SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૨) D કર્મ તો બે ડગલાં આગળ ને આગળ જ ચાલ્યા કરે છે પણ મહાપુરુષો તેનું સ્વરૂપ સમજી રહેલા હોવાથી, એ ઉદયરૂપ કાંટાવાળા માર્ગે મુસાફરી કરી શિવપુર પહોંચ્યા છેજી, પ.પૂ. પ્રભુશ્રીજીએ લખાવેલ પત્રમાંથી આપણ સર્વને વિચારવા યોગ્ય લખી મોકલું છુંજી : “મનને લઈને બધું છે. બાંધ્યાં તે જાય છે, ત્યાં ગભરાવા જેવું છે જ નહીં. આવ્યાં તે જાય છે, તેમાં ક્ષમા-સહનશીલતાથી, આનંદ અનુભવરૂપ આંખથી જુઓ.'' (ઉપદેશામૃત પૃ.૭૯) સપુરુષાર્થ, સત્ય, અહિંસા, પ્રામાણિકતા, સમભાવ, ગુણાનુરાગ, ઉદાસીનતા, ક્ષમા, નિરભિમાનતા, નિષ્કપટતા, અને નિર્લોભતા : આ ગુણોનું પાલન કરીને વ્યાપારકાર્ય, ઘરકામ અને શરીરરક્ષા કરે છે તેથી સમષ્ટિ જીવને કર્મબંધન લૂખું અને થોડું થાય છે.'' - મોક્ષની કૂંચી. (બી-૩, પૃ.૨૫૭, આંક ૨૫૧) D નીચેનું સર્વને વારંવાર વિચારવા યોગ્ય છે : સ્ત્રી, પુત્રાદિ મારાં છે એ પ્રકારનો વિચાર કરવાથી કર્મોનો બંધ થયા કરે છે અને એ મારાં નથી એવા વિચાર કરતા રહેવાથી કર્મ નાશ પામે છે. તેથી “મારુંએ અક્ષરો તો કર્મબંધના કારણરૂપ છે અને “મારાં નહીં' એવા ચિંતનથી કર્મથી છુટાય છે. કરમાળામાં પ.પૂ. પ્રભુશ્રીજીએ આ જ વાત દૃઢ કરાવી, એક આરજાને સમાધિમરણ કરાવ્યું હતું. (બી-૩, પૃ.૧૦૭, આંક ૯૮) D કર્મ કેમ બંધાય છે અને કેમ છૂટે છે? તે માટે ભગવાને કહ્યા મુજબ કર્મગ્રંથ લખ્યા છે. એમાં ગણતરીના નિયમો હોવાથી તેને કરણાનુયોગ કે ગણિતાનુયોગ કહે છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે, તે પ્રમાણે ચોક્કસ કર્મ બંધાય. એ બધા કર્મના હિસાબ હોય છે. કરણાનુયોગનો સૂક્ષ્મ વિચાર પછી દ્રવ્યાનુયોગ સમજાય. (બો-૧, પૃ.૩૩૪) D પ્રશ્ન : આયુષ્ય તૂટી શકે? પછી બીજાં કર્મોનું શું થાય? ઉત્તર : તૂટી શકે તેવું જ આયુષ્ય જીવે બાંધ્યું હોય છે, તેથી નિમિત્ત મળતાં તૂટી જાય છે અને તે દેહ તેટલું જ ભોગવાઈ રહે છે. જેમ કે ઘડિયાળને આઠ દિવસ ચાલે તેવી ચાવી આપી હોય અને અંદરથી ઠેસી ખસેડી નાખે તો તરત ઊકલી જાય છે; તેમ શિથિલ આયુષ્ય બાંધ્યું હોય તે થોડાક વખતમાં ઉદીરણા થઈ ભોગવાઇ જાય છે. બીજા વેદનીયાદિ કર્મ બીજા ભવમાં પણ ભોગવવાં પડે છે. જે કર્મોની સ્થિતિ આયુષ્યથી વધારે બાંધી હોય તે બીજા ભવમાં ભોગવાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ.' (બો-૩, પૃ.૭૭૯, આંક ૯૯૨) D પ્રશ્નઃ આ દુનિયા કોણે રચી છે? આ બધું એમ જ કેમ થયા કરે છે ? ઉત્તર : “કર્તા ઇશ્વર કોઇ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.' આ વાંચી આપને પ્રશ્ન થયો કે આપણો શુદ્ધ સ્વભાવ તેને ઇશ્વર કહ્યો તો આ જગતનો કર્તા કોણ છે?
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy