SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) ચઢી શકાય તેવી જગાથી પાછું ફરવું પડે છે અને વાંકાચૂકા નક્કી કરેલા માર્ગે જવું પડે છે; તેમ અત્યારે યથાર્થ સમજ નથી આવી ત્યાં સુધી ઉપદેશબોધ પડી મૂકી જીવ સિદ્ધાંતબોધ તરફ દોડવા પ્રયત્ન કરે છે, પણ તે પરિણામ પામવો દુર્ઘટ છે. વચનામૃત પત્રાંક ૫૦૬ પણ વાંચવા-વિચારવા ભલામણ છેજી. પરમાર્થની જિજ્ઞાસા જેને જાગ્રત થઇ છે, તેને ઉપશમ-વૈરાગ્ય એ અત્યંત જરૂરનાં છે, તે પ્રાપ્ત થયે જીવને શું કરવું તે સમજાય છેજી. (બો-૩, પૃ. ૨૦૪) || એક સાસુ અને વહુ હતા. બંનેને સારું બને, વઢવાડ ન થાય. એક દિવસે સાસુ મરી ગઇ. વહુએ પોતાના ધણીને વાત કરી કે મારા સાસુજી એવાં હતાં કે મને સારું-સારું ખાવા-પીવાનું આપતાં, બહુ લાડથી રાખતાં; સાસુજી મરી ગયા, હવે શું કરીશું? એમ કહી રડવા લાગી. બીજે દિવસે ઘણી સુથાર પાસે એક લાકડાની પૂતળી કરાવી લાવ્યો અને પોતાની સ્ત્રીને કહ્યું કે લે, આ તારી સાસુ. વહુ તો પછી “મને સાસુજી મળ્યાં' એમ જાણી રાજી થઇ ગઇ. પછીથી જે કંઈ કામ કરે તે સાસુજીને પૂછીને કરે, ખાવા બેસે ત્યારેય પૂતળીને પાસે લઈને કહે કે હવે ખાવાનો વખત થયો છે, માટે લો સાસુજી, આપણે ખાઈએ. એમ કહી પૂતળીના મોઢામાં કોળિયો મૂકે. એની સાથે વાતો કરે અને સાંજ પડે ત્યારે પૂતળીને સાથે લઈ ભેગી સૂઈ જાય. એમ કરતાં-કરતાં આ તો એટલી બધી પૂતળીમાં તલ્લીન થઈ ગઈ કે બધું ઘરનું કામ કરવું પણ ભૂલી ગઈ. બરાબર કામેય કરે નહીં. એના ધણીને થયું કે મેં તો રમકડા જેવું એને આપ્યું હતું અને આ તો એમાં એટલી બધી તલ્લીન થઈ ગઈ છે કે ઘરનાં કામ પણ બરાબર કરતી નથી. એને ઘરધણી બોલાવે તોય કહે કે ના, હું તો નહીં આવું. સાસુજીનું કામ કરી પછી આવીશ. રોજ સાસુજીની જ ભક્તિ કરે. એક વખત એના ઘરધણીએ કહ્યું કે અહીંથી જતી રહે, તારાં સાસુજીને લઈને. પેલી તો સાસુને લઇને ચાલતી થઈ. જતાં-જતાં કોઈ જંગલમાં આવી. રાત પડવા આવી. વહુએ કહ્યું કે સાસુજી, આપણે હવે શું કરીશું? રાતે જંગલમાં ક્યાં જઈશું? કોઇ જનાવર આવી મારી નાખશે; માટે લો, આપણે આ ઝાડ ઉપર ચઢી જઈએ. એમ કરી સાસુજીને હાથમાં લઈ ઝાડ ઉપર જઈને બેઠી. સવારના સાડા-ચાર વાગ્યાનો વખત થયો ત્યારે ચોરો ચોરી કરીને આવતા હતા. તે ચોરો તે ઝાડની નીચે બેઠા અને બધો માલ વહેંચવા લાગ્યા. તેમણે એવા સોગંદ દીધેલા કે આ વહેંચણીમાંથી જે કોઈ આઘુંપાછું કરશે, તેના ઉપર ખણખણતી વીજળી પડશે. એટલામાં પેલી વહુને ઊંઘ આવવાથી પૂતળી ખણણણ કરતી નીચે પડી ગઈ. ચોરો તો ગભરાઇને ત્યાંથી નાસી ગયા. પછી વહુની આંખ ઊઘડી ત્યારે નીચે ઊતરીને કહ્યું કે સાસુજી ! મને તો ઊંઘ આવી ગઇ, તમે પડી ગયાં? ક્યાંય વાગ્યું તો નથીને ? ત્યાં બહુ ઘરેણાં પડ્યાં હતાં; તે જોઇ સાસુજીને કહ્યું કે તમે તો મને બહુ ઘરેણાં આપ્યાં. પછી બધાં ઘરેણાંનું પોટલું બાંધી, સાસુજીને બગલમાં લઈ, પોતાના ઘેર ગઈ. ઘરધણી બોલ્યો, પાછી ક્યાંથી આવી? વહુએ કહ્યું કે તમે ખોલો તો ખરા, હું શું લઇને આવી છું તે જરા જુઓ ! પછી કમાડ ઉઘાડ્યાં અને એનો ઘરધણી બહુ રાજી થયો. કહેવાનું કે પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તો તેની સાથે વાતો થાય, બધું થાય. મન-વચન-કાયા કર્મ બંધાવનાર છે, તેને પરમાત્માની સાથે જોડે તો કલ્યાણ થાય. બધાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy