SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૦) નથી, ઊલટા તે કળિકાળને પોષાય તેમ વર્ચા કરીએ છીએ, એ કેટલી મૂઢતા છે ! તે વારંવાર સત્સંગમાં વિચારવા યોગ્ય છે). (બી-૩, પૃ.૫૩૨, આંક ૫૮૨) 0 પ્રશ્ન પરમાર્થનું ક્ષીણપણું છે, માટે વર્તમાનકાળને દુષમકાળ કહ્યો છે? કે દુષમકાળ છે માટે પરમાર્થનું ક્ષીણપણું છે? ઉત્તર : પરમાર્થમાર્ગને યોગ્ય પુણ્યવાળા બહુ ઓછા જીવો હોવાથી, આ કાળને દુષમ કહ્યો છે. જીવોનાં કર્મને લઈને કાળને પણ કલંક લાગ્યું છે, પણ તેમાં જ્ઞાનીપુરુષની આજ્ઞા પ્રત્યે ઉલ્લાસભાવ રાખી મોક્ષ-પુરુષાર્થ કરનારને કાળનું દુષમપણું નથી; એટલે પરમાર્થનું ક્ષીણપણે મોટે ભાગે ઘણા જીવોના પાપકર્મના ઉદયે છેજી. કાળ કોઈનો હાથ ઝાલવા આવતો નથી કે તને પરમાર્થમાં નહીં પ્રવર્તવા દઉં ! પણ જીવના અંતરાયકર્મના ઉદયે તથા મિથ્યાત્વભાવના ઉદયે તેને સંસારમાં પ્રવૃત્તિ કરવાનું સચેતપણું વર્તે છે અને પરમાર્થમાં પ્રમાદી બને છે. એ જીવનો જ વાંક છે, કાળનો દોષ નથી. સારાં નિમિત્તો ન મળે તેવો કાળનો પ્રભાવ જીવનાં કર્મને લઈને બને, પણ પુરુષાર્થ કરવા ધારે તો જીવ તેમાં વહેલોમોડો ફળીભૂત થાય છે. (બો-૩, પૃ.૭૭૮, આંક ૯૯૨). સિદ્ધભગવાન 0 પ્રશ્ન : સિદ્ધભગવાનને કોઈ પણ પ્રકારનો દેહ હોય? ઉત્તરઃ સ્થૂળદેહ, તૈજસ અને કાર્યણ એમ ત્રણ પ્રકારનાં શરીર સંસારી જીવોને હોય છે. તેનું કારણ કર્મ છે; પણ આઠ કર્મનો નાશ કરે, તેને ત્રણે દેહનો અભાવ હોય છે. તેથી સિદ્ધભગવાનને અશરીરી કહ્યા છે; પણ તેમના આત્મપ્રદેશો છેલ્લા દેહના આકારે અરૂપીપણે રહે છે. આત્માને જ્ઞાનરૂપી દેહ કહેવાય છે, તે માત્ર અલંકારી ભાષા છે. જ્ઞાન આત્માથી ભિન્ન નથી, જ્ઞાનમય જ આત્મા છે. (બો-૩, પૃ.૭૭૭, આંક ૯૯૨) | “સર્વ જીવ છે સિદ્ધસમ.” જીવમાત્ર એક જ જાતિના છે; પરંતુ કર્મને આધીન હોવાથી જુદા-જુદા પ્રકાર માલૂમ પડે છે. જેમ ગાડીમાંથી ઊતરેલા મુસાફરો જુદી-જુદી જગ્યાએ, પોતાનાં સગાંવહાલાંને ત્યાં જાય છે, તેમ જીવમાત્ર કરેલાં કર્મ અનુસાર તેવી ભોગ્ય જગ્યાએ જાય છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્યસ્વભાવ.” પણ જેમ સાધુપુરુષો કોઇને ત્યાં નહીં જતાં, ધર્મશાળામાં ઉતારો કરે છે, તેવી રીતે મુક્ત આત્માઓ બીજી કોઈ યોનિમાં નહીં જતાં સિદ્ધપદને પામે છે. (બો-૧, પૃ.૧૨, આંક ૧૫) તીર્થકરભગવાન D સંસારમાંથી જીવો છૂટે અને મોક્ષે જાય એવી પણ ઇચ્છા જેમને સ્ફરતી નથી, ‘સવિ જીવ કરું શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લાસી.' - એ ભાવો તીર્થકર થવાના હોય તે પહેલાંના ત્રીજા ભવે એટલે મનુષ્યભવમાં આગલે ભવે હોય ત્યારે કરેલી ભાવનાના ફળરૂપ તીર્થંકરનામકર્મ બંધાયું હોય છે, તે પ્રારબ્ધ પૂરું થવા અર્થે જ તીર્થકરને ઉપદેશકાર્ય હોય છે; પરંતુ “આને તારું કે આને ઉદ્ધારું એવું
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy