SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩) પાળે છે, પણ વાસના રહી જાય છે, અવ્યક્તપણે વિષયભોગની વાંછા રહ્યા કરે છે. (બો-૧, પૃ.૨૯૧, આંક ૪૧) શ્રીમદ્ ભાગવતની કથા છે. શરપૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણ પૂછયું કે તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઇને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી રોજ તેની પૂજા કરતી હોય અને જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દો; તેમ અમારા પતિ તો તમે છો. બીજા તો બધા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાના પતિની સેવા કોણ કરે ? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક-એક ગોપી અને એક-એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક-એક કૃષ્ણ એમ રાસ રમ્યા. તે વખતે ગોપીઓને મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાલિની છીએ ! આ વખતે બીજાં બધાં ઊંધે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા. જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે. અભિમાન ટાળી સમભાવમાં આવવાનું છે. કર્મના ઉદયમાં સમભાવ રાખતાં ન શીખો ત્યાં સુધી જ્ઞાનીનું કહેલું સમજાય નહીં. (બો-૧, પૃ.૩૩૬) પૂ. ... કાયાને કષ્ટ આપવાનું સાહસ કરે છે, તે હિતકારી છે; તેથી પણ વિશેષ હિતકારી કષાય કૃશ કર્યાનું ફળ છે. જોકે સત્પરુષના આશ્રિતને કષાય કમી કરવાનો લક્ષ હોય છે, પણ જે પુરુષાર્થ કરી શકે તેને જ સર્વ કહેતા આવે છે અને ધારે તો તે દિશામાં પુરુષાર્થ કરી શકે કેમ કે નિશ્રયના આધારે સર્વત્ર વર્તી શકે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.' (૮૨) જે વસ્તુનું માહામ્ય દિલમાં લાગે, તેને માટે પુરુષાર્થ થાય છે. (બો-૩, પૃ. ૧૧૩, આંક ૧૦૭) એ પ્રશ્ન : કષાય શાથી ઘટે? પૂજ્યશ્રી : અભ્યાસથી ઘટે. મારે બે કલાક લોભના વિચાર નથી કરવા, એમ કરતાં-કરતાં કષાય ઘટે છે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) પાંચ ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા માટે તો કષાય મટે, કારણ કે પાંચ ઇન્દ્રિયોના વિષયને લઈને કષાય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના વિષયો પરથી ભાવ ઊઠી જાય તો કષાય કોના ઉપર કરે ? (બો-૧, પૃ.૫૦, આંક ૨૫) | મુમુક્ષુ કોઈ પદ અથવા પત્ર બોલતાં અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી : જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. એવું અભિમાન કરવા જેવું શું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણધરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ, મારું જ્ઞાન શું છે? કશુંયે નથી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy