SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫) પ્રબળ ઇચ્છાવાળા જીવો આ કાળમાં ઘણા જ ઓછા જોવામાં આવે છે; માટે જેને ઇચ્છા ઉત્પન્ન થઈ છે, તેણે તો પછી એ ઉત્તમ કામમાં પ્રમાદ કરવો ઉચિત નથી. (બો-૧, પૃ.૭૧, આંક ૫૫). D મનુષ્યભવ, યુવાન અવસ્થા, પાંચ ઇન્દ્રિયોનું બળ, આરોગ્ય આદિ સામગ્રી છે ત્યાં સુધી ધર્મ આરાધી લેવા ભગવંતે કહ્યું છે. પછીથી વૃદ્ધાવસ્થા, વ્યાધિ, પીડા, ઇન્દ્રિયોની હાનિ, મરણ આદિ અશુભ ઉદયના પ્રસંગે ધર્મ કરવો હશે તોપણ નહીં બને. માટે જ્યાં સુધી જોગવાઈ છે ત્યાં સુધી ફરજ બજાવી લેવા યોગ્ય છે. આપણું ધાર્યું કંઈ થતું નથી અને બનનાર બન્યું જાય છે ત્યાં આત્મહિતાર્થે પુરુષાર્થ કર્તવ્ય છે, એમ ગણી સંસાર-ચિંતાઓ ઓછી કરી, ધર્મનો લહાવો લઈ લેવા યોગ્ય છે. સત્સંગ, સપુરુષનો બોધ, તેનાં વચન-આજ્ઞા ઉપાસવાની ભાવના નિરંતર કર્તવ્ય છે. (બી-૩, પૃ.૫૩, આંક ૩૮) જ્યાં સુધી વૃદ્ધાવસ્થાની પીડા વધી નથી, રોગથી જીવ ઘેરાયો નથી, ઇન્દ્રિયો મંદ પડી નથી અને બીજાં કામ થાય છે ત્યાં સુધી ધર્મનું આરાધન ઉલ્લાસભાવે કરી લેવા યોગ્ય છે, પછી નહીં બને. માટે સંસારી ચિંતાઓ તજી, દેહાધ્યાસ ઘટાડી, પરમકૃપાળુદેવને શરણે સમાધિમરણની તૈયારી કર્તવ્ય છે, કોઈ કરી આપે તેમ નથી. પોતાને જ કરવું પડશે. (બો-૩, પૃ.૭૧૨, આંક ૮૬૨) T સુખના પ્રસંગોમાં ધર્મ કરવાની કાળજી રહેતી નથી અને દુ:ખના પ્રસંગોમાં ઇચ્છા હોય તોપણ બનવું કઠણ પડે તેમ છે, માટે જ્ઞાનીઓએ ચેતાવ્યા છે કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી, રોગોથી ઘેરાયો નથી અને મરણથી કંઠે પ્રાણ આવ્યા નથી ત્યાં સુધી કાળજી રાખીને હે જીવ! જેટલું બને તેટલું ધર્મનું આરાધન કરી લે. પછીથી નહીં બને અને ભૂતકાળ વ્યર્થ ખોયો એમ પદ્માત્તાપ થશે. (બી-૩, પૃ.૪પ૩, આંક ૪૭૨). 0 દેહની વ્યાધિના નિરંતર વિચાર કર્તવ્ય નથી, તેથી તો આર્તધ્યાન થાય; પણ જ્ઞાની પુરુષનાં વચનોમાં મન રોકશો તો ધર્મધ્યાન થશે. (બી-૩, પૃ. ઉપર, આંક ૭૭૦) T માથે મરણ છે, જોતાં ઝેર છે, પગ મૂકતાં પાપ છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવાની પરમકૃપાળુદેવની સ્મૃતિ ભૂલી જવા યોગ્ય નથી. જે જીવ પાપથી ડરતો નથી, જન્મજરામરણથી ત્રાસ પામતો નથી, તે, જે જે ક્રિયા ધર્મને નામે કરે છે, તે બધા ઢોંગ જ છે. પુરુષ પાસે કોઈ ધર્મ પામવાની માગણી કરે અથવા તેની પાસે રહી પગમાં પડીને સેવા કરતો હોય અને તે જો પુરુષે આજ્ઞા કરી હોય તેથી ઊલટું ચાલતો હોય તો તે જીવ મહાપુરુષના વચનરૂપ જીભ ઉપર પગ દઈ ચાલ્યો જાય છે એમ કહીએ તો ખોટું નથી. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ છે.” તેનું ઉલ્લંઘન કરે અને ગમે તેટલા, મોઢે કાલાવાલા કરે તે શા કામના? એવું વર્તનનું કાયરપણું પ્રગટ કરનારને પરમકૃપાળુદેવે કહ્યું છે કે : મરો બૂડીને નરો બાયલા, ઢાંકણીમાં નાખીને નીર; આર્યકીર્તિને ઝાંખપ દીધી, એનો બટ્ટો તમને શિર.'' આવાં કઠણ વચન મહાપુરુષો, પથ્થર જેવા કઠણ હૈયાના જીવોને સન્માર્ગ ઉપર લાવવા કહે છે; તેથી ખોટું નહીં લગાડતાં, પોતાના પાપનો પશ્ચાત્તાપ કરી, ભૂલ્યા ત્યાંથી ફરી ગણો, જાગ્યા ત્યાંથી સવાર. અઘટિત કૃત્યો થયાં હોય તો શરમાઈને મન, વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.''
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy