SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૪, ભગવાનમાં કેટલા ગુણ છે ! મારામાં કેટલા બધા દોષ ભરેલા છે? મારે તો હજુ ઘણું કરવાનું છે. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે નીચા છે, તેના ઉપર દ્રષ્ટિ રાખે તો અભિમાન થાય. (બો-૧, પૃ.૫૪, આંક ૨૯) I જેમ બકરીનું દૂધ, ગાયનું, ભેંસનું આદિ દૂધ કહેવાય પણ રસમાં (ગળપણમાં) ઓછાવત્તી હોય છે; તેમ કષાય ક્રોધાદિ કહેવાય છે તેમાં પણ ઉદય વખતે એક સરખો રસ-અનુભવ હોતો નથી, પણ મંદ (ઓછો), તીવ્ર (વિશેષ) હોય છે. અનંતાનુબંધી આદિમાંની એક જ જાતિના ક્રોધ આદિમાં મંદ, તીવ્રતારૂપ ભેદ હોય છે, તે રસભેદ કહેવાય છે. એક જ જાતનાં કેરી આદિ ફળમાં જેમ રસ-ફેર જણાય છે તેમ કર્મના ઉદય વખતે જે જીવને સુખદુઃખ કે સંક્લેશભાવ થાય છે તે કર્મના ઉદયનો રસ કહેવાય છે; તેને અનુભાગ, અનુભાવ, રસ, વેદના, વેદન પણ કહે છે. (બી-૩, પૃ.૫૬૫, આંક ૬૩૩) અનંતાનુબંધીનું સ્વરૂપ ગહન છે. પૂ. શ્રી અંબાલાલભાઈ એક પત્રમાં પરમકૃપાળુદેવને લખે છે : રવિવારે રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ વિચારતાં તેમ જ તે પછી સમ્યક્દશાનાં પાંચ લક્ષણોનું સ્વરૂપ વિચારતાં પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં? અથવા એ પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય તો તે નિર્ણય ધારી રાખી અથવા મૂકી દઈ આગળ-આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું? એટલે કે હાલ કયું શાસ્ત્ર વાંચવું અથવા વિચાર કરવો તે યોગ્ય લાગે તો જણાવવા દયા કરશોજી. સ્વચ્છંદી છું, અનંત દોષથી ભરેલો છું; જેથી કરી કલ્પનાથી કંઈ કલ્પાયું હોય તો ત્રિકરણ યોગથી અને આત્મભાવથી વંદન કરી ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઇચ્છું છું .... સપરમાત્માનો વિયોગ થયા પછી આ આત્માનો ક્રમ (ઉપયોગ) એક જ ધારાનો ચાલ્યો આવે છે, તે સહજભાવે વિદિત થવા લખ્યો છે - સ્તંભતીર્થક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે નમસ્કાર.” તેનો ઉત્તર પત્રાંક ૬૫૪ તથા વ્યાખ્યાનસાર ૧-૧ થી ૨૩ વાંચી પોતાને માટે વિચારશોજી. (પત્રાંક ૫૪માંથી : “અંતર્લક્ષવત્ હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે .... હાલ સુંદરદાસજીના ગ્રંથ અથવા શ્રી યોગવાસિષ્ઠ વાંચશો.') (“વ્યાખ્યાનસાર-૧માંથી : ૧૬ : માર્ગ બે પ્રકારે છે : એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. ૧૭ : લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ, તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું, જે લૌકિક, તે હોય નહીં. જેવું કૃત્ય તેવું ફળ. ૧૮ : આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તોપણ તેઓમાંના કોઈ-કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy