SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૬) પૂજ્યશ્રી : સારું છે. સારી ભાવના હોય તો સારાં સ્વપ્નાં આવે, અને સંસારી ભાવના હોય તો તેવાં આવે. સ્વપ્નાં છે, તે સ્વપ્નાં જ છે; પણ એવાં સારાં સ્વપ્નમાં આવે તો આગળ વધવાનું થાય. (બો-૧, પૃ.૩૦૨, આંક ૫૯) 0 જાગૃતિમાં ઉપયોગ ધર્મધ્યાન પ્રત્યે વાળી શકશો, તેમ તેમ સ્વપ્નદશા ઉપર અસર થશે. પહેલાં જીવે મોહરૂપ ડુંગળી ખાધી છે. તેથી તેના દુર્ગધમય ઓડકાર આવે છે, તે અત્યારે ગમતા નથી, પણ તેનો કાળ વીતી ગયે તે બંધ થશે. જો નવા તેવા ભાવો પ્રત્યે અણગમો રહ્યા કરશે, મીઠાશ અંતરથી નહીં મનાય તો ભવિષ્ય સુંદર બનશે; નિર્દોષતા વરશો. (બો-૩, પૃ.૭૧૯, આંક ૮૭૨) પરમકૃપાળુદેવનું એક વચન છે : “જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે.” (૨૨) એનો બને તેટલો વિચાર કરી, સદ્વિચારની વૃદ્ધિ થતી રહે, તેમ ભાવના કરતા રહેવા ભલામણ છેજી. સંસારરુચિ Æયમાં રહેલી છે, તેનું સ્વપ્નમાં પ્રગટપણું દેખાય છે. તેને લઇને તમને શારીરિક ક્ષીણતાના દેખાવો અનુભવાય છે. તે સવિચાર, સંસારની અસારતા અને મોક્ષમાર્ગની રુચિ પ્રગટતાં દૂર થવા સંભવ છે. તે અર્થે સારા વાંચનની જરૂર છે અને ત્યાંના માણસોની મિત્રાચારી કે બહુ પરિચય નહીં રાખતાં, અહીંથી સન્શાસ્ત્રો મંગાવી, તેમાં ચિત્ત રોકવાનું કરશો તો તમને વિશેષ હિતનું કારણ સમજાય છે.જી. તેને આધારે ભક્તિ, વાંચન વગેરેથી મનને બીજો ખોરાક મળવાનું નિમિત્ત બનશે. તેથી તમે જણાવેલા સાંસારિક સ્નેહભાવો આદિ મંદ થઈ, ભક્તિ, વૈરાગ્ય અને સર્વિચારમાં વૃત્તિ રહેશે તો તેની શરીર ઉપર પણ સારી અસર થવા સંભવ છેજી. ઇસુ ખ્રિસ્તનાં વચનોને યથાર્થ સમજનારા અને આચરનારા પૃથ્વી પર થોડા જ જીવો છે; તે સમજવા યોગ્ય સાત્ત્વિક વૃત્તિ જ તે દેશમાંથી લોપ થતી જાય છે એમ સમજી, અનાર્ય જીવોનો કુસંગ ઓછો કરવા ભલામણ છેજી. સાદો, ઓછો ખોરાક લેતા રહેવાથી શરીર-સ્તુર્તિ રહેશે અને સ્વપ્નદોષનું ઘટવું પણ સંભવે છેજી. (બો-૩, પૃ.૩૬૦, આંક ૩૬૦). | પરમકૃપાળુદેવની કૃપાથી જે જીવોનું કલ્યાણ થવા યોગ્ય હશે, તે તેની આજ્ઞા-આરાધનરૂપ સપુરુષાર્થથી થશેજી. આ કળિકાળમાં સર્વ તરફ દુઃખ, દુઃખ અને દુઃખનાં દર્શન થઇ રહ્યાં છે, ત્યાં એક વૈરાગ્ય અને ભક્તિ એ જ જીવને શરણરૂપ છે. જે જીવો મોહાધીન વર્તી સ્વાર્થમાં મશગૂલ, તલ્લીન થઈ રહ્યા છે, તેમને આ સ્વપ્ન સમાન બધી માયાજાળ સત્યરૂપે ભાસે છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગ્રત થઇ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.'' (૪૯૩) આ વાક્ય વારંવાર વિચારવા ભલામણ છેજી. (બો-૩, પૃ.૪૩૩, આંક ૪૫૦) ભૂલ 0 પ.પૂ. પ્રભુશ્રીજીએ નીચે પ્રમાણે, મોટામાં મોટી ભૂલ જે ભગવાને દીઠી છે, તે વિષે જણાવ્યું હતું, તે મારે તમારે, વારંવાર સચેતપણે વિચારી, લક્ષમાં લેવા યોગ્ય છેજી :
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy