રસંગમાંથી શિખામણ લેવી. બને તેટલા સમજૂતીના કે બીજા ઉપાય લેવા ઘટે તે લેવા, પણ રાતદિવસ તેની ચિંતામાં ધર્મ ભૂલી જવાય, તેમ ન કરવું. ધર્મના ફળરૂપ લક્ષ્મી છે, તે પાપના ઉદયે દૂર થતાં ક્લેશ કરાવે એવો પ્રસંગ છે; પણ સંસારનું અનિત્યપણું વિશેષપણે વિચારવાનો આ પ્રસંગ આવ્યો છે; તેનો લાભ લઈ વૈરાગ્ય વધારવાની જરૂર છે. સ્વપ્ન જેવા સંસારમાં હર્ષ-ખેદના પ્રસંગો દિવસ અને રાતની પેઠે વારંવાર આવવાના, પણ સત્સાધન જેને પ્રાપ્ત થયું છે, તેણે તેમાંથી બચવા ભક્તિ, સ્મરણ કે મુખપાઠ કરવાનો ક્રમ વિશેષ રાખવાથી, તે પ્રસંગમાં તણાઈ ન જવાય. કોઈ પણ કારણે આર્તધ્યાન કરવું નથી, એવો નિશ્ચય મુમુક્ષુજીવને કરવો ઘટે છે અને થઈ જાય તો પશ્ચાત્તાપ કે ખેદ કરી, ધર્મધ્યાનમાં જોડાઈ જવા ત્વરા કરવી ઘટે છે. વધારે લખવાની સમજુને જરૂર નથી, પણ પ્રસંગને વશ ન થતાં, તેવા પ્રસંગથી વૈરાગ્ય અને જાગૃતિ વધે, તેમ કર્તવ્ય છે. (બો-૩, પૃ.૨૦૧, આંક ૨૦૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy