SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ગુણ દૃષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! ' ,, આમાં પ્રથમ ‘જે ભક્તિને પ્રાપ્ત થવાથી'' એમ કહ્યું છે તે દેહાદિ સર્વ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવનારાં કારણો લીધાં. તે કારણો સેવ્યાથી તેના ફળરૂપે સત્પુરુષની દશા કે તેના ‘‘આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ'' રહે એમ જણાવ્યું અને તેનું ફળ છેવટે આત્મબોધ કે આત્મજ્ઞાન જણાવ્યું છે. તે ક્રમે-ક્રમે પ્રાપ્ત કરાવવા જ્ઞાનીપુરુષો કહે છે પણ ક્રમ મૂકી એકલો આત્મા પકડવા જાય તો તે પ્રાપ્ત થવો દુર્લભ છેજી. જેને સત્પુરુષના દેહ, ચિત્રપટ, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી, તેણે ત પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રી-પુત્રના દેહ, વચનાદિ પ્રત્યે પ્રેમ છે, તેથી અનંતગણો સત્પુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે. ‘‘મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત, તેમ શ્રુતધર્મે રે મન દૃઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.'' વચનામૃત પત્રાંક ૩૯૪ - ૩૯૫ લક્ષપૂર્વક વાંચશોજી. વળી ભાવનાબોધમાં સંવરભાવના સમજાવવા વજ્રસ્વામીનું દૃષ્ટાંત આપ્યું છે, તે વાંચશોજી. તેના પિતાએ વજ્રસ્વામી પાસે રુમિણીને આણીને, તેનો સ્વામીની ઉપર મોહ છે એમ કહ્યું. સ્વામીજી ક છે : ‘‘શું એ માંસ, હાડકાં, રુધિર પ્રમુખથી પૂર્ણ એવા મારા દેહને વિષે પ્રીતિવાળી થઇ છે ? તેન પતિ તો એવો થશે કે જે દેવતાને પણ દુર્લભ છે ! જેની પાસે સર્વ સદ્ગુણો કિંકર સમાન છે, રૂપ અને લક્ષ્મી પણ જેની દાસી છે, સર્વ ક્રિયાઓ પણ જેની પાસે તુચ્છ છે અને જેનામાં કંઇ દૂષણ નથી, જેની અત્યંત ભક્તિથી મોક્ષ પણ સુલભ છે – પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વર્ણવેલો સંયમ તે જ તારી પુત્રીને લાયક છે. માટે જો તારી ઇચ્છા હોય તો હું હસ્તમેળાપ કરાવું. વળી વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રોગો સર્વદા દેહને પ્રહાર કરે છે અને ફૂટેલા ઘડામાંથી ઝરી જતાં પાણીની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તોપણ લોક વિરુદ્ધ કર્મ કરે છે. એ આશ્ચર્ય છે ! વળી પુરુષ પણ ક્ષણમાં, જોતજોતામાં બાળ, ક્ષણમાં યુવાન અને ક્ષણમાં શિથિલ અવયવવાળો ઘડપણથી થાય છે. એવી રીતે યમની નગરીમાં અંતે પેસે છે.'' આમ સત્પુરુષ પ્રત્યે પ્રેમ થયો હોય તો તેનાં વચન પ્રત્યે થાય છે; તેણે કહ્યું કે કર્યું, તે કરવા જીવ પ્રેરાય છે અને તેની આજ્ઞા ઉરમાં અચળ કરે તો જે આત્મસુખમાં તે લીન છે, તેનું ઓળખાણ તેને થાય છે અને તે રૂપ તે થાય છે. માટે જે જે કારણો સત્પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટાવે, તેનાં વચનને મનાવે, તેની આજ્ઞામાં તત્પર કરાવે, તે તે કારણો, તે તે ભૂમિકાએ ઉપાસ્યા વિના આગળની ભૂમિકા પ્રાપ્ત થવી દુર્લભ છે. જીવને અત્યારે જે કરવા યોગ્ય છે તે ન કરે તો માત્ર કલ્પનામાં તણાઇ જઇ, છેવટની વાત બહુ સહેલી છે, લાવ તે જ કરી લઉં એમ થઇ જવા સંભવ છે. પર્વત ઉપરના દેવળને દેખીને નીચે રહેલો માણસ ધારે કે એ વાંકાચૂકા માર્ગે કોણ જાય, સીધો ચાલી આ દેખાય છે ત્યાં ઝટ ચાલ્યો જાઉં એમ ધારી, બધા જતા હોય તે માર્ગ મૂકી નવો માર્ગ લે, ત્યાં બિલકુલ ન
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy