SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૪) જેને એક પરમકૃપાળુદેવની દ્રઢ શ્રદ્ધા નથી થઈ, તેને જેવાં નિમિત્ત જગતમાં નજરે ચઢે તેવા થવાની, તેવું પ્રાપ્ત કરવાની ઇચ્છાઓ, સંકલ્પ-વિકલ્પો થયા કરે છે અને દુઃખના બીજ વાવ્યા કરે છે. કહ્યું છે કે : ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.'' જહાં કલપના-જલપના, તહાં માનું દુઃખ છાંઇ; મિટે કલપના-જલપના, તબ વસ્તુ તિન પાઈ.' માટે મોક્ષ સિવાય બીજું કંઈ ઇચ્છવા જેવું નથી. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.' (બો-૩, પૃ.૪૩૦, આંક ૪૪૩) ક્યા ઇચ્છત? ખોવત સબ ! હૈ ઇચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' આ અનાદિની ભૂલ ટાળવાની સાચી ઇચ્છા હોય તો ઇચ્છા માત્રને, ઊગે ત્યારથી છેદી નાખવી ઘટે છેજી સમજવા માટે, એક સાચું બનેલું દ્રષ્ટાંત લખું છુંઆશ્રમમાંથી સ્ટેશને જતાં આડી કાચી સડક આવે છે. ત્યાં એક સિમેન્ટના થાંભલા ઉપર, સિમેન્ટના પાટિયા ઉપર અંગ્રેજીમાં એમ લખેલું હતું કે ““જૈન મંદિર.” રોજ ત્યાં થઈને જતાં, તેના પર નજર પડે ત્યારે વિચાર થતો કે “મંદિર”ને સુધારી મંદિર' કરવું હોય તો સહેલાઇથી થાય તેવું છે. થોડા દિવસમાં તો કોઇએ તે થાંભલો પાડી નાખ્યો અને અત્યારે જમીન પર પડેલો છે; તે જોઈ વિચાર આવ્યો કે તેમાં સુધારો કરવાની મહેનત કરી હોત તો તે પણ નિષ્ફળ હતી, ધૂળમાં મળી જાત. મોટા-મોટા કીર્તિસ્તંભો ધૂળ ભેગા થઈ ગયા તો આ એક અક્ષરમાં સુધારો કરવાની ઇચ્છા પૂરી પાડી હોત તો પણ કેટલા દિવસ ટકનાર હતી? ચિત્તોડમાં એક લડાઈમાં હિન્દુઓ જીત્યા. તેની સ્મૃતિમાં તેર-ચૌદ માળનો ઊંચો કીર્તિસ્તંભ કર્યો છે. તે જોયેલો સાંભરી આવ્યો કે આવાં મોટાં પથ્થરનાં મકાન પણ કાળના ઝપાટા આગળ કંઈ ગણતરીમાં નથી તો તુચ્છ ઇચ્છાઓ સંતોષે શું કલ્યાણ સધાવાનું છે? માટે ઉપશમસ્વરૂપ પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં આગમમાં ઉપશમનો જ ઉપદેશ કર્યો છે; તે Æયમાં કોતરી રાખી, દુષ્ટ ઇચ્છાઓ ડોકિયાં કરે કે તુર્ત જ તેમને ઉખેડી નાખવી ઘટે છે. ખેતી કરનારા, ખેતરમાં વાવેલું હોય તેની સાથે જે નકામું ઘાસ ઊગી નીકળે છે, તેને નીંદી નાખે છે; નહીં તો જે પાકનું વાવેતર હોય, તેના છોડવાને પોષણ મળે નહીં, તેમ દયમાં સત્પષે જે બોધ અને વૈરાગ્યનાં બીજ વાવેલાં છે, તેને પોષણ આપી ઉછેરવાં હોય તો બીજી બિનજરૂરી ઇચ્છારૂપી નકામાં છોડનું નિકંદન કરવું ઘટે છે. તે કામમાં આળસ કરીએ તો નકામા છોડ મોટા થઈ, સારા છોડને નિર્માલ્ય બનાવી દે છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy