SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૧) તીર્થંકર-અવસ્થામાં હોય નહીં. યંત્રવત્ પ્રારબ્ધ અપાવે છે. ઇચ્છા એ લોભનો પર્યાય છે, તે તો મોહનો ક્ષય થયા પછી હોય નહીં; તેથી નિઃસ્પૃહપણે શ્રી તીર્થકર વક્તા છે. (બો-૩, પૃ.૨૯૮, આંક ૮૩૭) | મુમુક્ષુ સગાંવહાલાં કરતાં પણ વધારે હિતકારી છે. વાત્સલ્યઅંગ તો પહેલું જોઇએ. બીજું કશું ન થાય અને વાત્સલ્યભાવ રાખે તોય તીર્થકરગોત્ર બાંધે. એ ગુણ આપણામાં નથી, તો લાવવો છે, એમ રાખવું. (બો-૧, પૃ.૩૩૧, આંક ૭૯) D તીર્થકર નામકર્મ બાંધ્યું હોય તો ક્ષાયિક સમકિત હોય જ, એમ નથી. ક્ષયોપશમ સમકિત પણ હોય. તીર્થકર ક્ષાયિક સમકિત અને ત્રણ જ્ઞાન સહિત જ જન્મે, એમ કંઈ નક્કી નથી. ભાયિક તે ભવે પણ થાય. એકાંતે ભગવાને કશું કહ્યું નથી. અમુક અપવાદ હોય છે, તેની જીવોને ખબર નથી. કશાયનો આગ્રહ રાખવા જેવો નથી. ભગવાન કહે તે સાચું કારણ કે શાસ્ત્રો સમુદ્ર જેવાં છે. હું કંઈ જાણતો નથી, એમ રાખવું. (બો-૧, પૃ.૨૨૨) | જે વખતે તીર્થકર વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંનો ક્યાંય ભટકતો હતો. હવે મનુષ્યભવ મળ્યો પણ તીર્થંકરભગવાનનો યોગ નથી. તે માટે આ મંદિર છે તે સમવસરણ અને તેમાં પ્રતિમા છે તે તીર્થંકરભગવાન છે, એવી ભાવના કરવી. ભાવના કરવામાં નિમિત્ત છે. (બો-૧, પૃ.૧૦૦, આંક ૧૮). I “દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી.” (૪૩૦) બીજું, હિતકારી વાત કહી બતાવતાં પણ “તું આમ જ કર' એમ ભગવાન કહેતાં નહીં, તથા આત્મા સંબંધી ઉપદેશ પણ છદ્મસ્થ-અવસ્થામાં તીર્થકર કરતા નથી. કોઇનું અહિત થાય તેવી આજ્ઞા માગવા તીર્થંકર પાસે કોઈ જાય તો મૌન રહેતા. એક માણસે ભગવાનને ખોટા પાડવા, પોપટનું બચ્ચે હાથમાં લઈ, ભગવાન પાસે જઈ તેમને પૂછયું કે તેનું આયુષ્ય કેટલું છે? અમુક દિવસનું કહે તો તેને મારે ડોકું મરડી મારી નાખવું એવો નિર્ણય તેનો હતો અને હમણાં મરી જવાનું કહે તો તેને ઉડાડી મૂકવાનો વિચાર કરી રાખ્યો હતો. જેને જ્ઞાનનું અભિમાન નહોતું, તે ભગવાને કહ્યું કે એનું આયુષ્ય તારા હાથમાં છે. એવી કથા પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળી હતી. આવા પ્રસંગોમાં વીતરાગ જે વચનો કહેતાં ર્યા છે, ત્યાં અજ્ઞાની જીવો તડફડ જવાબ દઈ પોતાની અલ્પજ્ઞતાનું પ્રદર્શન કરે છે. (બી-૩, પૃ. ૨૨૬, આંક ૨૨૨) દુશમન બે દુનિયા વિષે, સૌ સંસારી સાથ; રાગદ્વેષ એ નામના, જીતે તે જગનાથ. પ્રશ્ન : શ્રી ભગવંત તીર્થંકર પરમાત્મા જન્મથી જ આહાર લેતા નથી, તો પછી દેવોએ મોકલાવેલ આહાર પણ કેમ લઈ શકે?
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy