SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫૫) તેમ એક પછી એક ઊઠતી નિરર્થક ઇચ્છાઓ, જો વધવા પામી તો આખી જિંદગી તેમાં જ વહી જશે અને આ ભવનું સાર્થક કરનાર પુરુષના બોધ અને વૈરાગ્યને વધવાનો લાગ નહીં મળે; અને તે નિર્બળ બની સ્મૃતિમાંથી ભૂંસાઇ પણ જવા પામે. માટે મુમુક્ષુ જીવે વિશેષ-વિશેષ જાગૃતિ રાખી, ઈચ્છાદિ દોષો દૂર કરતા રહેવાનો પુરુષાર્થ કર્યા કરવો ઘટે છેજી. (બો-૩, પૃ.૪૨૪, આંક ૪૩૪) D સંતાડવું પડે, છુપાવવું પડે, તેવા કાર્યની ઇચ્છા પણ માંડી વાળવી. (બો-૩, પૃ. ૫૦, આંક ૭૬૭) T જેનું ફળ પરંપરાએ પણ ધર્મ આવે તેવું ન હોય, તેવી ઇચ્છાઓ ઓછી કરતા રહેવાની જરૂર છે. (બો-૩, પૃ.૩૭, આંક ૭૫૨) કેમ મુમુક્ષુતા ટકે, જો ઇચ્છા ના જાય ? ડગલે ડગલે દુઃખ છે, જો મન વશ ના થાય. જાગૃતિના વખતમાં વારંવાર સ્મરણમંત્રને યાદ કરવામાં કાળ ગળાય તો અભ્યાસ પડી જાય, ઘણા વિકલ્પો તેથી રોકાય અને શાંતિનું કારણ બને. ઇચ્છાઓનો પ્રવાહ કર્મબંધનું કારણ છે. તે રોકવા પણ મંત્રસ્મરણ અત્યંત આવશ્યક છે). (બો-૩, પૃ.૫૯૬, આંક ૬૭૯) કોઈનો સંગ કરવા યોગ્ય નથી, પણ અસંગ ન રહી શકાય તો સત્સંગ, સપુરુષના સંગની ભાવના કર્તવ્ય છેજી. ત્રણ લોકમાંનો કોઈ પણ પદાર્થ ઇચ્છવા યોગ્ય નથી, તેમ છતાં ઇચ્છા ન ટળે ત્યાં સુધી એક મોક્ષ અભિલાષા, માત્ર મોક્ષની જ ઇચ્છા કર્તવ્ય છેજી; કારણ કે તે પ્રમાણે વર્યાથી અસંગ અને નિસ્પૃહ થઈ શકાય છે). (બો-૩, પૃ.૫૨૫, આંક પ૭૩) ઇચ્છામાત્ર દુઃખ છે. જેમ જેમ સમજણ વધે, તેમ તેમ ઇચ્છાઓ ઓછી થાય. જેમ જેમ ઉપરના દેવલોકમાં જાય, તેમ તેમ સંતોષ વધારે હોય છે. ઉપરના દેવલોક (રૈવેયક આદિમાં) સ્ત્રીની ઇચ્છા હોતી નથી. સર્વાર્થસિદ્ધિ દેવલોકમાં બધા એકાવનારી હોય છે. જેટલો ત્યાગનો અભ્યાસ આ ભવમાં કર્યો હોય છે, તે ત્યાં કાયમ રહે છે. તેથી ઇચ્છાઓ બહુ થતી નથી. મોહનીયકર્મનો ક્ષય થાય ત્યારે ઇચ્છાનો નાશ થાય. દસમે ગુણસ્થાનકે ક્ષય થાય, પછી તે ભવે મોક્ષ થાય. સમકિતીને ઇચ્છાઓ રોકાઈ ગઈ છે. જેમ જેમ સમજણ વધે અને આગળ જાય છે, તેમ તેમ ઈચ્છાઓ મંદ પડે છે. જેટલો દેહાધ્યાસ મટે, તેટલી ઇચ્છાઓ ઓછી થાય. પરવસ્તુનો આધાર એ જ દુઃખ છે. મુનિઓ જંગલમાં રહે છે. ભૂખ લાગે ત્યારે વિચારે કે કાલે આહાર માટે જઈશું, એમ કરીને ચલાવી લે. (બો-૧, પૃ.૨૨૮, આંક ૧૧૯). એ કંઈ તપ કરે તો જીવને ઇચ્છા રોકાય. સવારે નિયમ કર્યો હોય કે મારે નથી ખાવું, તો ઈચ્છા ન થાય. એ બધાં સાધનો છે. ન કરે તો ક્યાંથી થાય ? નિયમ કરવાથી જ્યાં મન પરોવવું હોય ત્યાં પરોવાય. (બો-૧, પૃ.૨૯૩, આંક ૪૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy